ETV Bharat / bharat

IPL 2022: CSK સામે RCB થયું ઢેર, CSKએ મેળવી પ્રથમ જીત

author img

By

Published : Apr 13, 2022, 6:30 AM IST

Updated : Apr 13, 2022, 6:46 AM IST

IPL 2022
IPL 2022

CSK અને RCB વચ્ચેની રમાયેલ મેચમાં(CSK vs RCB) RCBએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય RCB માટે ખરાબ સાબિત થયો હતો. CSK એ પ્રથમ બેટીંગ કરતા ઉથ્થાપા અને શિવમની શાનદાર બેટીંગથી 4 વિકેટે 216 રનનો સ્કોર બનાવ્યો હતો. તેમજ RCB 20 ઓવરમાં ફક્ત 193 રન જ બનાવી શકી અને 23 રને હારનો સામનો કરવો પડ્યો. આ સાથે IPL 2022માં CSK એ તેની જીતનું(CSK Won the first Match) ખાતું પણ ખોલાવ્યું છે.

ન્યુઝ ડેસ્ક : CSK અને RCB વચ્ચેની મેચમાં(CSK vs RCB) ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 216 રન બનાવ્યા હતા, જેમાં શિવમ દુબે અણનમ 95 અને રોબિન ઉથપ્પાએ 88 રના ફટકાર્યા હતા. 20 ઓવરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 9 વિકેટે 193 જ બનાવી શક્યું અને 23 રનથી હારનો સામનો(RCB Lost The Match) કરવો પડ્યો હતો.

આ પણ વાંચો - Exclusive: ભારતમાં મહિલા IPL પર સંકટના વાદળો ઘેરાયા

CSKની શાનદાર જીત - CSKએ મંગળવારે ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે RCB સામે રમાયેલ મેચમાં RCBને 23 રનથી માત આપી હતી. આ સાથે CSKની આ પ્રથમ જીત પણ હતી. CSK તરફથી શિવમ દુબેએ અણનમ 95 રન અને રોબિન ઉથપ્પાએ 88 રનની શાનદાર ઇનિંગ રમી હતી. CSK તરફથી બોલિંગ કરતા મહેશ તિક્ષાના 4 અને સુકાની રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો - IPL 2022:ગાવસ્કરે બ્રિટિશ કોમેન્ટેટરને પૂછ્યું, તમે ભારતને કોહીનૂર ક્યારે પરત કરી રહ્યા છો?

Last Updated :Apr 13, 2022, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.