ETV Bharat / bharat

કેરળમાં 3 મહિના પછી એક દિવસમાં કોરોનાના નવા 31,445 કેસ નોંધાયા, 215ના મોત

author img

By

Published : Aug 26, 2021, 9:31 AM IST

કેરળમાં બુધવારે ત્રણ મહિનાના સમયગાળા પછી એક દિવસમાં કોરોના વાઈરસના 30,000થી વધુ કેસ સામે આવ્યા છે. તો ટેસ્ટ મામલામાં સંક્રમણ દર વધીને 19 ટકા થઈ ગયો છે. તો આ અંગે જુઓ અહેવાલ.

કેરળમાં 3 મહિના પછી એક દિવસમાં કોરોનાના નવા 31,445 કેસ નોંધાયા, 215ના મોત
કેરળમાં 3 મહિના પછી એક દિવસમાં કોરોનાના નવા 31,445 કેસ નોંધાયા, 215ના મોત

  • કેરળમાં કોરોનાના કેસમાં ફરી એક વાર ધરખમ વધારો
  • રાજ્યમાં 3 મહિના પછી એક દિવસમાં કોરોનાના નવા કેસ 31,445 નોંધાયા
  • રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 38,83,429 થઈ

તિરૂવનંતપુરમઃ કેરળમાં બુધવારે ત્રણ મહિનાના સમયગાળા પછી એક દિવસમાં કોરોના વાઈરસના 30,000થી વધુ કેસ સામે આવ્યા છે. તો ટેસ્ટ મામલામાં સંક્રમણ દર વધીને 19 ટકા થઈ ગયો છે. એક સરકારી રિલીઝ પ્રમાણે, આ દક્ષિણી રાજ્યમાં બુધવારે કોરોના સંક્રમણના 31,445 નવા કેસ નોંધાયા છે અને કુલ સંક્રમિતોની સંખ્યા 38,83,429 થઈ ગઈ છે. જ્યારે 215 વધુ સંક્રમિતોના મોતની સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 19,972 થયો છે.

આ પણ વાંચો- રાજયમાં 24 કલાકમાં 4 કોર્પોરેશન અને 3 જિલ્લામાં 17 કેસ નોંધાયા, શાળા કોલોજોમાં યોજાશે વેક્સિનેશન કેમ્પ

કેરળમાં ગયા વખતે 20 મેએ કોરોનાના કેસ 30,000ને પાર પહોંચ્યા હતા

ગઈ વખતે કેરળમાં 20 મેએ એક દિવસમાં કોરોનાના કેસ 30,000થી વધુ નોંધાયા હતા. તો એ દિવસે 30,491 નવા કોરોનાના દર્દીઓ આવ્યા હતા. રાજ્ય સરકારે કોરોના સંક્રમણને વધતા રોકવા માટે સઘન સ્ક્રિનિંગ કાર્યક્રમની જાહેરાત કરી છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોએ પૂર્વાનુમાન વ્યક્ત કર્યું હતું કે, ઓણમ તહેવાર પછી રાજ્યના કોરોનાના ટેસ્ટમાં સંક્રમણ દર (TPR) 20 ટકાથી વધુ થઈ શકે છે તથા કોરોનાના કેસ પણ વધશે.

આ પણ વાંચો- દોઢ વર્ષમાં પહેલીવાર ગાંધીનગર જિલ્લો થયો કોરોના મુક્ત

રાજ્યમાં બકરી ઈદ પછી દૈનિક 20,000 કેસ નોંધાઈ રહ્યા છે

કેરળમાં બકરી ઈદ તહેવાર પછી 27 જુલાઈએ દૈનિક 20,000 નવા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. બકરી ઈદ દરમિયાન સરકારે કેટલાક દિવસ માટે કોવિડ સંબંધિત પ્રતિબંધોમાં ઢીલ આપી હતી. એક રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, મંગળવારે કોરોનામાંથી 20,271 લોકો સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી સાજા થવાની સંખ્યા 36,92,628 થઈ છે. તો 1,70,292 દર્દીઓ સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.