ETV Bharat / bharat

અનિદ્રાના રોગોમાં Ayurveda સારવાર ઉપયોગી

author img

By

Published : Jul 3, 2021, 5:47 PM IST

અનિદ્રા, (Insomnia) ઊંઘનો અભાવ (Difficulty In Sleeping) એ એવી સમસ્યા છે જે ઘણી વધુ ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે. પરંતુ આવી ઘણી પ્રક્રિયાઓ, ઉપાય અને ઔષધિઓનું આયુર્વેદમાં (Ayurveda) વર્ણન કરવામાં આવ્યું છે. જેને અપનાવીને અનિદ્રાની સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.

અનિદ્રાના રોગોમાં Ayurveda સારવાર ઉપયોગી
અનિદ્રાના રોગોમાં Ayurveda સારવાર ઉપયોગી

  • અનિંદ્રા (Insomnia) સહિતના ઊંઘને લગતાં રોગ મોટી સમસ્યા
  • આયુર્વેદ દ્વારા સારવાર થઈ શકે છે ઉપયોગી
  • અનિદ્રા દૂર કરવા આયુર્વેદમાં ઉપાય, ઉપચાર અને પ્રક્રિયાઓ ઉપલબ્ધ

અનિદ્રા (Insomnia) એક સમસ્યા છે જે આપણા સમગ્ર સ્વાસ્થ્યને ગંભીરતાથી અસર કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે સામાન્ય રીતે 30થી 60 વર્ષની વયના લોકો અનિદ્રાની સંભાવના વધારે હોય છે. તો 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આ સમસ્યા વધુ ગંભીર સ્વરૂપમાં જોઈ શકાય છે. ઈટીવી ભારત સુખીભવ (ETV Bharat Sukhibhav) એ આસિસ્ટન્ટ પ્રોફેસર અને એમ.ડી. આયુર્વેદ, એસ.એ.એસ.એ.એસ., ડો.એસ.યાસ્મીન સાથે આ અંગે વાત કરી હતી.

મેલાટોટિનની ઊણપથી થાય છે ઊંઘ સંબંધી સમસ્યા Insomnia

ડૉ. યાસ્મિન જણાવે છે કે ઊંઘની સમસ્યાઓ (Insomnia) સામાન્ય રીતે મેલાટોનિન હોર્મોનની ઉણપને કારણે થાય છે. જેનો રાત્રિ સમયે પિનિયલ ગ્રંથી દ્વારા સ્ત્રાવ કરવામાં આવે છે. આ હોર્મોન ઊંઘ અને જાગૃતિ ચક્રને નિયંત્રિત કરે છે. સારી ગુણવત્તાની ઊંઘ આપણા એકંદર સ્વાસ્થ્ય માટે તેમજ સારી મેમરી અને એકાગ્રતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઊંંઘના અભાવના પરિણામે લોકોને આરોગ્યની સમસ્યાઓ જેવી કે હાઈબ્લડ પ્રેશર, મેદસ્વીપણા, જઠરાંત્રિય સમસ્યાઓ, સંકલનનો અભાવ, એકાગ્રતાનો અભાવ વગેરે થઈ શકે છે.
Insomniaનું વર્ગીકરણ

ડો. યાસ્મીન જણાવે છે કે અનિદ્રાને મોટાભાગે બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

1.પ્રાથમિક અનિદ્રા

આ પ્રકારનો અનિદ્રા (Insomnia) આરોગ્યની સ્થિતિ અથવા રોગોથી સંબંધિત નથી, પરંતુ તે ખાસ સંજોગોમાં સર્જાયેલા તણાવને કારણે થઈ શકે છે. આ ઉપરાંત, અવાજ, પ્રકાશ અને હવામાન જેવા પર્યાવરણીય પરિબળો અને પાળીમાં કામ કરવા પર અને જેટ લેગ પણ ઊંઘને અસર કરી શકે છે.

2.માધ્યમિક અનિદ્રા

આ પ્રકારની અનિદ્રા (Insomnia)મૂળભૂત રીતે સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે અસ્થમા, સંધિવા, કેન્સર, હાઈબ્લડ પ્રેશર, મેનોપોઝ, હાર્ટબર્ન વગેરેને કારણે થઈ શકે છે. આ ઉપરાંત, દુખાવો, એલર્જી, નશીલા પદાર્થોનો ઉપયોગ (આલ્કોહોલ, તમાકુ, કેફીન) અને અમુક દવાઓ પણ ઊંઘ ન આવવાનું કારણ બની શકે છે. ખાસ કરીને માનસિક સમસ્યાઓ જેવી કે અસ્વસ્થતા અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ અને સ્લીપ એપનિયા અથવા બેચેન લેગ સિન્ડ્રોમ જેવી ઊંઘ સંબંધિત સમસ્યાઓ ઊંઘ ન આવવાનું અથવા ઓછી આવવાનું કારણ બની શકે છે.

