ETV Bharat / bharat

IND vs SA 1st T20: મિલર- ડ્યુસેનની તોફાની બેટીંગ, સાઉથ આફ્રિકાએ ભારતને 7 વિકેટે હરાવ્યું

author img

By

Published : Jun 10, 2022, 2:46 PM IST

Updated : Jun 10, 2022, 4:17 PM IST

રાસી વાન ડેર ડ્યુસેન અને ડેવિડ મિલરની શાનદાર ઇનિંગ્સને કારણે ગુરુવારે રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને પાંચ બોલ બાકી રહેતા સાત વિકેટે (South Africa won by 7 wkts)હરાવ્યું હતું. આ સાથે જ પ્રોટીઝ ટીમે પાંચ T20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

IND vs SA 1st T20: મિલર- ડ્યુસેનની તોફાની બેટીંગ, સાઉથ આફ્રિકાએ ભારતને 7 વિકેટે હરાવ્યું
IND vs SA 1st T20: મિલર- ડ્યુસેનની તોફાની બેટીંગ, સાઉથ આફ્રિકાએ ભારતને 7 વિકેટે હરાવ્યું

નવી દિલ્હીઃ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી પાંચ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે પરાજય આપ્યો હતો અને 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો (IND vs SA 1st T20)નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં ચાર વિકેટે 211 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 19.1 ઓવરમાં ત્રણ વિકેટે 212 રન બનાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી ન હતી - 212 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત (India Vs South Africa 1st T20)સારી રહી ન હતી. ભુવનેશ્વર કુમારે ત્રીજી ઓવરમાં કેપ્ટન ટેમ્બા બાવુમા (10)ને વિકેટકીપર પંતના હાથે કેચ કરાવીને દક્ષિણ આફ્રિકાને પહેલો ઝટકો આપ્યો હતો. છઠ્ઠી ઓવરમાં આક્રમક રીતે રમી રહેલા ડ્વેન પ્રિટોરિયસ (29)ને હર્ષલ પટેલે ફરીથી ક્લીન આઉટ કર્યો. આ પછી 9મી ઓવરમાં અક્ષર પટેલે ક્વિન્ટન ડી કોક (22)ને ઈશાન કિશનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

આ પણ વાંચોઃ વીરેન્દ્ર સેહવાગે કહ્યું "જો પંત 100 થી વધુ ટેસ્ટ રમશે તો તેનું નામ ઈતિહાસના પાનામાં નોંધાશે"

મિલરે શરૂઆતથી જ આક્રમકતા બતાવી - આફ્રિકાને છેલ્લી 10 ઓવરમાં જીતવા માટે 126 રન બનાવવાના હતા. અહીંથી ડેવિડ મિલર અને રાસી વાન ડેર ડુસેને લીડ લીધી હતી. દુસને પહેલા ક્રીઝ પર સેટલ થવામાં સમય લીધો હતો. જોકે, મિલરે શરૂઆતથી જ આક્રમકતા બતાવી અને માત્ર 22 બોલમાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી. આ સાથે જ હર્ષલ પટેલની ઓવરમાં રાસી વોર ડેર દુસૈને 23 રન બનાવીને પોતાની આક્રમકતા દેખાડી હતી.

ભારતીય બોલરો લાચાર દેખાતા હતા - આ બન્ને બેટ્સમેન સામે ભારતીય બોલરો સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા. મિલરે 31 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 64 રન બનાવ્યા હતા. વેન ડેર ડ્યુસેને મેચ વિનિંગ શોટ ફટકાર્યો. તે 46 બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 75 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને અક્ષર પટેલને એક-એક વિકેટ મળી હતી.

આ પણ વાંચોઃ ભારતીય ક્રિકેટમાં ગુજરાતીઓનો દબદબો : 2 મહિલા ક્રિકેટરોનો થયો સમાવેશ

ભારતનું સપનું ચકનાચૂર કરી દીધું - સાઉથ આફ્રિકાએ સતત 13 T20 ઈન્ટરનેશનલ મેચ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું ભારતનું સપનું પણ ચકનાચૂર કરી દીધું. ટી20 વર્લ્ડ કપ 2021માં ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ભારતીય ટીમે સતત 12 ટી20 ઈન્ટરનેશનલ મેચ જીતી હતી અને તેનો સિલસિલો પ્રોટીઝ ટીમે તોડી નાખ્યો હતો.

Last Updated : Jun 10, 2022, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.