ETV Bharat / bharat

ભારત-ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર કક્ષાના વાતચીતનો શુક્રવારે 11મો રાઉન્ડ

author img

By

Published : Apr 8, 2021, 11:27 AM IST

Updated : Apr 8, 2021, 1:34 PM IST

ભારત-ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર કક્ષાના વાતચીતના 11માં રાઉન્ડની સંભાવના
ભારત-ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર કક્ષાના વાતચીતના 11માં રાઉન્ડની સંભાવના

પેંગોંગ તળાવ વિસ્તારમાં હિંસક અથડામણ બાદ બન્ને દેશોએ હજારો સૈનિકોને ભારે હથિયારો સાથે સરહદ પર તૈનાત કર્યા હતા. આથી, ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર કક્ષાની વાટાઘાટોનો આગામી રાઉન્ડ શુક્રવારે યોજાવાની સંભાવના છે.

  • લદ્દાખના વિસ્તારોમાં બેઠકમાં સૈન્યને પાછું ખેંચવાના આગ્રહની સંભાવના
  • ડેપસાંગમાં પડતર પ્રશ્નોના સમાધાન પર પણ ભાર મૂકવામાં આવશે
  • ભારત અને ચીન વચ્ચેની ગત વર્ષે 5 મેથી સરહદ પર ડેડલોક શરૂ થઈ હતી

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર કક્ષાની વાટાઘાટોનો આગામી રાઉન્ડ શુક્રવારે યોજાવાનો છે. આ બેઠકમાં પૂર્વી લદ્દાખના સંઘર્ષશીલ સિવાયના વિસ્તારોમાંથી સૈન્યને પાછું ખેંચવાનો આગ્રહ રાખવામાં આવે તેવી સંભાવની સેવાઈ રહી છે.

આ પણ વાંચો: ભારત અને ચીન વચ્ચે આ અઠવાડિયે કમાન્ડર સ્તરની વાતચીત થવાની શક્યતા

બન્ને પક્ષોના મંતવ્યની આપ-લે કરાયા

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત ગોગરા અને હોટ સ્પ્રિંગ્સથી સૈન્યને વહેલી તકે પાછા હટાવવાની વાત કરવામાં આવશે. આ ઉપરાંત, ડેપસાંગમાં પડતર પ્રશ્નોના સમાધાન પર પણ ભાર મૂકવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, શુક્રવારે સૈન્ય-સ્તરની વાટાઘાટોના 11માં રાઉન્ડ પર બન્ને પક્ષોના મંતવ્યની આપ-લે કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભારત-ચીન વચ્ચે નવમી બેઠક બાદ પણ લદ્દાખ ઘર્ષણ મુદ્દાનો ઉકેલ નહીં

પેંગોંગ તળાવ વિસ્તારમાં હિંસક અથડામણ

ભારત અને ચીન વચ્ચેની ગત વર્ષે 5 મેથી સરહદ પર ડેડલોક શરૂ થઈ હતી. પેંગોંગ તળાવ વિસ્તારમાં હિંસક અથડામણ બાદ બન્ને દેશોએ હજારો સૈનિકોને ભારે હથિયારો સાથે સરહદ પર તૈનાત કર્યા હતા.

  • 10માં રાઉન્ડની વાતચીત

સૈનિકો કરાર મુજબ પોતાના વિસ્તાર પર પાછા ફરી રહ્યા છે

સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, તમામ અન્ય પ્રશ્નોના સમાધાન માટે પેંગોંગ તળાવ વિસ્તારમાં સૈન્યને પાછા ફરવાની પ્રક્રિયા પૂર્ણ થયાના 48 કલાકમાં બંને પક્ષના વરિષ્ઠ કમાન્ડરોની આગામી બેઠક બોલાવવામાં આવશે તે બાબતે સંમતિ થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને દેશોના સૈનિકો કરાર મુજબ પોત-પોતાના વિસ્તાર પર પાછા ફરી રહ્યા છે. 10મી ફેબ્રુઆરીથી સૈન્ય ખસી જવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.

ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેહમાં 14મી કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પી.જી.કે. મેનન કરશે. તે જ સમયે, ચીન બાજુનું નેતૃત્વ મેજર જનરલ લિયુ લિન કરશે, જે ચીન સૈન્યના સધર્ન ઝિનજિયાંગ સૈન્ય જિલ્લાના કમાન્ડર છે. ગયા વર્ષે 5મે ના રોજ પેંગોંગ તળાવ વિસ્તારમાં થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે લશ્કરી અડચણ શરૂ થઈ હતી અને ત્યારબાદ રોજિંદા વિકાસમાં બંને પક્ષે મોટી સંખ્યામાં સૈન્ય અને ઘાતક શસ્ત્રો તૈનાત કર્યા હતા.

ચીની સૈન્યએ જાતે જ પોતાના કેમ્પ દૂર કર્યા

આ અડચણના લગભગ પાંચ મહિના પછી, ભારતીય સૈન્યએ પગલાં લીધાં, પેંગોંગ તળાવના દક્ષિણ છેડે મુળપરી, રેચિલ લા અને મગર હિલ વિસ્તારોમાં વ્યૂહાત્મક મહત્વનાં ઘણા પર્વત શિખરો કબ્જે કર્યા. ભારતીય સેનાએ મંગળવારે વીડિયો જાહેર કર્યો હતો જેમાં પેંગોંગ વિસ્તારમાં ચીની સૈનિકો પાછા જતા જોવા મળ્યા હતા, તેમના બંકર તોડી રહ્યા હતા, કેમ્પ અને અન્ય બાંધકામોને દૂર કર્યા હતા.

Last Updated :Apr 8, 2021, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.