ETV Bharat / bharat

IPL 2022: બેંગ્લોરે મુંબઈને 7 વિકેટે હરાવ્યું, MIની સતત ચોથી હાર

author img

By

Published : Apr 10, 2022, 7:17 AM IST

IPL 2022ની 18મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (IPL 2022) મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે RCB પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી (RCB vs MI ) ગયું છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ RCB સામે 152 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને ટીમે 9 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. RCB તરફથી અનુજ રાવતે 66 અને વિરાટ કોહલીએ 48 રન બનાવ્યા હતા.

IPL 2022: બેંગ્લોરે મુંબઈને 7 વિકેટે હરાવ્યું, MIની સતત ચોથી હાર
IPL 2022: બેંગ્લોરે મુંબઈને 7 વિકેટે હરાવ્યું, MIની સતત ચોથી હાર

મુંબઈ: અનુજ રાવત (66) અને વિરાટ કોહલી (48)ની જોરદાર બેટિંગને (IPL 2022) કારણે શનિવારે મહારાષ્ટ્ર ક્રિકેટ (RCB vs MI ) એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 18મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 7 વિકેટે હરાવ્યું હતું.

આ પણ વાંચો: IPL 2022 : લખનઉ સુપર જાયન્ટ્સ તેની સતત ત્રણ જીત બાદ ચોથી મેચ હારી

મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી: રાવત અને કોહલી વચ્ચે બીજી વિકેટ માટે 80 રનની મોટી ભાગીદારી થઈ હતી. મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. મુંબઈ તેની ચોથી મેચ હારીને IPL પોઈન્ટ ટેબલમાં તળિયે આવી ગયું અને 10માં સ્થાને નોંધાયું. મુંબઈ દ્વારા આપવામાં આવેલા 152 રનના ટાર્ગેટનો પીછો કરતા RCBની શરૂઆત સારી રહી હતી. MIએ જયદેવ ઉનડકટ સાથે બોલિંગની શરૂઆત કરી હતી. તે પોતાની પ્રથમ ઓવરમાં જ ઘણો મોંઘો સાબિત થયો હતો. તેની ઓવરમાં અનુજ રાવતે સતત બે સિક્સર ફટકારીને 13 રન બનાવ્યા હતા.

અડધી સદીની ભાગીદારી: બેંગ્લોરે પ્રથમ પાવરપ્લેમાં એક પણ વિકેટ ગુમાવી ન હતી અને 30 રન બનાવ્યા હતા. આ સાથે જ બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ અને અનુજ રાવત વચ્ચે પ્રથમ વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પણ થઈ છે. જોકે, જયદેવ ઉનડકટે પોતાની બીજી ઓવરમાં ફાફ ડુ પ્લેસિસના રૂપમાં આરસીબીને પહેલો ઝટકો આપ્યો હતો. બોલરે તેને સૂર્યકુમારના હાથે કેચ કરાવ્યો હતો. જ્યાં બેટ્સમેને 24 બોલમાં 16 રન બનાવ્યા હતા. તેના પછી બેટ્સમેન વિરાટ કોહલીએ ઇનિંગની આગેવાની લીધી અને અનુજ રાવત સાથે શાનદાર ઇનિંગ રમી. બંને બેટ્સમેનોએ ઝડપી રન બનાવ્યા.

કોહલીએ 48 રન બનાવ્યા: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર અનુજ રાવતે શાનદાર બેટિંગ કરતા 38 બોલમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. રમનદીપ સિંહે અનુજ રાવતના રૂપમાં આરસીબીને બીજો ઝટકો આપ્યો હતો, તેણે 47 બોલમાં 6 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 66 રનની ઇનિંગ રમી હતી. તેના પછી, અન્ય બેટ્સમેન દિનેશ કાર્તિક ક્રિઝ પર આવ્યો, જેણે શાનદાર બેટિંગ કરીને RCBને તેની પાછલી મેચમાં જીત અપાવી. તેમજ તેની બીજી મેચ રમી રહેલા ઓલરાઉન્ડર બ્રેવિસે વિરાટ કોહલીને અડધી સદી ફટકારતા રોક્યો અને તેને એલબીડબ્લ્યુ આઉટ કર્યો. આ દરમિયાન કોહલીએ 36 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: IPL 2022 : આજે CSK vs SRH અને RCB vs MI વચ્ચે જામશે ટક્કર, જાણો કઇ મેચ કયા સમય પર રમાશે

RCB પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર: કોહલીના આઉટ થયા બાદ પોતાની પ્રથમ મેચ રમી રહેલા ગ્લેન મેક્સવેલે કાર્તિક સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી અને આવતાની સાથે જ 2 ચોગ્ગા ફટકારીને મેચ આરસીબીના કોથળામાં નાખી દીધી હતી. આ દરમિયાન કાર્તિક સાત રન અને મેક્સવેલ 8 રન બનાવીને અણનમ રહ્યા હતા અને ટીમે સાત વિકેટે મેચ જીતી લીધી હતી. આરસીબીએ 18.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. MIના બોલર જયદેવ ઉનડકટ અને બ્રેવિસે 1-1 વિકેટ લીધી હતી. RCB આ મેચ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર પહોંચી ગયું છે અને તેણે ચારમાંથી ત્રણ મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.