ETV Bharat / bharat

ભારત-ચીન સરહદી વિવાદ: પિનાકા ડ્રેગનને આપશે જવાબ, ભગવાન શિવના ધનુષ પરથી રાખવામાં આવ્યું નામ

author img

By

Published : Oct 22, 2021, 1:38 PM IST

PINAKA ROCKET LAUNCHER
PINAKA ROCKET LAUNCHER

વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન સાથે ચાલી રહેલા સરહદી વિવાદને જોતા ભારતે સરહદ પર પિનાકા (Pinaka) અને સ્મેર્ચ મલ્ટીપલ રોકેટ લોન્ચર તૈનાત કર્યા છે. જણાવી દઈએ કે 1999માં પાકિસ્તાન સાથે કારગિલ યુદ્ધ દરમિયાન, બહુવિધ રોકેટ લોન્ચર પિનાકાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  • આખરે ભારતે તૈનાત કરી દીધું રોકેટ લોન્ચર પિનાકા
  • ભગવાન શિવના ધનુષ પરથી રાખવામાં આવ્યું નામ
  • ચીન સાથેના વિવાદને જોતા એલએસી પર તૈનાત

નવી દિલ્હી: ભારતીય સેના (Indian Army)એ આસામમાં પિનાકા (Pinaka) અને સ્મેર્ચ મલ્ટીપલ રોકેટ લોન્ચર (rocket launcher) સિસ્ટમને તૈનાત કરી છે. લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ચીન સાથે ચાલી રહેલા સરહદી વિવાદને જોતા ભારતે આ રોકેટ લોન્ચર સરહદ (Indo-china border) પર તૈનાત કરી દીધું છે. આ પ્રક્ષેપણનું નામ પિનાકા, ભગવાન શિવ (Lord shiva)ના ધનુષ પરથી રાખવામાં આવ્યું છે.

PINAKA ROCKET LAUNCHER
PINAKA ROCKET LAUNCHER

આ પણ વાંચો: LAC પર ફરી એક વાર ચીનની અવળચંડાઈ, અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીનના સૈનિકો આવ્યા સામસામે

45 કિમી દૂર પણ સરળતાથી લક્ષ્યને ફટકારી શકે પિનાકા રોકેટનું સૌથી નબળું વેરિએન્ટ

ઉલ્લેખનીય છે કે બહુવિધ રોકેટ લોન્ચર પિનાકા સંપૂર્ણપણે ભારતીય છે. તેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા વિકસાવવામાં આવ્યું છે. પિનાકા રોકેટનું સૌથી નબળું વેરિએન્ટ MK-1 45 કિમી દૂર પણ સરળતાથી લક્ષ્યને ફટકારી શકે છે. MK-2 પ્રક્ષેપણ વિશે વાત કરીએ તો, હુમલો 90 કિલોમીટર સુધી અને સૌથી અદ્યતન MK-3 પ્રક્ષેપણ 120 કિલોમીટર સુધી હુમલો કરી શકે છે. આ રોકેટ 100 કિલો વજનવાળા હથિયારો ઉપાડવામાં સક્ષમ છે. પ્રક્ષેપણની લંબાઈ 16 ફૂટ ત્રણ ઇંચથી 23 ફૂટ સાત ઇંચ સુધીની છે. આ 214 કેલિબર લોન્ચરથી 12 પિનાકા રોકેટ એક સાથે છોડી શકાય છે.

આ પણ વાંચો: ભારત ચાઇના એલએસી તવાંગ સેક્ટર ડિસ્પ્યુટ બોફોર્સ ગન્સ તૈનાત

5757 કિમી પ્રતિ કલાક રોકેટની ઝડપ

પિનાકા રોકેટની ઝડપ લગભગ 5757 કિમી પ્રતિ કલાક છે. તેની ઝડપી ગતિને કારણે, પિનાકા દુશ્મનોને સ્વસ્થ થવા માટે સમય આપતા નથી. આનો અર્થ એ છે કે માત્ર થોડી સેકંડમાં, તે દુશ્મનોને રાખમાં ફેરવવાની શક્તિ ધરાવે છે. તમને જણાવી દઈએ કે 1999 માં પાકિસ્તાન સાથે કારગિલ યુદ્ધ દરમિયાન, બહુવિધ રોકેટ લોન્ચર પિનાકાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને ઊંચાઈવાળા વિસ્તારોમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં આ રોકેટ દ્વારા પાકિસ્તાનના બંકરોનો નાશ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.