ETV Bharat / bharat

IND VS PAK T20 World Cup: ભારતીય મહિલા ટીમનો પાકિસ્તાન સામે ભવ્ય વિજય

author img

By

Published : Feb 12, 2023, 9:09 PM IST

Updated : Feb 12, 2023, 9:38 PM IST

કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તેણે 20 ઓવરમાં 4 વિકેટે 149 રન બનાવ્યા હતા.

Etv Bharat
Etv Bharat

કેપટાઉન: ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023ના ખિતાબની રેસ વચ્ચે કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને પાકિસ્તાન મેચ રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સ્મૃતિ મંધાના આંગળીમાં ઈજાના કારણે પાકિસ્તાન સામેની મેચમાંથી બહાર છે. ભારતને જીત માટે 150નો લક્ષ્યાંક મળ્યો છે.

મહિલા ભારતીય ટીમ : ભારતીય મહિલા ટીમમાં હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, રિચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલિ સરવાણી, પૂજા વસ્ત્રેકર, રાજેશ્વરી, પંડિત, રાજેશ્વરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહિલા પાકિસ્તાન ટીમ : પાકિસ્તાન મહિલા ટીમમાં બિસ્માહ મરૂફ (કેપ્ટન), આયમાન અનવર, આલિયા રિયાઝ, આયેશા નસીમ, સદાફ શમાસ, ફાતિમા સના, જવેરિયા ખાન, મુનીબા અલી, નશરા સંધુ, નિદા દાર, ઓમિમા સોહેલ, સાદિયા ઈકબાલ, સિદરા અમીન, સિદ્રા નવાઝ અને તુબા હસનનો સમાવેશ કરવામાં આવેલ છે.

Last Updated : Feb 12, 2023, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.