ETV Bharat / bharat

સૈન્યનો જવાન થયો હનીટ્રેપનો શિકાર, યુવતીએ લગ્નમાં બોલાવ્યો ને શેર કરી દીધી આ ઈન્ફોર્મેશન

author img

By

Published : May 21, 2022, 10:39 PM IST

રાજસ્થાન ઈન્ટેલિજન્સ સ્ટેટ સ્પેશયલ બ્રાન્ચે પાકિસ્તાની જાસૂસી સંસ્થાને વ્યૂહાત્મક મહત્વની માહિતી મોકલવા બદલ સૈન્યના એક જવાનની (Army solider arrested From Rajasthan) ધરપકડ કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જવાન પાકિસ્તાની મહિલા એજન્ટના (Honey Trap Case in Defence) સંપર્કમાં હતો. વોટ્સએપથી મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યો હતો. પાકિસ્તાની એજન્ટે જવાનને મળવા અને લગ્ન કરવાની બૂમ પાડી હતી.

સૈન્યનો જવાન થયો હનીટ્રેપનો શિકાર, યુવતીએ લગ્નમાં બોલાવ્યો ને શેર કરી દીધી આ ઈન્ફોર્મેશન
સૈન્યનો જવાન થયો હનીટ્રેપનો શિકાર, યુવતીએ લગ્નમાં બોલાવ્યો ને શેર કરી દીધી આ ઈન્ફોર્મેશન

જયપુર: રાજસ્થાન ઈન્ટેલિજન્સની સ્ટેટ સ્પેશયલ બ્રાન્ચે (Intelligent State Special Branch)મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં હની ટ્રેપનો શિકાર (Honey Trap Target) બનેલા સૈન્યના જવાન સામે કાયદેસરની પ્રક્રિયા કરાઈ છે. ભારતીય સેનાની વ્યૂહાત્મક (Indian Defence Strategy Planning) મહત્વની ગુપ્ત માહિતી સોશિયલ મીડિયાથી તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીને આપતો હતો. આર્મીના જવાન પ્રદીપ કુમારની ધરપકડ કરવામાં આવી છે.

સૈન્યનો જવાન થયો હનીટ્રેપનો શિકાર, યુવતીએ લગ્નમાં બોલાવ્યો ને શેર કરી દીધી આ ઈન્ફોર્મેશન
સૈન્યનો જવાન થયો હનીટ્રેપનો શિકાર, યુવતીએ લગ્નમાં બોલાવ્યો ને શેર કરી દીધી આ ઈન્ફોર્મેશન

આ પણ વાંચો: ચીનને જડબાતોડ જવાબ દેવા માટે ભારતીય સૈન્યની છ ટુકડીઓને પૂર્વોત્તરમાં કરાઇ રવાના

ઉચ્ચ અધિકારીનું નિવેદન: ડીજી ઈન્ટેલિજન્સ ઉમેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, ઈન્ટેલિજન્સે ઈન્પુટ મેળવ્યા હતા કે ભારતીય સેનાનો જવાન વ્યૂહાત્મક માહિતી પાકિસ્તાન સાથે શેર કરી રહ્યો છે. જોધપુરની અત્યંત સંવેદનશીલ રેજિમેન્ટમાં કામ કરતા સૈન્ય સૈનિક પ્રદીપ કુમાર સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સતત સંપર્કમાં છે. આના પર સીઆઈડી ઈન્ટેલિજન્સે પ્રદીપ કુમારની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી હતી. આ દરમિયાન ખબર પડી હતી કે પ્રદીપ વોટ્સએપથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની મહિલા એજન્ટના સતત સંપર્કમાં છે. જેણે સોશિયલ મીડિયાથી મહિલા એજન્ટને વ્યૂહાત્મક મહત્વની માહિતી શેર કરી રહી છે. તારીખ 18 મેના રોજ બપોરે પ્રદીપને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જયપુર લાવીને પૂછપરછ કરવામાં આવી હતી.

