ETV Bharat / bharat

ભારતીય નૌસેનાએ નવા કૌશલ્યો વિક્સાવવા માટે કરેલા નિર્ણયોની એક ઝલક

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2023, 7:42 PM IST

ભારતીય નૌસેનાએ નવા કૌશલ્યો વિક્સાવવા માટે કરેલા નિર્ણયોની એક ઝલક
ભારતીય નૌસેનાએ નવા કૌશલ્યો વિક્સાવવા માટે કરેલા નિર્ણયોની એક ઝલક

ભારતીય નેવી 7,800 કિમીથી વધુ લંબાઈના દરિયાઈ સરહદની સુરક્ષાની પડકારજનક ફરજ નિભાવે છે. હિંદ મહાસાગરમાં સામુદ્રિક માર્ગોને સુરક્ષિત કરવા ઉપરાંત નેવી માદક દ્રવ્યોની હેરફેર, હથિયાર બંધ લૂંટફાટ, હ્યુમન ટ્રાફિકિંગ, આતંકવાદ, દરિયાઈ ગુનાહિત પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર પ્રવાસ, ગેરકાયદેસર માછીમારી રોકવી તેમજ કુદરતી સંકટોમાં રાહત કાર્યો જેવી ફરજો રાત દિવસ ખડે પગે નિભાવે છે. વાંચો ઈન્ડિય નેવીના નવા કલેવર વિશે ડૉ. રવેલા ભાનુ ક્રિષ્ણા કિરણનો ખાસ અહેવાલ. Indian Navy The Emerging Naval Prowess

હૈદરાબાદઃ ઈન્ડો પેસિફિકમાં ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેમાં 'સ્ટ્રિંગ ઓફ પર્લ થીયોરી' અને 'હીરાનો હાર' સ્પર્ધા ચરમસીમા પર છે. આ બધા પડકારોનો સામનો કરવા માટે ઈન્ડિયન નેવી વિશ્વમાં શ્રેષ્ઠતમ એવા જહાજો, સબમરિન, વિમાન વાહક જહાજ, માનવ રહિત નાના જહાજો જેવા સંસાધનોથી લેસ છે. સ્ટ્રેટેજી અને ટેકનોલોજીમાં આવેલા પરિવર્તનને પરિણામે ભારતીય નેવીએ પોતાની ભૂમિકા મેરિટાઈમ સ્ટ્રેટેજી ડોક્યુમેન્ટ (2004-2015)માં દર્શાવી છે.

સામુદ્રિક ક્ષેત્રે નવી દિલ્હી માટે બેજિંગ(ચીન) એક મોટો પડકાર છે. ચીને ભારતને દરિયામાં ઘેરવા માટે પાકિસ્તાન, બાંગ્લાદેશ, બર્મા, શ્રીલંકા અને થાઈલેન્ડ પર દબાણ ઊભુ કર્યુ છે. ભારત માટે ચિંતાનો વિષય માત્ર ચીની યુદ્ધ તોપો અને એટોમિક સબમરિન જ નથી, પરંતુ ભારતીય જળ સીમામાં માછીમારી માટે મોટી સંખ્યામાં આવતા મલેશિયા અને ચીની જહાજો પણ છે. આ ઉપરાંત ચીન દરિયાના પાણીની સપાટી નીચે જે હરકતો કરે છે તેનાથી પણ ભારતને જોખમ છે. ડિસેમ્બર 2019થી ફેબ્રુઆરી 2020 સુધીમાં ચીને દરિયાના પાણીની સપાટી નીચે ચીની નેવીએ 12 અન્ડર વોટર ડ્રોનની એક ફ્લીટ સ્ટેન્ડ બાય કરી હતી. જાન્યુઆરી 2023માં ચીને પ્રથમ માનવ રહિત ડ્રોન વાહક ઝુ હાઈ યુન લોન્ચ કર્યુ, જેને દૂરથી નિયંત્રિત કરી શકાય તેમજ તે પોતે પણ જાતે નેવિગેટ થઈ શકે છે. નવી દિલ્હીને ડર છે કે બેજિંગ(ચીન) દરિયાઈ સીક્રેટ મિશન માટે અનમેન્ડ અન્ડરવોટર વ્હીકલ(યુયુવી)નો ઉપયોગ કરે છે. જો દરિયાઈ મેઈન ચેકપોસ્ટ અને મહત્વના સ્થળોએ નિરીક્ષણ વધારી દેવામાં આવે તો આ ગતિવિધિને અટકાવી શકાય છે.

