ETV Bharat / bharat

India Corona Update: 24 ક્લાકમાં 39 હજારથી વધુ નવા કેસ, 723 મોત

author img

By

Published : Jul 5, 2021, 11:22 AM IST

ભારતમાં કોરોનાની બીજી લહેર(second wave of corona)નો પ્રકોપ ધીમે-ધીમે ઓછો થઇ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યૂના કારણે કોરોનાના કેસમાં ઘટાડો(decrease in corona cases) નોંધાયો છે. કોરોના વાયરસ(Corona virus) ને રોકવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન(Vaccination) ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે.

India Corona Update: 24 ક્લાકમાં 39 હજારથી વધુ નવા કેસ, 723 મોત
India Corona Update: 24 ક્લાકમાં 39 હજારથી વધુ નવા કેસ, 723 મોત

  • સક્રિય દર્દીઓની કુલ સંખ્યા એક હજારથી ઓછી થઈ ગઈ છે
  • બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઇ રહી છે
  • નવા કેસમાં ઘણો ઘટાડો નોંધાયો છે

નવી દિલ્હીઃ દુનિયાના કેટલાય અન્ય દેશોની જેમ ભારત પર પણ કોરોનાની બીજી લહેરે (second wave of corona)કહેર વર્તાવ્યો હતો, પરંતું હવે સારા સમાચાર એ છે કે, સંક્રમણ(Infection)ની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઇ રહી છે. તેની સાથે જ નવા કેસમાં ઘણો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 કેસ નોંધાયા, 3 દર્દીના મોત

રોજે રોજ નોંધાયેલા કેસની સંખ્યા સતત ઘટી રહી છે

કોરોના વાયરસ(Corona virus)નો બીજી લહેર સમગ્ર દેશમાં ઓછી થઇ રહી છે. રોજે રોજ નોંધાયેલા કેસની સંખ્યા સતત ઘટી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi Covid 19 Cases)માં પણ સતત કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. સક્રિય દર્દીઓની કુલ સંખ્યા એક હજારથી ઓછી થઈ ગઈ છે.

દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,82,071 નોંધાઇ છે

ભારતમાં કોવિડ-19ના 39,796 નવા કેસ આવ્યા પછી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,05,85,229 થઇ છે. 723 નવા મૃત્યુ બાદ કુલ મૃત્યુઆંક 4,02,728 નોંધાયો છે. 42,352 નવા ડિસ્ચાર્જ પછી કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,97,00,430 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,82,071 નોંધાઇ છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

વેક્સિનેશનની સંખ્યામાં થયો વધારો

દેશમાં છેલ્લા 24 ક્લાકમાં કોરોના વાયરસ(corona virus)ની 14,81,583 લોકોને વેક્સિન મૂકવામાં આવી છે, જે બાદ કુલ વેક્સિનેશનની સંખ્યા 35,28,92,046 નોંધાઇ છે.

આ પણ વાંચોઃ India Corona Update: છેલ્લા 24 કલાકમાં 48,78 CO6 નવા કોવિડ -19 કેસ નોંધાયા

ગઇકાલ રવિવાર સુધી 41,97,77,457 સેમ્પલ ટેસ્ટ કરાઇ ચૂક્યા છે

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)મુજબ, ભારતમાં ગઇકાલે રવિવારે કોરોના વાયરસ માટે 15,22,504 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઇકાલ રવિવાર સુધી 41,97,77,457 સેમ્પલ ટેસ્ટ કરાઇ ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.