ETV Bharat / bharat

Janasena- TDP Alliance : આંધ્રપ્રદેશમાં જનસેના અને TDP સાથે મળીને લડશે ચૂંટણી: પવન કલ્યાણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 5:17 PM IST

જનસેના પાર્ટી અને TDP આગામી ચૂંટણી સાથે મળીને લડશે. જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણે ગુરુવારે આ માહિતી આપી હતી. બાલકૃષ્ણ અને લોકેશની સાથે પવન ચંદ્રાબાબુને રાજામહેન્દ્રવરમ જેલમાં મળ્યો હતો. બાદમાં રાજમુન્દ્રી સેન્ટ્રલ જેલમાંથી બહાર આવેલા ત્રણેય નેતાઓએ મીડિયા સાથે વાત કરી હતી.

Etv BharatJanasena- TDP Alliance
Etv BharatJanasena- TDP Alliance

અમરાવતી: જનસેના પાર્ટી (JSP) અને તેલુગુ દેશમ પાર્ટી (TDP) આંધ્ર પ્રદેશમાં આગામી ચૂંટણી માટે ગઠબંધન કરશે. આ માહિતી જનસેના પાર્ટી (JSP)ના નેતા પવન કલ્યાણે આપી હતી. પવન કલ્યાણે કહ્યું, "આંધ્રપ્રદેશ YSRCPનો બોજ સહન કરી શકે તેમ નથી. મેં આજે નક્કી કર્યું છે કે, જનસેના અને ટીડીપી આગામી ચૂંટણીઓ સાથે મળીને લડશે.

ચંદ્રબાબુ નાયડુ સાથે જેલમાં મુલાકાતઃ જનસેનાના નેતા પવન કલ્યાણ અને ટીડીપીના ધારાસભ્ય એન. બાલકૃષ્ણને રાજમુન્દ્રી ગુરુવારે પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુને જેલમાં મળ્યા હતા. સેન્ટ્રલ જેલની બહાર TDP ચીફ એન. ચંદ્રબાબુ નાયડુને મળ્યા બાદ પવન કલ્યાણે આ મોટી જાહેરાત કરી હતી.

લાંબા સમયથી ગઠબંધન વિશે વિચારી રહ્યા હતાઃ બંને લોકપ્રિય ટોલીવુડ અભિનેતા પવન કલ્યાણ અને બાલકૃષ્ણ બપોરે 12 વાગ્યે નાયડુને મળ્યા હતા. આ દરમિયાન ટીડીપીના મહાસચિવ અને નાયડુના પુત્ર નારા લોકેશ પણ તેમની સાથે હાજર હતા. કલ્યાણે કહ્યું કે, તેઓ લાંબા સમયથી જનસેના અને ટીડીપીના ગઠબંધન વિશે વિચારી રહ્યા હતા અને ચંદ્રબાબુ નાયડુની ધરપકડ બાદ તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. કલ્યાણે નાયડુના પુત્ર અને પાર્ટીના મહાસચિવ નારા લોકેશ અને હિન્દુપુરના ધારાસભ્ય અને નાયડુના સાળા સાથે પત્રકારો સાથે વાત કરી હતી.

ચંદ્રાબાબુની ધરપકડની નિંદા કરીઃ પવન કલ્યાણે કહ્યું, "આંધ્ર પ્રદેશ YSRCPને સહન કરી શકે નહીં. મેં આજે નિર્ણય લીધો છે. જનસેના અને TDP આગામી ચૂંટણીઓ સાથે મળીને લડશે." ચંદ્રાબાબુની ધરપકડની નિંદા કરતા કલ્યાણે કહ્યું કે, તેઓ માત્ર ધરપકડની નિંદા કરીને અને પોતાનો ચુકાદો આપીને છોડશે નહીં. તેના બદલે આજે ચંદ્રબાબુ નાયડુ અને તેમની મુલાકાત આંધ્રપ્રદેશ માટે મહત્વપૂર્ણ ઘટના છે.

આ પણ વાંચોઃ

  1. Chandrababu Naidu Arrested : ચંદ્રબાબુ નાયડુની ધરપકડ બાદ સમગ્ર આંધ્રમાં TDP નેતાઓનું વિરોધ પ્રદર્શન
  2. Telegu people with Ramoji Rao : ચંદ્રાબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના સીએમની કરી ટીકા, રામોજી ગ્રુપના ચેરમેનને હેરાન કરવાનો લગાવ્યો આરોપ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.