ETV Bharat / bharat

બુટમાં સંતાડયું હતું 19.45 લાખનું પ્રવાહી સ્વરૂપમાં સોનું, જયપુર એરપોર્ટ પર ફૂટયો ભાંડો

author img

By

Published : Mar 25, 2022, 4:55 PM IST

જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી (Jaipur International Airport)કસ્ટમ વિભાગ દ્વારા 19 લાખ 45 હજાર રૂપિયાનું સોનું ઝડપાયું (Jaipur International Airport Gold Smuggler caught) છે. પ્રવાસીએ દુબઈથી સોનાની દાણચોરી કરી હતી અને બુટના તળિયામાં સોનું છુપાવ્યું હતું.

બુટમાં સંતાડયું હતું 19 લાખનું સોનું, જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યો
બુટમાં સંતાડયું હતું 19 લાખનું સોનું, જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યો

જયપુર: જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ (Jaipur International Airport) પર એક પછી એક સોનાની દાણચોરીના કિસ્સાઓ ઝડપાઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં જ સોનાની દાણચોરીની ઘટનાઓ વિચિત્ર રીતે સામે આવી છે. આ વખતે તસ્કરે બુટમાં સોનું સંતાડી (Jaipur International Airport Gold Smuggler caught) દીધું હતું. કસ્ટમ વિભાગની ટીમે એરપોર્ટ પરથી 369.900 ગ્રામ દાણચોરીનું સોનું પકડ્યું છે, જેની કિંમત આશરે 19.45 લાખ જણાવવામાં આવી રહી છે. દુબઈથી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં પેસેન્જર દાણચોરીનું સોનું લઈને જયપુર પહોંચ્યો હતો.

આ પણ વાંચો: Bootlegger in Valsad: બાઈકની પેટ્રોલની ટાંકીમાં દારૂની હેરાફેરી કરનારા બુટલેગરો ફિલ્મી ઢબે ઝડપયાં

સોનું લેનાર અને આપનાર બંને ઝડપાયાઃ કસ્ટમ વિભાગે પેસેન્જરને એરપોર્ટથી બહાર જતી વખતે પકડી પાડ્યો હતો. આ વખતે કસ્ટમ વિભાગની ટીમે સોનું આપનાર અને લેનાર બંનેને પકડી લીધા હતા. યાત્રી એરપોર્ટની બહાર રિસીવરને સોનું આપી રહ્યો હતો, તે દરમિયાન કસ્ટમની ટીમે બંનેને પકડી લીધા હતા. પેસેન્જરના પગરખાંનો તળિયો પ્રવાહી સ્વરૂપમાં સોનાથી ભરેલો હતો. કસ્ટમ કમિશનર રાહુલ નાંગરેના નિર્દેશન હેઠળ આસિસ્ટન્ટ કમિશનર બીબી અટલના નેતૃત્વમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કસ્ટમ વિભાગની ટીમે પીછો કર્યો: કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેસેન્જર ગુરુવારે સ્પાઈસ જેટની ફ્લાઈટ નંબર SG-713માં જયપુર એરપોર્ટ પહોંચ્યો હતો. મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતાં કસ્ટમ વિભાગની ટીમે પીછો કર્યો હતો. અન્ય એક વ્યક્તિ યાત્રીનો સામાન લેવા માટે એરપોર્ટની બહાર આવ્યો હતો. એરપોર્ટથી બહાર નીકળ્યા બાદ કસ્ટમ્સની ટીમે પૂછપરછ શરૂ કરતાં જ પેસેન્જર ભડકી ગયો અને સંતોષકારક જવાબ આપી શક્યો નહીં.

આ પણ વાંચો: Fake Doctors In Patan: પાટણમાંથી ડિગ્રી વગરના 2 તબીબોને SOG પોલીસે ઝડપ્યાં, 10 હજારનો મુદ્દામાલ જપ્ત

પ્રવાહી સ્વરૂપમાં સોનું: મુસાફર પોતાનો સામાન બહાર અન્ય વ્યક્તિને આપી રહ્યો હતો. શંકાના આધારે કસ્ટમ વિભાગની ટીમે પેસેન્જરના સામાનની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન મુસાફરના બુટની અંદરથી સખત કાગળથી વીંટાળેલી બે પારદર્શક પોલિથીન કેપ્સ્યુલ મળી આવી હતી, જેમાં પીળા દાણાદાર પેસ્ટના રૂપમાં સોનું છુપાયેલું હતું. આ પછી મુસાફરે કબૂલ્યું કે, તે જેને સામાન આપી રહ્યો હતો તે સોનું લેવા આવ્યો હતો. કસ્ટમ વિભાગની ટીમે જ્યારે સોનાનું વજન કર્યું, ત્યારે તે 369.900 ગ્રામ હોવાનું જણાયું હતું. કસ્ટમ વિભાગે કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ સોનું જપ્ત કર્યું હતું. બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.