ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

author img

By

Published : Mar 1, 2021, 7:33 AM IST

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...
NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

1) આજથી રાજ્યમાં વિધાનસભા સત્ર શરૂ

આજથી રાજ્યમાં વિધાનસભા સત્ર શરૂ
આજથી રાજ્યમાં વિધાનસભા સત્ર શરૂ

આજથી વિધાનસભાનું સત્ર શરુ થઈ રહ્યું છે. રાજ્યમાં હાલ ચૂંટણી માહોલ ચાલી રહ્યો છે અને ગઈકાલે જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની યૂંટણી સંદર્ભે ગઈકાલે મતદાન યોજાયું હતુ અને આવતીકાલે એટલે કે 2 માર્ચના રોજ તેની મતગણતરી હાથ ધરવામાં આવશે જેથી માર્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામને લઈને વિધાનસભામાં રજા રહેશે.

2) રાજ્યમાં આજથી ઉનાળાની થશે શરૂઆત, લોકો ઉનાળાને પગલે સાવચેતીના પગલાં ભરવા તૈયાર

રાજ્યમાં આજથી ઉનાળાની થશે શરૂઆત, લોકો ઉનાળાને પગલે સાવચેતીના પગલાં ભરવા તૈયાર
રાજ્યમાં આજથી ઉનાળાની થશે શરૂઆત, લોકો ઉનાળાને પગલે સાવચેતીના પગલાં ભરવા તૈયાર

છેલ્લા એક વર્ષમાં રાજ્યના વાતવરણમાં અચાનક ફેરફાર થયા હતા. જેમાં શિયાળામાં પણ વાતાવરણાં પલટો આવીને કમોસમી વરસાદ વરસ્યાની ઘટનાઓ બની હતી. હવે આજથી ઉનાળાની શરુઆત થઈ યુકી છે. ઉનાળામાં લોકો ફરવા માટેના કાર્યક્રમો કરતા હોય છે પરંતું હાલ કોરોનાકાળ ચાલી રહ્યો હોવાથી ઉનાળાની ઋતુમાં લોકોએ વધુ સાવચેતી રાખવી પડશે.

3) આજથી રાજકોટથી હૈદરાબાદની ફ્લાઈટ શરુ થશે, તો 7 માર્ચે મુંબઈની નવી ફ્લાઇટ શરૂ થશે

આજથી રાજકોટથી  હૈદરાબાદની ફ્લાઈટ શરુ થશે, તો  7 માર્ચે મુંબઈની નવી ફ્લાઇટ શરૂ થશે
આજથી રાજકોટથી હૈદરાબાદની ફ્લાઈટ શરુ થશે, તો 7 માર્ચે મુંબઈની નવી ફ્લાઇટ શરૂ થશે

સૌરાષ્ટ્રનું હાર્દ એટલે રાજકોટ શહેર. રાજકોટ શહેરના લોકો માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે, આજથી રાજકોટથી હૈદરાબાદની ફ્લાઈટ શરુ થશે. જે પ્રવાસીઓએ આ પહેલા અમદાવાદ અથવા અન્ય સ્થળે જવું પડતું હતુ. જ્યારે 7 માર્ચથી વધું એક ફ્લાઈટ કે જે રાજકોટથી મુંબઈની શરુ થવા જઈ રહી છે.

4) આજથી દેશમાં બીજા તબક્કાનું કોરોના રસીકરણ શરૂ થશે

આજથી દેશમાં બીજા તબક્કાનું કોરોના રસીકરણ શરૂ થશે
આજથી દેશમાં બીજા તબક્કાનું કોરોના રસીકરણ શરૂ થશે

છેલ્લા 1 વર્ષથી સમગ્ર દુનિયા પર કોરોના વાઈરસનો કહેર યથાવત છે ત્યારે ભારતે એક નહી બે બે સ્વદેશી કોરોના વેક્સિન બનાવીને વેક્સિનેશન કાર્યક્રમ ચાલુ કરી દીધો છે. જેના બીજા તબક્કા માટેનું કોરોના રસીકરણ આજથી શરુ થઈ રહ્યું છે. જેમાં 1200 જેટલા કેન્દ્રોમાં 60 વર્ષથી ઉપરના તેમજ 45 થી 59 વર્ષ વચ્ચેની વય ધરાવતા લોકોને કોરોના રસી અપાશે.

