ETV Bharat / bharat

યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓનો રોષ, ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓ પર ઠાલવ્યો ગુસ્સો

author img

By

Published : Feb 26, 2022, 7:17 PM IST

રશિયન બોમ્બ ધડાકા વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને (Indian students trapped in Ukraine) બહાર કાઢવામાં (Indians stranded in Ukraine) થઈ રહેલા વિલંબને લઈને ભારત સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓએ વીડિયો જાહેર (students released video) કર્યો છે અને ભારત સરકારને અપીલ કરી છે કે, તેમને શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી બહાર કાઢવામાં (IMMEDIATE EVACUATION) આવે.

યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનો રોષ, ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓ પર ઠાલવ્યો ગુસ્સો
યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનો રોષ, ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓ પર ઠાલવ્યો ગુસ્સો

હૈદરાબાદ: રશિયન હુમલા વચ્ચે હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં (Indians stranded in Ukraine) ફસાયેલા છે અને તેઓ ભારત સરકાર (Indian students trapped in Ukraine) પાસે મદદની વિનંતી કરી રહ્યા છે. યુક્રેન અને રોમાનિયાની બોર્ડર પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ એક વિડિયો જાહેર (students released video) કરીને તેમને જલદીથી ત્યાંથી બહાર કાઢવાની અપીલ કરી છે. વીડિયોમાં વિદ્યાર્થીઓ બેહાલ દેખાઈ રહ્યા છે અને તેમને અત્યાર સુધી બહાર ન કાઢવા (IMMEDIATE EVACUATION) બદલ સરકાર સામે પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો : એર ઈન્ડિયાનું વિમાન 250 ભારતીયોને લઈને બુખારેસ્ટથી થયું રવાના, રાત્રે પહોંચશે મુંબઈ

વિદ્યાર્થીઓ ઇન્ડિયન એમ્બેસીમાં આશરો લઈ રહ્યા છે

સેંકડો વિદ્યાર્થીઓ ઇન્ડિયન એમ્બેસીમાં આશરો લઈ રહ્યા છે અને તેઓને બહાર કાઢવા માટે કડક પગલાં લેવા ભારતીય રાજદ્વારીઓને અપીલ કરી રહ્યા છે. અહીં વિદ્યાર્થીઓનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. વિદ્યાર્થીઓ ભારતીય અધિકારીની સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા (Anger at Indian embassy officials) જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ભારત સરકાર માત્ર એવા સ્થળોએથી વિદ્યાર્થીઓને બહાર કાઢી રહી છે જ્યાં કોઈ જોખમ નથી. જ્યારે યુક્રેનની રાજધાની કિવમાં સતત બોમ્બ ધડાકા થઈ રહ્યા છે, પરંતુ અમને બહાર કાઢવા માટે કોઈ પહેલ કરવામાં આવી નથી.

સરકાર વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાની ખાતરી આપી

રક્ષાપ્રધાન રાજનાથ સિંહે યુક્રેનની સ્થિતિ વિશે કહ્યું કે, ભારતના વિદેશ મંત્રીએ યુક્રેનના વિદેશ મંત્રી સાથે વાત કરી છે અને વિદ્યાર્થીઓને સુરક્ષિત લાવવાની વ્યવસ્થા (Arrangements to bring students safely) ચાલુ છે. રાજનાથ સિંહે કહ્યું કે, સીસીએસની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું હતું કે, તેઓ બધાને લાવશે. તેમનો ખર્ચ ભારત સરકાર ઉઠાવશે. એવું નથી કે સીસીએસની બેઠક બાદ તેમને પરત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો : યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવાની તૈયારીઓ ચાલી રહી છેઃ સંરક્ષણ પ્રધાન

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ બાળકો ભારત પહોંચશે

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે હું યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને ખાતરી આપવા માંગુ છું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ બાળકો ભારત પહોંચશે. ભારત સરકાર સંપૂર્ણ જવાબદારી સાથે કામ કરી રહી છે. કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુભાષ સરકારે કહ્યું કે ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા અમારા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. બે વિમાન આજે રવાના થયા છે. સરકાર ચોક્કસપણે દરેકને પરત લાવશે. અમારી હેલ્પલાઇન પર આવતા તમામ કોલની નોંધ લેવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.