ભારતીય નેવી હવે પોતાને આત્મનિર્ભર બનાવવામાં જોતરાયેલી છે. વિદેશોની નિર્ભરતા છોડીને ભારતીય નેવી 2035 સુધીમાં 175 સામુદ્રિક જહાજો સાથે સજ્જ હશે. જેના માટે 43 જહાજોનું નિર્માણ થઈ રહ્યું છે. 43માંથી 41 જહાજોનું નિર્માણ ભારતીય શિપયાર્ડમાં કરવામાં આવી રહ્યું છે. અન્ય 49 જહાજો અને સબમરિનના નિર્માણનો પ્રસ્તાવ રજૂ કરી દેવાયો છે. ભારતીય નેવીના મેરિટાઈમ કેપેબિલિટી પર્સપેક્ટિવ પ્લાન(2012-27) અંતર્ગત પાંચ કલવરી ક્લાસ સબમરિન અને અન્ય 24 બોટ્સ સામેલ કરવા છતાં 8 બોટની ઘટ પડે છે. ભારત પાસે અત્યારે બે વિમાન વાહક જહાજ છે. આઈએનએસ વિક્રમાદિત્ય અને આઈએનએસ વિક્રાંત. ત્રીજા વિમાનવાહક જહાજ પર હાલ કામ ચાલી રહ્યું છે. જે આઈએનએસ વિક્રાંત જહાજનું અપડેટેડ વર્ઝન હશે.

આ ઉપરાંત નેવીને નજીકના ભવિષ્યમાં અનમેન્ડ સરફેસ વેસલ્સ(યુએસવી) અને અનમેન્ડ અન્ડરવોટર વ્હીકલ(યુયુવી)ની જરુર પડવાની છે. તેથી 2021થી 2030 સુધી માનવ રહિત પ્લેટફોર્મનો વિકાસ કરવા માટે ભારતે 'ઈન્ટીગ્રેટેડ અનમેન્ડ રોડમેપ ફોર ઈન્ડિયન નેવી' લોન્ચ કર્યો છે. ભારતીય નેવી 2022માં યુદ્ધ જહાજો માટે 40 નેવલ અનમેન્ડ એરીયલ સીસ્ટમ(એનયુએએસ) ગ્લોબલ ટેન્ડર લઈને આવી હતી. અંદાજિત 1300 કરોડ રુપિયાના કુલ 10 એનયુએએસ જહાજો મેળવવાની પ્રક્રિયા ફાસ્ટ ટ્રેક મોડ પર ચાલી રહી છે. ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સ અને એન્જિનિયર્સ લિમિટેડે 28 જુલાઈ, 2023ના રોજ એક અયુવી લોન્ચ કર્યુ. આ સાધનની મદદથી દરિયામાં રહેલ ખીણો શોધી શકાય છે અને ખીણો તેમજ પાણી નીચે મોનિટરિંગ કરી શકાય છે.

તેમજ ભારતીય નેવી માનવ રહિત સંસાધન ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે પ્રાઈવેટ ઉદ્યોગોને પણ સામેલ કરવાની યોજના ચલાવી રહી છે. લાર્સન એન્ડ ટુબ્રો કંપની દ્વારા અન્ડરવોટર ડ્રોન અદમ્ય, અમોઘ અને માયા તૈયાર કરવામાં આવ્યા છે. સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ લિમિટેડ દ્વારા ટાર્ડિડ ટેકનોલોજીથી સજ્જ યુએસવી તૈયાર કરવામાં આવ્યા. યુએસવી પારાશર તેનું ઉત્તમ ઉદાહરણ છે.

2004માં ભારતીય નેવીએ પોતાનો પહેલો મેરિટાઈમ ડોકટ્રેઈન 'ફ્રીડમ ઓફ યુઓફ સીઝ ઈન્ડિય મેરિટાઈમ મિલિટરી સ્ટ્રેટેજી' રજૂ કર્યો. જેને 2007,2009 અને 2015માં અપડેટ કરવામાં આવ્યો. 2007ના ડોક્ટ્રેઈમાં ભારતને સુમુદ્રના ઉપયોગની સ્વતંત્રતા પર ભાર મુકવામાં આવ્યો હતો. જ્યારે 2009ના ડોક્ટ્રેઈનમાં ભારતીય નેવીની કોન્સ્ટેબલ ભૂમિકાનું નિરુપણ કરવામાં આવ્યું હતું. જ્યારે 2015માં અપડેટ થયેલા ડોકટ્રેઈનમાં ભારતને આઈઓઆરમાં સ્ટ્રોંગમેન કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