આ પણ વાંચોઃ આજે સમગ્ર વિશ્વમાં ઊંઘ દિવસની ઉજવણી

આ ઉપરાંત, અનિદ્રાના (Insomnia) અન્ય ત્રણ પ્રકારોને પણ માન્યતા મળી છે. જે સમસ્યાના સમયગાળાના આધારે વર્ગીકૃત કરી શકાય છે. જે આ પ્રકારે છે.

• ક્ષણિક નિદ્રા- Insomniaની આ અવસ્થા એક રાતથી લઇ એક અઠવાડિયા સુધી ચાલી શકે છે. આ સામાન્ય રીતે નવા અથવા બદલાતા વાતાવરણમાં પ્રવાસ અથવા સૂવાના કારણે ઊંઘની સામાન્ય પદ્ધતિમાં ફેરફારને કારણે થઈ શકે છે.

• અલ્પકાલીન નિદ્રા- આ અવસ્થા 2-3 અઠવાડિયા સુધી રહી શકે છે અને સામાન્યપણે તણાવ કે ચિંતા જેવા ભાવનાત્મક કારણોના લીધે થાય છે.

• જૂની અનિદ્રા- જૂની અનિદ્રાની (Insomnia) સમસ્યામાં આ સ્થિતિ એક મહિનો કે તેનાથી વધુ સમય રહી શકે છે.

અનિદ્રાના (Insomnia) લક્ષણો

ડો. યાસ્મીન અનિદ્રાના લક્ષણો જણાવે છે. જે આ મુજબ છે.

  • અનિદ્રામાં આયુર્વેદ કઈ રીતે મદદ કરી શકે છેતંદ્રાભરી નીંદર
  • બગાસા ખાવાંં
  • બેચેની / અસ્વસ્થતા
  • થાક અને સુસ્તી
  • માથાનો દુખાવો
  • ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા
  • વિસ્મૃતિ
  • નબળી સંવેદનાત્મક દ્રષ્ટિ
  • અપચો
  • કબજિયાત અને
  • વજનમાં ઘટાડો

ડો.યાસ્મિન કહે છે કે આયુર્વેદમાં અનિદ્રાને (Insomnia) દૂર કરવા માટે ઘણા ઉપાયો, પ્રક્રિયાઓ અને ઔષધિઓ છે જેનો ઉપયોગ કરી શકાય છે. જેમાંથી કેટલાક નીચે મુજબ છે.

પ્રક્રિયાઓ

  • અભ્યંગ તેલથી શરીરની માલીશ કરવી
  • ચક્ષુ તર્પણ ઔષધિય તેલથી આંખ આંજવી
  • શિરોલેપમ માથામાં હર્બલ પેસ્ટ ઉપચાર
  • મુખલેપમ ચહેરા માટે હર્બલ પેસ્ટ ઉપચાર
  • શિરોધારા માથા પર તેલની ધારનો પ્રયોગ
  • શિરોબસ્તી ઔષધિય તેલને માથાની ચારેતરફ અને એક ટોપીમાં રાખી તેને કેટલોક સમય રાખી મૂકવું
  • પાદ અભ્યાસ પગના તળીયાંમાં તેલની માલીશ

ઉપાય

રાતે અડધા ગ્લાસ દૂધમાં 10-10 મિલી એરંડીયું નાખીને પીવું

ઉપચાર

જડીબૂટીઓ- એવી ઘણી જડીબૂટીઓ છે જે અનિદ્રાની (Insomnia) સમસ્યાને દૂર કરવામાં 7-14 દિવસની અંદર મદદરૂપ થઈ શકે છે. જેમ કે અશ્વગંધા, જટામાંસી, બ્રાહ્મી, મંડુકપર્ણી, મમ્સ્યાદિ કથ્થો, સર્પગંધાદિ વટી વગેરે.

માનસિક ઉપચાર

માનસિક ઉપચારથી મન શાંત થાય છે.આમાં સારી ગંધ, અવાજ અથવા સુખદ સ્પર્શ, સકારાત્મક વિચારો અને સંતોષની ભાવના રાખવી ખૂબ મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત યોગ અને ધ્યાન તણાવ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે, જે અનિદ્રાનું (Insomnia) એક મુખ્ય કારણ છે.

ડો.યાસ્મિન કહે છે કે આ ઉપાયો અથવા અન્ય કોઈ પ્રકારની સારવાર અપનાવતાં પહેલાં આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ પૂરતી ઊંઘ: વ્યગ્રતા અને તાણ ઘટાડવા માટેની શ્રેષ્ઠ દવા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.