મહિલાના સંપર્કમાં હતો: પૂછપરછ બાદ પ્રદીપની શનિવારે સ્ટેટ સ્પેશિયલ બ્રાન્ચે ધરપકડ કરી હતી. સ્ટેટ સ્પેશિયલ બ્રાન્ચની તપાસમાંથી સામે આવ્યું છે કે, 24 વર્ષીય પ્રદીપ કુમાર 3 વર્ષ પહેલા ભારતીય સેનામાં જોડાયો હતો. ટ્રેનિંગ બાદ તેને ગનરની પોસ્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ પછી પ્રદીપની પોસ્ટિંગ અત્યંત સંવેદનશીલ રેજિમેન્ટ જોધપુરમાં થઈ હતી. લગભગ 7 મહિના પહેલા પ્રદીપના મોબાઈલ પર મહિલાનો ફોન આવ્યો. ફોન કરનારે તેનું નામ રિયા હોવાનું જણાવ્યું હતું અને પોતે મધ્યપ્રદેશના ગ્વાલિયરની રહેવાસી હોવાનું કહ્યું હતું. હાલમાં બેંગ્લોરમાં મિલિટરી નર્સિંગ સર્વિસમાં પોસ્ટેડ હોવાનું જણાવ્યું હતું. જેના પર જવાન ભરોસો કરી બેઠો હતો.

સૈન્યનો જવાન થયો હનીટ્રેપનો શિકાર, યુવતીએ લગ્નમાં બોલાવ્યો ને શેર કરી દીધી આ ઈન્ફોર્મેશન
સૈન્યનો જવાન થયો હનીટ્રેપનો શિકાર, યુવતીએ લગ્નમાં બોલાવ્યો ને શેર કરી દીધી આ ઈન્ફોર્મેશન

આ પણ વાંચો: ભારતીય સેનાના ટોચના કમાંડરો 4 દિવસીય સંમેલનમાં દેશના સુરક્ષા પડકારોની સમીક્ષા કરશે

હની ટ્રેપનો શિકાર: આ પછી પાકિસ્તાની મહિલા એજન્ટે પ્રદીપને હની ટ્રેપમાં ફસાવી દીધો હતો. એ તેની સાથે વોટ્સએપ પર ચેટિંગ, વોઈસ કોલ અને વીડિયો કોલ કરવાનું શરૂ કર્યું હતું. દિલ્હીમાં પાકિસ્તાની મહિલા એજન્ટે પ્રદીપને મળવા અને લગ્ન કરવાના બહાને બોલાવ્યો હતો. સેના સાથે સંબંધિત ગોપનીય દસ્તાવેજોના ફોટા માંગવાનું શરૂ કરી દીધું હતું. હનીટ્રેપમાં ફસાયેલા પ્રદીપે તેની ઓફિસમાંથી સેનાને લગતા ગોપનીય દસ્તાવેજોના ફોટા પાડી લીધા હતા. પછી મોબાઈલમાંથી ચોરી કરીને પાકિસ્તાની મહિલા એજન્ટને વોટ્સએપથી મોકલવાનું શરૂ કર્યું હતું.

આ રીતે થયું ઈન્વેસ્ટિગેશન: સ્ટેટ સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલા રીસર્ચમાં એ હકીકત પણ બહાર આવી હતી કે પ્રદીપે પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે તેનો સિમ કાર્ડનો મોબાઈલ નંબર શેર કર્યો હતો. તે નંબર પર વોટ્સએપ એક્ટિવેટ કરવા માટે તેના મોબાઈલ પર OTP મેળવ્યો હતો. જેના કારણે પાકિસ્તાની મહિલા એજન્ટે ભારતીય સિમ નંબરના આધારે વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું હતું. પછી એને જ ઓપરેટ કર્યું. પાકિસ્તાની મહિલા એજન્ટે પ્રદીપના મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને એક્ટિવ કરાયેલા વોટ્સએપ એકાઉન્ટથી અન્ય સૈન્ય કર્મચારીઓને પોતાનો શિકાર બનાવ્યા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ પ્રદીપની ઓફિશિયલ સિક્રેટ એક્ટ 1923 હેઠળ કેસ નોંધીને ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પ્રદીપની સતત પૂછપરછ ચાલી રહી છે, જેમાં અન્ય ખુલાસા થવાની પણ શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.