5) મહિલા બોક્સર મેરી કોમનો આજે જન્મદિવસ

મહિલા બોક્સર મેરી કોમનો આજે જન્મદિવસ
મહિલા બોક્સર મેરી કોમનો આજે જન્મદિવસ

ભારતની મહિલા બોક્સર મેરી કોમનો આજે જન્મદિવસ છે. 38 વર્ષીય મેરીકોમે અમેરિકા ખાતે યોજાયેલી પ્રથમ આઇબા મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપના ૪૮ કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જિત્યો હતો. ૨૦૦૨માં તુર્કી ખાતે યોજાયેલ આઇબા દ્વિતીય વિશ્વ કક્ષાની મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપ સ્પર્ધામાં તેમણે કારકિર્દીનો પ્રથમ સુવર્ણ પદક જીત્યો હતો. તેમને પદ્મભુષણ, અર્જુન એવોર્ડ, પદ્મશ્રી, રાજીવ ગાંધી ખેલ રત્ન સહિતના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

6) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુ પ્રવાસે જશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુ પ્રવાસે જશે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુ પ્રવાસે જશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે તમિલનાડુના પ્રવાસે જશે. તેઓ કન્યાકુમારીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાના છે.

7) UPમાં આજથી ખુલશે પ્રાથમિક શાળાઓ

UPમાં આજથી ખુલશે પ્રાથમિક શાળાઓ
UPમાં આજથી ખુલશે પ્રાથમિક શાળાઓ

ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસના કારણે શાળા-કોલેજોને સાવચેતીના ભાગરુપે બંધ રાખવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આજથી રાજ્યમાં પ્રાથમિક શાળાઓને કોરોનાની ગાઈડલાઈન મુજબ ખોલવામાં આવશે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું અવશ્ય પાલન કરવું પડશે.

8) મહારાષ્ટ્રમાં આજથી બજેટ સત્ર થશે શરૂ

મહારાષ્ટ્રમાં આજથી બજેટ સત્ર થશે શરૂ
મહારાષ્ટ્રમાં આજથી બજેટ સત્ર થશે શરૂ

મહારાષ્ટ્રમાં આજથી બજેટ સત્ર શરુ થઈ રહ્યું છે. આ બજેટ સત્રમાં હોબાળો થવાની સંભાવના સેવાઈ રહી છે. આ બજેટ સત્ર આઠ દિવસ સુધી ચાલશે અને આઠ માર્ચે બજેટ રજૂ કરવામાં આવશે.

9) પ્રિયંકા ગાંધી આજે આસામના પ્રવાસે જશે

પ્રિયંકા ગાંધી આજે આસામના પ્રવાસે જશે
પ્રિયંકા ગાંધી આજે આસામના પ્રવાસે જશે

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે 2 દિવસીય આસામના પ્રવાસે જવાના છે. તેઓ કામાખ્યા મંદિરે દર્શન કરવા જશે. તેઓ આજથી ચૂંટણી પ્રચારની શરુઆત કરશે.

10) jioનો આજથી નવો પ્લાન શરુઃ જો તમારી પાસે jio phone હોય તો પ્લાનનો લાભ લઈ શકો છો

10) jioનો આજથી નવો પ્લાન શરુઃ જો તમારી પાસે jio phone હોય તો પ્લાનનો લાભ લઈ શકો છો
10) jioનો આજથી નવો પ્લાન શરુઃ જો તમારી પાસે jio phone હોય તો પ્લાનનો લાભ લઈ શકો છો

આજથી jioએ jio phone માટે નવા બે પ્લાન લોન્ચ કર્યા છે. 749 રુપિયાના રિચાર્જમાં આખુ વર્ષ અનલિમિટેડ ડેટા અને અનલિમિટેડ કોલિંગ કરી શકશે. 1499 રુપિયાના પ્લાન પણ આજથી શરુ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.