ETV Bharat / bharat

Karnataka High Court: નીચલી કોર્ટ આજીવન કેદની સજા ન ફટકારી શકે, એનો આ અધિકાર નથી

author img

By

Published : Jul 23, 2023, 9:24 AM IST

કર્ણાટક હાઈકોર્ટે એક કેસને લઈને એક એવી સ્પષ્ટતા કરી છે કે, કોઈ પણ આરોપીઓને આજીવન કેદ એટલે કે, છેલ્લા શ્વાસ સુધી જેલની સજા ફટકારી ન શકાય. આવો કોઈ અધિકાર નથી. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે, આ પ્રકારની સજા માત્ર હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટ જ આપી શકે છે.

Karnataka High Court: નીચલી કોર્ટ આજીવન કેદની સજા ન ફટકારી શકે, એનો આ અધિકાર નથી
Karnataka High Court: નીચલી કોર્ટ આજીવન કેદની સજા ન ફટકારી શકે, એનો આ અધિકાર નથી

બેંગ્લુરૂઃ કર્ણાટક હાઈકોર્ટે હત્યાના એક કેસમાં આજીવન કારાવાસની સજા પામેલા એક વ્યક્તિની આજીવન કેદની સજાને લઈને આકરૂ વલણ અપનાવ્યું હતું. હસન જિલ્લાના દ્યાવપનહલ્લી નિવાસી હરીશ તથા લોકેશે ટ્રાયલ કોર્ટના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ અંગે એક અરજી કરી હતી. ટ્રાયલકોર્ટે હત્યા માટે આજીવન કેદની સજાનું એલાન કરી દીધું હતું. પણ હાઈકોર્ટે એની સજા પર ટ્રાયલ કોર્ટના ચૂકાદાને લઈ આદેશ કર્યા હતા. આ સાથે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, આવી સજા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જ આપી શકે છે.

મોટો આદેશઃ ચીફ જસ્ટીસ કે. સોમશેખર અને કે. રાજેશરાયની બેન્ચે આ આદેશ આપ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે,આજીવન કારાવાસ એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી સજા ફટકારવામાં આવી હોય એવા કેસ દુર્લભ હોવા જોઈએ. આ કેસમાં ગુનો અને તપાસની વાત એ સામાન્ય છે. આ કેસમાં કોઈ એવી વાત પુરવાર થતી નથી કે, આ કોઈ દુર્લભ કેસ હોય. કોર્ટે સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિને આજીવન કારાવાસનો નિર્ણય માત્ર સુપ્રીમ અને હાઈકોર્ટ કરી શકે. ટ્રાયલ કોર્ટ પાસે આવી સજા દેવાનો કોઈ અધિકાર નથી.

સજા યથાવતઃ આ કેસમાં કોર્ટે હરીશની આજીવન કેદની સજા યથાવત રાખી છે. કોર્ટે આરોપી લોકેશને એ માની લેતા મુક્ત કરી લીધો કે, એની સામેના પુરાવાઓ પુરવાર નથી કરતા કે આરોપીએ કાંડ કર્યો છે. કોર્ટે કહ્યું કે, માત્ર બીજા વ્યક્તિઓના નિવેદન પર સજા ફટકારી ન શકાય. આ માટે ચોક્કસ પુરાવાઓ જોઈએ. એક વાત કે નિવેદન માનીને કોઈ સજાનું એલાન ન કરી શકાય. એવા નિવેદન માની લેવા પણ યોગ્ય નથી. હરીશની જામીન અરજી રદ્દ કરી દેવાશે, પછી સજાની અમલવારી માટે ટ્રાયક કોર્ટેમાં પ્રક્રિયા થશે.

  1. HC stays RMC byelection : રાજકોટ મનપાની બે બેઠકોની પેટા ચૂંટણી સામે હાઇકોર્ટનો સ્ટે
  2. Ahmedabad News : અમદાવાદીઓને હવે રખડતા ઢોરમાંથી મળશે મુક્તિ, પશુપાલકો માટે પોલીસી ફરજિયાત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.