ETV Bharat / bharat

Journalist Soumya Vishwanathan: પત્રકાર સૌમ્યા વિશ્વનાથન હત્યા કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 2:50 PM IST

Updated : Oct 18, 2023, 4:18 PM IST

પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. પાંચ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની 30 સપ્ટેમ્બર 2008ના રોજ સવારે 3:30 વાગ્યે કામ પરથી ઘરે પરત ફરતી વખતે તેમની કારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Journalist Soumya Vishwanathan
Journalist Soumya Vishwanathan

નવી દિલ્હીઃ ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા કેસમાં દિલ્હીની સાકેત કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે દ્વારા પાંચ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની 30 સપ્ટેમ્બર 2008ના રોજ સવારે 3:30 વાગ્યે કામ પરથી ઘરે પરત ફરતી વખતે તેમની કારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગુનેગારોની સજા પર ચર્ચા 26 ઓક્ટોબરે થશે.

પાંચની ધરપકડ: પોલીસે દાવો કર્યો હતો કે તેની હત્યા પાછળ લૂંટનો હેતુ હતો. પોલીસને સૌમ્યાનો મૃતદેહ તેની કારમાંથી મળ્યો હતો. તેની હત્યા માટે પાંચ આરોપી રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક, અજય કુમાર અને અજય શેટ્ટીની ધરપકડ કરવામાં આવી હતી. તે માર્ચ 2009થી કસ્ટડીમાં છે. આ કામ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો તૈનાત કરવામાં આવી હતી. પોલીસે તેની સામે કડક મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) લાગુ કર્યો હતો. બલજીત અને અન્ય બે, રવિ કપૂર અને અમિત શુક્લાને અગાઉ 2009માં આઈટી એક્ઝિક્યુટિવ જિગીશા ઘોષની હત્યામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

પોલીસે કહ્યું હતું કે જિગીશા ઘોષની હત્યામાં વપરાયેલા હથિયારની રિકવરી દ્વારા જ વિશ્વનાથનની હત્યાનો મામલો સામે આવ્યો છે. 2017 માં, કોર્ટે જિગીશા ઘોષ હત્યા કેસમાં રવિ કપૂર અને અમિત શુક્લાને મૃત્યુદંડ અને બલજીત મલિકને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે, પછીના વર્ષે હાઈકોર્ટે રવિ કપૂર અને અમિત શુક્લાની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી અને જીગીશા હત્યા કેસમાં બલજીત મલિકની આજીવન કેદની સજાને યથાવત રાખી.

  1. Haryana Nuh Violence: નૂહ હિંસા કેસમાં કોંગ્રેસના MLA મામન ખાન આજે કોર્ટમાં હાજર થશે, રેગ્યુલર જામીન અંગે આજે નિર્ણય
  2. Mahua Moitra Vs Nishikant Dubey: મહુઆ મોઇત્રા કેસમાં લોકસભાની એથિક્સ કમિટીએ દુબેને મોકલ્યા સમન્સ
Last Updated :Oct 18, 2023, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.