ETV Bharat / bharat

Ind vs Nz 2nd test: મુંબઈ ટેસ્ટ મેચમાં ભારતની ભવ્ય જીત, ન્યુઝીલેન્ડને 372 રનથી હરાવ્યું

author img

By

Published : Dec 6, 2021, 12:37 PM IST

Updated : Dec 6, 2021, 2:56 PM IST

ind vs nz 2nd test: મુંબઈ ટેસ્ટ મેચમાં ભારતનો ભવ્ય જીત, ન્યુઝીલેન્ડને 372 રનથી હરાવ્યું
ind vs nz 2nd test: મુંબઈ ટેસ્ટ મેચમાં ભારતનો ભવ્ય જીત, ન્યુઝીલેન્ડને 372 રનથી હરાવ્યું

ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે મુંબઈ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ(Ind vs Nz 2nd test) મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ 372 રનથી હરાવ્યું છે. આ સાથે ભારતે બે મેચની શ્રેણી 1-0થી જીતી લીધી છે. બીજી ટેસ્ટ મેચમાં(ind vs nz second test mumbai) મયંક અગ્રવાલે અને રવિચંદ્રન અશ્વિનની ભુમિકા સારી જોવા મળી હતી તેમજ મુંબઈમાં જન્મેલો ન્યૂઝીલેન્ડ તરફથી રમતો એજાઝ પટેલ(Ajaz Patel of New Zealand) મેચને યાદગાર બનાવી છે.

  • ભારતે ન્યુઝીલેન્ડને 372 રનથી હરાવ્યું
  • ન્યૂઝીલેન્ડના એજાઝ પટેલ મુંબઈ ટેસ્ટ મેચને યાદગાર બનાવી હતી
  • એજાઝ પટેલે જન્મ મુંબઈમાં થયો છે
  • મયંક અગ્રવાલે અને રવિચંદ્રન અશ્વિનનો ટેસ્ટ મેચમાં કમાલ

મુંબઈ: ભારતે બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચના(Ind vs Nz 2nd test) ચોથા દિવસે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવીને બે મેચની શ્રેણી 1-0થી જીતી લીધી છે. 540 રનના મુશ્કેલ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ તેના બીજા દાવમાં 167 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે પ્રથમ ઇનિંગમાં 325 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 62 રનમાંસમેટાઈ ગઈ હતી. ભારતે તેનો બીજો દાવ સાત વિકેટે 276 રન પર ડિકલેર કર્યો હતો.

આ ઉપરાંત કાનપુરમાં બંને ટીમો વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ત્યારે આ ટેસ્ટ મેચમાં જયંત યાદવે રવિચંદ્રન અશ્વિન સાથે મળીને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. બીજા દાવમાં અશ્વિને 4 અને જયંત યાદવે પણ 4 વિકેટ ઝડપી હતી. તેમજ મુંબઈ ટેસ્ટના(ind vs nz second test mumbai) ચોથા દિવસે જયંત યાદવની ચાર વિકેટ પડી હતી, જે મેચનો અંતિમ દિવસ સાબિત થયો હતો.

ટેસ્ટમાં રનથી સૌથી મોટી જીત...

  1. ન્યુઝીલેન્ડને 372 રનથી હરાવ્યું (2021)
  2. દક્ષિણ આફ્રિકાને 337 રનથી હરાવ્યું (2015)
  3. ન્યુઝીલેન્ડને 321 રનથી હરાવ્યું (2016)

ટેસ્ટમાં મયંક અગ્રવાલ અને રવિચંદ્રન અશ્વિનનું નામ છે

મયંક અગ્રવાલે(mayank agarwal test match) આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે અજાયબીઓ કરી બતાવી છે, મયંકે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા અને બીજી ઈનિંગમાં પણ 62 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી છે. સિનિયર ખેલાડીઓની ગેરહાજરીને કારણે મયંકને તક મળી, જેનો મયંકે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. ત્યારે રવિચંદ્રન અશ્વિને(ravichandran ashwin test wickets) પણ આ મેચમાં આઠ વિકેટ ઝડપી હતી.

એજાઝે મુંબઈ ટેસ્ટને યાદગાર બનાવી હતી

મુંબઈમાં રમાયેલી આ ટેસ્ટ(ind vs nz second test mumbai) મેચ ભલે ભારતે જીતી હોય, પરંતુ આ મેચ ન્યૂઝીલેન્ડના એજાઝ પટેલના(Ajaz Patel of New Zealand) નામે હંમેશા યાદ રહેશે. એજાઝ પટેલે મુંબઈ ટેસ્ટના પ્રથમ દાવમાં ભારત માટે તમામ દસ વિકેટ લીધી હતી અને આવું કરનાર ટેસ્ટ ઈતિહાસનો ત્રીજો બોલર બન્યો હતો. બીજી ઇનિંગમાં પણ એજાઝ પટેલે ચાર વિકેટ ઝડપી હતી અને સમગ્ર મેચમાં 14 વિકેટ ઝડપી હતી. ખાસ વાત એ હતી કે એજાઝ પટેલનો જન્મ મુંબઈમાં જ થયો હતો તેથી તે તેનું હોમગ્રાઉન્ડ(mumbai test match) બની ગયું હતું.

આ પણ વાંચોઃ IND vs NZ 2nd Test Day 2: ભારતે મેળવી 332 રનની સરસાઈ, મયંક-પૂજારાની બીજા દાવમાં શાનદાર શરૂઆત

આ પણ વાંચોઃ Omicron threat: CSAએ ડોમેસ્ટિક મેચ સ્થગિત કરી, ભારતના આફ્રીકા પ્રવાસ પર અનિશ્ચિતતા

Last Updated :Dec 6, 2021, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.