ETV Bharat / bharat

સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ શેર કરવી પત્રકારને પડી ભારે, પછી શું થયું, જૂઓ

author img

By

Published : Jun 28, 2022, 7:27 AM IST

સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ શેર કરવા (journalist zuber arrested) બદલ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પત્રકાર ઝુબેરની ધરપકડ (journalist zuber arrested in delhi)ડ કરી છે. જાણો શું છે સમગ્ર મામલો...

સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ શેર કરવી પત્રકારને પડી ભારે, પછી શું થયું, જૂઓ
સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ શેર કરવી પત્રકારને પડી ભારે, પછી શું થયું, જૂઓ

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ પોસ્ટ કરવા બદલ દિલ્હી (journalist zuber arrested) પોલીસના સ્પેશિયલ સેલે પત્રકાર ઝુબેરની ધરપકડ કરી છે. ઝુબૈરને POCSO કેસ સંબંધિત એક કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં (Journalist arrested for instigating on social media) આવ્યો હતો, જેમાં હાઈકોર્ટ દ્વારા તેની ધરપકડ પર રોક (Arrested for spreading hatred on social media) લગાવવામાં આવી છે. પરંતુ આ કેસમાં પૂછપરછના બહાને સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવા બદલ તેની ધરપકડ કરવામાં (journalist zuber arrested in delhi ) આવી છે.

આ પણ વાંચો: અમરનાથ યાત્રાઃ 3 લાખ જેટલા ભાવિકોએ કરાવી નોંધણી,આ સુવિધાઓ પણ મળશે

એક FIRમાં 32 લોકોને આરોપી બનાવ્યા: મળતી માહિતી મુજબ, છેલ્લા એક મહિના દરમિયાન લોકો દ્વારા સોશિયલ મીડિયા પર ઘણી વાંધાજનક ટ્વીટ અને માહિતી મૂકવામાં આવી હતી. આને લઈને ઘણો વિવાદ થયો, ત્યારબાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સોશિયલ મીડિયા પર તપાસ કરવાનું કામ શરૂ કર્યું. સોશિયલ મીડિયાની તપાસ કર્યા પછી, આ સંદર્ભે સ્પેશિયલ સેલ દ્વારા કુલ 19 એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાં રાજકારણીઓ અને પત્રકારો સહિત ઘણા લોકોના નામ હતા. માત્ર એક એફઆઈઆરમાં દિલ્હી પોલીસે 32 લોકોને આરોપી બનાવ્યા હતા. આ મામલે સ્પેશિયલ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચો: મુંબઈના કુર્લામાં 4 માળની ઈમારત ધરાશાયી,અનેક લોકો ફસાયા હોવાની આશંકા

પૂરતા પુરાવા હોવાથી તેની ધરપકડ: સોમવારે સ્પેશિયલ સેલે ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક પત્રકાર ઝુબેરને જૂના (Alt News co-founder Patrakar Zubair) કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. સાંજે, સ્પેશિયલ સેલે તેના પરિવારના સભ્યોને જાણ કરી કે, તેની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ સેલના ડીસીપી કેપીએસ મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, મોહમ્મદ ઝુબેરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તેની સામે પૂરતા પુરાવા હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે, તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યાંથી પોલીસ તેને વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેશે. તેમની સામે IPCની કલમ 153A અને 295A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.