ETV Bharat / bharat

ઈમરાન ખાને કહ્યું, રાજીનામું નહીં આપું, 'છેલ્લા બોલ સુધી રમીશ'

author img

By

Published : Apr 1, 2022, 12:59 PM IST

Updated : Apr 1, 2022, 1:14 PM IST

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran Khan) રાજીનામું નહીં આપે. તેઓ રવિવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનનો સામનો કરશે. અવિશ્વાસની દરખાસ્ત પરના મતનું પરિણામ ગમે તે આવે, તેઓ મજબૂત રીતે પાછા આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

ઈમરાન ખાને કહ્યું, રાજીનામું નહીં આપીશ, 'છેલ્લા બોલ સુધી રમીશ'
ઈમરાન ખાને કહ્યું, રાજીનામું નહીં આપીશ, 'છેલ્લા બોલ સુધી રમીશ'

ઈસ્લામાબાદ: નેશનલ એસેમ્બલીમાં બહુમતી ગુમાવવા છતાં, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને (PM Imran Khan) કહ્યું છે કે, તેઓ રાજીનામું આપશે નહીં અને "છેલ્લા બોલ સુધી રમશે". સાથે જ તેમણે કહ્યું કે, તેઓ રવિવારે યોજાનાર અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનનો સામનો કરશે, જે નક્કી કરશે કે દેશ કઈ દિશામાં જશે.

આ પણ વાંચો: પાકિસ્તાન નેશનલ એસેમ્બલી 3 એપ્રિલ સુધી મોકૂફ, વિપક્ષે નકારી કાઢી ઈમરાન ખાનની ઓફર

ઈમરાન ખાને 'ધમકી આપતો પત્ર' વિશે પણ ચર્ચા કરી : રાષ્ટ્રને લાઈવ ટેલીકાસ્ટ સંબોધનમાં ઈમરાન ખાને (PM Imran Khan) કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવ પરના મતનું પરિણામ ગમે તે આવે, તે મજબૂત રીતે પાછા આવશે. ઈમરાન ખાને 'ધમકી આપતો પત્ર' વિશે પણ ચર્ચા કરી હતી જેને તેણે કથિત રીતે તેની ગઠબંધન સરકારને તોડી પાડવાના વિદેશી કાવતરાના પુરાવા તરીકે વર્ણવ્યા છે. તેણે આ ધમકી પાછળ અમેરિકાનું નામ લીધું, જે કદાચ જીભ લપસી જવાને કારણે હતું.

PM ઈમરાન ખાને રાષ્ટ્રને સંબોધિત કર્યું : વડાપ્રધાન ઈમરાન ખાને (PM Imran Khan) રાષ્ટ્રને એવા સમયે સંબોધિત કર્યું, જ્યારે તેમણે તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફમાં વિભાજનને પગલે સંસદના નીચલા ગૃહ, નેશનલ એસેમ્બલીમાં બહુમતી ગુમાવી દીધી. તેમના બે સાથીઓએ પણ ટેકો પાછો ખેંચી લીધો અને વિપક્ષી છાવણીમાં જોડાયા હતા. વડાપ્રધાને કહ્યું, "દેશે નક્કી કરવું જોઈએ કે દેશને ક્યાં જવું જોઈએ... હું હંમેશા છેલ્લા બોલ સુધી રમ્યો છું. હું ક્યારેય રાજીનામું આપીશ નહીં. ખાને કહ્યું, જે લોકો મારી વિરુદ્ધ જઈ રહ્યા છે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ... તેમણે પૈસા માટે પોતાને વેચી ન જોઈએ.

આ પણ વાંચો: સહયોગી પાર્ટીએ ઈમરાન ખાનને કર્યા ક્લીન બોલ્ડ, વડાપ્રધાન પદ્દ જવાનું લગભગ નિશ્ચિત

ઈમરાન ખાને કહ્યું 'હું ષડયંત્ર સામે લડીશ' : વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, અમારી નીતિ યુ.એસ., યુરોપ અથવા તો ભારત વિરોધી નહોતી. નવી દિલ્હીએ ઓગસ્ટ 2019માં આંતરરાષ્ટ્રીય કાયદો તોડ્યો અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યા પછી તે ભારત વિરોધી બની ગઈ. બળવાખોર સાંસદોને દેશદ્રોહી ગણાવતા ખાને કહ્યું કે, તેમણે તેમને (સાંસદો) પાછા આવવા અને સરકારને તોડવાના પ્રયાસને નિષ્ફળ બનાવવા વિનંતી કરી હતી, પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી. રવિવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવાની પ્રતિજ્ઞા લેતા ખાને કહ્યું કે, “હું ષડયંત્ર સામે લડીશ અને તેને ક્યારેય સફળ થવા દઈશ નહીં.

Last Updated : Apr 1, 2022, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.