અગાઈ ભારત માટે અરબ સાગર અને બંગાળની ખાડી અતિ મહત્વના ગણાતા હતા. જ્યારે 2015ના સિદ્ધાંત અનુસાર પશ્ચિમી અને પૂર્વી કિનારા પર રહેલા સ્ટ્રેઈટ ઓફ હોરમુઝ, સ્ટ્રેઈટ બાબ એલ માનદબ, સ્ટ્રેઈટ ઓફ માલાકા, સ્ટ્રેટ ઓફ લોમ્બોક, સ્ટ્રેટ ઓફ સુન્દા તેમજ સ્ટ્રેટ ઓફ ઓમ્બાઈને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ભૂમધ્ય સાગર, એટલાંટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગરના દૂરના વિસ્તારોને બીજા તબક્કાની પ્રાથમિકતા અપાય છે. નેવી એકસપર્ટ માની રહ્યા છે કે ભારત પોતાના 2015ના ડોકટ્રેટમાં અપડેશન લાવી શકે છે. જેમાં અન્ટિ ચાઈના એન્સીરકલિંગ પોલિસીનો સમાવેશ કરવામાં આવશે.

પોતાની મહત્વકાંક્ષાઓને પૂરી કરવા તેમજ નોન ટ્રેડિશનલ થ્રેટનો સામનો કરવા માટે ભારતે અન્ય રાષ્ટ્રો સાથે જોઈન્ટ નેવલ એક્સરસાઈઝ, દ્વીપક્ષીય અને બહુ પક્ષીય માધ્યમોથી આગળ વધવું પડશે. પોતાની પ્રોફાઈલ મજબૂત કરવા માટે ભારતીય નેવીએ ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ, યુકે, યુએસ, યુએઈ, વિયેતનામ, આસિયાન, બાંગ્લાદેશ, ચીન, ફ્રાંસ, ગ્રીસ, ઈંડોનેશિયા, ઈરાન, કુવેત, કઝાખિસ્તાન, માલદિવ, મંગોલિયા, મ્યાન્માર, ઓમાન, રસિયા, સેશેલ્સ, શ્રીલંકા સાથે જોઈન્ટ નેવલ એક્સરસાઈઝ વધારી દીધી છે.

ભારતે ક્રમશઃ ચાંગી બેઝ, સબાંગ અને ડકુમ પોર્ટ પર યુએસએ અને સિંગોપોર, ઈંડોનેશિયા અને ઓમાન જેવા તટીય રાષ્ટ્રો સાથે સંબંધ વધારવા ઉપરાંત દ્વીપક્ષય અને બહુપક્ષીય સમજુતિઓ કરી છે. ભારતે ઓસ્ટ્રેલિયા, સેશેલ્સ અને રીયુનિયન દ્વીપ સમૂહ સાથે ક્રમશઃ કોકોસ દ્વીપ, અજમ્પશન દ્વીપ અને કેન્દ્ર સાશિત પ્રદેશો સાથે નૌ સૈનિક સુવિધાઓને વધારવા સોદા કર્યા છે. ભારત ચતુર્ભુજ સુરક્ષા સંવાદ અને સીક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઈન રીજીયન જેવા માધ્યમથી પોતાનો ફેલાવો કરી રહ્યું છે.

2047 સુધી આત્મનિર્ભર થવા માટે ભારતીય નેવીએ સમુદ્ર ક્ષેત્રે જટીલ સુરક્ષાના પડકારો પર કાબૂ મેળવવા માટે યોજનાઓ તૈયાર કરીને ભવિષ્યના વિકાસ પર ધ્યાન કેન્દ્રીય કર્યું છે. એક બહુમુખી અને અનુકૂળ દળ બનાવવા માટે યુદ્ધ લડી શકાય તેવા પ્લેટફોર્મ અને સંપત્તિઓની એક શૃંખલાનું અધિગ્રહણ કરવામાં આવી રહ્યું છે. જે સેના, પોલીસ, રાજકીય અને અન્ય સ્તરો પર ફરજ બજાવવા સક્ષમ હોય. આ ઉપરાંત ઈન્ડિયન નેવલ ઈન્ડિજેનીઝેશન પ્લાન(2015-2030)ના માધ્યમથી ઈન્ડિયન નેવી હાઈ એન્ડ ટેકનોલોજી અને એઆઈ અનેબલ્ડ ફોર્સ ઈમ્પ્રૂવ કરવા પર ધ્યાન આપી રહી છે.

  1. ભારતીય નેવી અને BSFએ ધો.10 પાસ વિદ્યાર્થીઓ માટે દ્વાર ખોલ્યા, નોકરીની ઉત્તમ તક
  2. 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સામે મળેલી જીતની યાદમાં INS વાલસુરા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.