ETV Bharat / bharat

Loksabha Election 2024: કૉંગ્રેસનો સળવળાટ, દિલ્હીની 7 લોકસભા બેઠકની સમીક્ષા શરૂ કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2023, 4:40 PM IST

કૉંગ્રેસના નવનિયુક્ત દિલ્હી પ્રમુખ અરવિંદર સિંહ લવલીએ સાતેય લોકસભાની બેઠક પર સમીક્ષા શરૂ કરી દીધી છે. તેમણે કેજરીવાલ સરકારની ખામીને જનતા સમક્ષ લાવવા માટે એક આંદોલનનું આયોજન કર્યુ છે. ઈ ટીવી ભારતના વરિષ્ઠ પત્રકાર અમિત અગ્નિહોત્રીનો રિપોર્ટ

કૉંગ્રેસનો સળવળાટ, દિલ્હીની 7 લોકસભા બેઠકની સમીક્ષા શરૂ કરી
કૉંગ્રેસનો સળવળાટ, દિલ્હીની 7 લોકસભા બેઠકની સમીક્ષા શરૂ કરી

નવી દિલ્હીઃ લોકસભા 2024 ચૂંટણી તૈયારીઓ દિલ્હીમાં કૉંગ્રેસે શરૂ કરી દીધી છે. જેમાં આમ આદમી પાર્ટીની સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે. જેનો મુખ્ય હેતુ જનતાને કેજરીવાલ સરકારની ખામીઓ જણાવવાનો છે. AICCના આદેશ પર નવા નિમાયેલા દિલ્હી પ્રમુખ અરવિંદર સિંહ લવલીએ સાતેય લોકસભાની બેઠકો પર સમીક્ષા શરૂ કરી દીધી છે. એક સમયે દિલ્હી કૉંગ્રેસનો ગઢ ગણાતું હતું. અત્યારે કૉંગ્રેસ દિલ્હી ખોઈ ચૂકી છે. જેથી હવે કૉંગ્રેસ દિલ્હીમાં જમીની સ્તર પર કાર્ય કરી રહી છે. જેમાં તે સંગઠનને મજબૂત કરવા ઉપરાંત પોતના જૂના સમર્થકોને પણ મળી રહી છે.

સાતેય બેઠકોની સમીક્ષાઃ દિલ્હીના AICCના પ્રભારી દીપક બાબરિયાએ ઈટીવી ભારતને જણાવ્યું કે અમારે દિલ્હીમાં પાર્ટીને પુનર્જીવિત કરવી છે. જે અંતર્ગત અમારા પ્રમુખ લોકસભાની સાતેય બેઠકોની વિગતવાર સમીક્ષા કરી રહ્યા છે. તેઓ દરેક વિસ્તારની વિવિધ સમસ્યાઓ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમજ સ્થાનિક નેતાઓને પ્રેરણા આપી રહ્યા છે. અમે કેજરીવાલ સરકારની ખામીઓને જનતા સુધી લઈ જવા માટે આંદોલન જેવા કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરી છે. આ કાર્યક્રમને સત્વરે શરૂ કરવામાં આવશે. જનતાને પ્રભાવિત કરતા મુદ્દાઓને કૉંગ્રેસ નાની નાની નુક્કડ સભાઓ દ્વારા ઉજાગર કરશે. અમે કૉંગ્રેસનું સમર્થન કરતા જૂના સમર્થકો સુધી પણ પહોંચીશું જે અત્યારે સક્રિય નથી.

શીલા દીક્ષિતનો શાસનકાળઃ AICC પદાધિકારી જણાવે છે કે કૉંગ્રેસે હવે રસ્તા પર ઉતરવાની જરુર છે કારણ કે કેજરીવાલ સરકાર રાષ્ટ્રીય રાજધાનીને સ્પર્શતા મુદ્દાઓ, ખાસ કરીને પર્યાવરણ તેમજ બેઝિક ઈન્ફ્રાસ્ટ્રકચર પર કાર્ય કરવા સક્ષમ નથી. પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતના શાસનકાળમાં દિલ્હીને ગ્રીન કેપિટલની ઓળખ મળી હતી. આજે દિલ્હી એક પ્રદૂષિત શહેર ગણાય છે. દિલ્હી એક વૈશ્વિક શહેર છે જેને દુનિયાના અન્ય પાટનગરો સાથે તાલમેળ બેસાડવો જોઈએ પરંતુ અહીં બેઝિક ઈન્ફ્રાસ્ટ્રકચરની કમી છે.

લીકર પોલિસી ઈશ્યૂઃ અમે કેજરીવાલની લીકર પોલિસી મુદ્દે સવાલો ઉઠાવીશું. આ કૌભાંડની માહિતી સૌથી પહેલા કૉંગ્રેસે જાહેર કરી હતી.AICCના પદાધિકારીઓનું આક્રામક વલણનો સમય આશ્ચર્યજનક છે, કારણ કે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ લોકસભા ચૂંટણીના ગઠબંધન પર ચર્ચા કરી રહ્યા છે. ગઠબંધનનો મામલો હાઈકમાન્ડ સંભાળી રહી છે અને હાઈકમાન્ડ જ ઉકેલશે.જ્યારે હાઈકમાન્ડ કોઈ નિર્ણય લેશે ત્યારે અમે તેનું પાલન કરીશું. ત્યાં સુધી અમે સંગઠનને મજબૂત કરીશું અને સમગ્ર શહેરમાં કૉંગ્રેસની ઓળખ મજબૂત કરીશું. જો ગઠબંધન થશે તો મત હસ્તાંતરણ થશે અને અમારી પાસે સંગઠનની મજબૂતાઈ હોવી આવશ્યક છે.

કૉંગ્રેસ એજન્સીનો દુરઉપયોગ નથી કરતીઃ AICC પ્રભારીએ આમ આદમી પાર્ટી વિરુદ્ધ કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કૉંગ્રેસે સહયોગી પાર્ટીઓને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા પર વધુ ધ્યાન આપવા જણાવી રહી છે. AICC પ્રભારી કે.સી. વેણુગોપાલે લીકર પોલિસી મુદ્દે ઈડી દ્વારા આમ આદમી પાર્ટી નેતા સંજય સિંહની ધરપકડ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે કૉંગ્રેસ રાજનૈતિક હરિફોને એજન્સી દ્વારા ટારગેટ કરે તેના વિરુદ્ધ હોવાનું જણાવ્યું છે. તેમણે માપદંડો અનુસાર ધરપકડને યોગ્ય ગણાવી છે. લીકર મામલે કૉંગ્રેસી ધારાસભ્ય સુખપાલ સિંહ ખેડા વિરુદ્ધ પંજાબ પોલીસે ખોટી કાર્યવાહી કરી હોવાનું વેણુગોપાલ જણાવે છે.

  1. Sharad Pawar Meets Rahul Gandhi: શરદ પવારે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન સાથે મુલાકાત કરી, ઈન્ડિયાની આગામી બેઠક પર ચર્ચા થઈ
  2. Congress Working Committee News: દિલ્હીમાં 9 ઓક્ટોબરે કૉંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક યોજાશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.