ETV Bharat / bharat

SBI ગ્રાહકો માટે જરુરી જાણકારી, શનિવારે રાત્રે બે કલાક થવાનું આ કામ

author img

By

Published : Jul 3, 2021, 6:57 PM IST

દેશની સૌથી મોટી બેંક SBIની કેટલીક બેન્કિંગ સેવાઓ શનિવારે મોડી રાત્રે 2 કલાકથી વધુ સમય માટે બંધ રહેશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વિટર પર પણ આ માહિતી આપી છે.

SBI ગ્રાહકો માટે જરુરી જાણકારી, શનિવારે રાત્રે બે કલાક થવાનું આ કામ
SBI ગ્રાહકો માટે જરુરી જાણકારી, શનિવારે રાત્રે બે કલાક થવાનું આ કામ

  • SBI ગ્રાહકો માટે અગત્યની સૂચના
  • શનિવારે મોડી રાત્રે બંધ રહેશે કેટલીક સેવા
  • બેંકની ડિજિટલ સેવાઓના મેઇન્ટેનન્સ માટે બંધ રહેશે

    મુંબઈઃ SBIએ ટ્વીટ પર માહિતી આપી છે કે તેની ડિજિટલ સેવાઓ (SBI Digital Services) શનિવારે મોડી રાત્રે 3.25 વાગ્યાથી બીજા દિવસે સવારે 5.50 સુધી કામ કરશે નહીં. એટલે કે, બેંકની સેવાઓ 4 જુલાઈએ સવારે 3: 25 થી સવારે 5.50 સુધી બંધ રહેવાની છે.


    ઇન્ટરનેટ બેંકિગ સેવા પણ બંધ રહેશે
    SBIએ કહ્યું કે આ સમયગાળામાં તેની ઇન્ટરનેટ બેંકિંગ સેવાની સાથે મોબાઇલ બેન્કિંગ યોનો, યોનો લાઇટ અને યુપીઆઈ પણ બંધ રહેશે. જોકે આ પહેલીવારનું નથી કે એસબીઆઈની આ સેવાઓ સ્થગિત કરવામાં આવી હોય. આ પહેલાં પણ બેંકે 13 જૂન અને 20 જૂને પોતાની આ ડિજિટલ સેવાઓને ચાર ચાર કલાક માટે બંધ કરી દીધી હતી.

    આ પણ વાંચોઃ ચોથા ક્વાર્ટરનો ગ્રોથ વધશે પણ વાર્ષિક વિકાસ દર ઘટી 7.3 ટકા રહી શકેઃ એસબીઆઈ

    State Bank Of Indiaએ જણાવ્યું હતું કે આ જરુરી સેવાઓના મેઇન્ટેઇનન્સ માટે બંધ કરવામાં આવી રહી છે. અમને આશા છે કે ગ્રાહકો તેમના આ કાર્યમાં બેંકને સહયોગ આપશે.

આ પણ વાંચોઃ આજે SBIનો સ્થાપના દિન, 215 વર્ષ જૂની તેની બીજકથા છે ખૂબ રસપ્રદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.