ETV Bharat / bharat

IPL 2022 : લખનઉને હરાવીને ગુજરાત પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની

author img

By

Published : May 11, 2022, 6:20 AM IST

Updated : May 11, 2022, 8:39 AM IST

IPL 2022
IPL 2022

IPLની 57મી મેચમાં(57th match of IPL) ગુજરાત ટાઇટન્સે(Gujarat Titans) લખનૌ સુપર જાયન્ટ્સને(Lucknow Super Giants) 62 રને હરાવીને પ્લેઓફની ટિકિટ જીતી લીધી છે. ગુજરાતના 18 પોઈન્ટ છે અને તે પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં સુપર જાયન્ટ્સની ટીમ 13.5 ઓવરમાં 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022(IPL 2022) ની 57મી લીગ મેચ(57th match of IPL) લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ(Lucknow Super Giants vs Gujarat Titans) વચ્ચે પુણેમાં રમાઈ હતી. ગુજરાતે આ મેચ 62 રને જીતીને IPLની આ સિઝનના પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે ચાર વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. હવે લખનૌને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં લખનૌની ટીમ 13.5 ઓવરમાં 82 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી અને 62 રનના માર્જિનથી મેચ હારી ગઈ હતી

આ પણ વાંચો - IPL 2022: KKRએ MIને 52 રને હરાવ્યું, IPLમાં બુમરાહનું શ્રેષ્ઠ પ્રદર્શન કામ ન આવ્યું

પ્લેઓફમાં ગુજરાતનો પ્રવેશ - આ મેચમાં ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. રિદ્ધિમાન સાહા 5 રન બનાવીને આઉટ થયો હતો. મેથ્યુ વેડ 10 રન બનાવી શક્યો હતો. હાર્દિક પંડ્યા 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ડેવિડ મિલર 26 અને શુભમન ગિલ 63 અને રાહુલ ટીઓટિયા 22 રને અણનમ પરત ફર્યા બાદ આઉટ થયા હતા.

આ પણ વાંચો - IPL 2022: શું મેનેજમેન્ટની બિનજરૂરી દખલગીરીને કારણે KKRનો પ્રદર્શન ગ્રાફ નીચે આવ્યો

Last Updated :May 11, 2022, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.