ETV Bharat / bharat

IPL 2022 : રાજસ્થાન સામે ગુજરાતનો ભવ્ય વિજય, ગુજરાત પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંકે

author img

By

Published : Apr 15, 2022, 6:32 AM IST

Updated : Apr 15, 2022, 6:46 AM IST

ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાયેલ 24મી મેચમાં(Rajasthan Royals vs Gujarat Titans) ગુજરાતનો 37 રને વિજય થયો હતો(Gujarat Titans Won Match). 192ના લક્ષ્યાંક સામે રાજસ્થાન 20 ઓવરમાં 09 વિકેટે 155 રન જ બનાવી શકી હતી.

IPL 2022:
IPL 2022:

ન્યુઝ ડેસ્ક : મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે IPL 2022 ની 24મી મેચમાં રાજસ્થાન અને ગુજરાત આમને સામને(Rajasthan Royals vs Gujarat Titans) હતા. જેમાં રાજસ્થાનના કેપ્ટને ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો ફેસલો કર્યો હતો. સામે ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 192 રન બનાવ્યા હતા. રાજસ્થાનને જીત માટે 193નો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો પરંતુ તે ટીમ પોતાના નિર્ધારીત લક્ષ્યાંક સુધી પહોચી શકી નહી અને હારનો સામનો કરવો પડ્યો(Rajasthan Royals loss Match) હતો.

પંડ્યાના પાવરે ગુજરાત જીત્યું - ટોસ જીતીને સંજુ સેમસને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. શરુઆતમાં ગુજરાત ટાઈટન્સની સ્થિતિ ખરાબ જોવા મળી રહી પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યાની 50 બોલમાં 87 રનની ધમાકેદાર બેટીંગથી ગુજરાતે 192 રનનો સનમાન જનક સ્કોર કર્યો હતો. લોકી ફર્ગ્યુસન (3/23) અને યશ દયાલ (3/40) ની બોલિંગને કારણે, ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 37 રનથી હરાવ્યું હતું.

193 રનનો આપ્યો લક્ષ્યાંક - ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. આરઆર ટીમ તરફથી જોસ બટલરે અડધી સદી ફટકારીને 54 રન બનાવ્યા હતા. આ સાથે જ IPL પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ નંબર વન પર પહોંચી ગઈ છે અને KKR બીજા નંબર પર છે. ગુજરાતના 193 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે સારી શરૂઆત કરી હતી. ઓપનર જોસ બટલરે પહેલી જ ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.

રાજસ્થાનની ધમાકેદાર શરુઆત - બીજી ઓવરમાં બોલર યશે રાજસ્થાનની ટીમને જોરદાર ઝટકો આપ્યો હતો, જેમાં ડેબ્યૂ કરનાર બોલર યશ દયાલે ગુજરાત તરફથી દેવદત્ત પડિકલ (0)ને પેવેલિયન મોકલી દીધો હતો. બેટ્સમેનના આઉટ થયા બાદ ઓલરાઉન્ડર અશ્વિને બટલર સાથે મળીને બેટિંગની કમાન સંભાળી હતી. બીજી તરફ, જોસ બટલરે યશ દયાલની બીજી ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો અને ઓવરમાં કુલ 18 રન બનાવ્યા. ચાર ઓવર પછી રાજસ્થાનનો સ્કોર એક વિકેટે 49 રન હતો. રાજસ્થાને તેની બીજી વિકેટ અશ્વિનના રૂપમાં ગુમાવી હતી. અશ્વિનને ત્રીજા નંબરે બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે આઠ રન બનાવીને ફર્ગ્યુસને આઉટ થયો હતો.

બટલરે સંભાળી ટીમની કમાન - એક તરફ ટીમની વિકેટો પડી રહી હતી તો બીજી તરફ જોસ બટલરે શાનદાર ઇનિંગ રમીને 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોસ બટલર અડધી સદી ફટકાર્યા બાદ બીજા જ બોલ પર આઉટ થયો હતો. લોકી ફર્ગ્યુસને તેની પહેલી જ ઓવરમાં બે વિકેટ લીધી હતી. તેણે પહેલા અશ્વિનને આઉટ કર્યો અને પછી છેલ્લા બોલ પર બટલરને (54) ક્લીન બોલ્ડ કર્યો. તેના આઉટ થયા બાદ સંજુ સેમસને ટીમની ઇનિંગ સંભાળી હતી. જોકે, રાજસ્થાને તેની ચોથી વિકેટ કેપ્ટન સંજુ સેમસનના રૂપમાં ગુમાવી હતી. સેમસન (11) રન લેવા માંગતો હતો, પરંતુ હાર્દિકના ઝડપી અને સચોટ થ્રોએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તેમના પછી શિમરોન હેટમાયરે રાસી વેન ડેર ડ્યુસેન સાથે વધુ ભાગીદારી બનાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો.

મિડલ ઓર્ડર ધ્વસ્ત - ત્રીજી ઓવર માટે આવેલા યશ દયાલે વધુ એક વિકેટ પોતાના નામે કરી હતી. તેણે રાસી વાન દાર ડુસેન (6)ને ઓવરના ત્રીજા બોલ પર મેથ્યુ વેડના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. દયાલની ઓવરમાં માત્ર પાંચ રન જ આવ્યા હતા. હવે ધમાકેદાર બેટ્સમેન રિયાન પરાગ ક્રિઝ પર આવ્યો. રાજસ્થાન રોયલ્સની મુશ્કેલીઓ વધી રહી હતી. ટીમે શિમરોન હેટમાયર (29) ની વિકેટ ગુમાવી હતી, જેમના ક્રિઝ પર રહેવાથી ટીમ જીતવાની અપેક્ષા રાખી શકતી હતી. મોહમ્મદ શમીએ તેની ત્રીજી ઓવરમાં બેટ્સમેનને રાહુલ ટીઓટિયાના હાથે કેચ કરાવ્યો હતો. જોકે બીજી તરફ પરાગ ક્રિઝ પર જ રહ્યો હતો. રાજસ્થાને 13 ઓવર રમીને છ વિકેટે 117 રન બનાવ્યા હતા.

37 રને ગુજરાતનો વિજય - આ દરમિયાન રાજસ્થાને તેની સાતમી વિકેટ પણ ગુમાવી હતી. લોકી ફર્ગ્યુસને રિયાન પરાગને ફુલ ટોસ બોલ પર ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પરાગ 16 બોલમાં 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હાર્દિક પંડ્યાએ ઇનિંગમાં બે ઓવર ફેંકી હતી, જેમાં તેણે પ્રથમ ઓવરમાં સાત રન આપ્યા હતા, પરંતુ બીજી ઓવરમાં તેણે એક વિકેટ લીધી હતી. જોકે પંડ્યાએ પોતાના બેટથી 87 રનની અણનમ ઇનિંગ રમી હતી. યશે છેલ્લી ઓવરમાં બીજી વિકેટ લીધી, જેમાં તેણે યુઝવેન્દ્ર ચહલ (5)ને શંકરના હાથે કેચ કરાવ્યો. શાનદાર બોલિંગ અને બેટિંગના કારણે ટીમે રાજસ્થાન રોયલ્સને 20 ઓવરમાં નવ વિકેટે 155 રનમાં રોકી દીધું અને 37 રનથી મેચ જીતી લીધી.

Last Updated : Apr 15, 2022, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.