ETV Bharat / bharat

કોરોનાની બીજી લહેરમાં 730 ડૉક્ટર્સે ગુમાવ્યો જીવ

author img

By

Published : Jun 16, 2021, 8:14 PM IST

કોરોનાની બીજી લહેરમાં 730 ડૉક્ટર્સે ગુમાવ્યો જીવ
કોરોનાની બીજી લહેરમાં 730 ડૉક્ટર્સે ગુમાવ્યો જીવ

દેશ માટે કોરોનાની બીજી લહેર ઘાતકી સાબિત થઇ હતી. આ લહેરમાં ડૉક્ટર્સે મોટા પ્રમાણમાં પણ જીવ ગુમાવ્યા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આ અંગે જણાવ્યું છે કે બીજી લહેરમાં 730 ડૉક્ટર્સે જીવ ગુમાવ્યા છે.

  • કોરોનાની બીજી લહેર ડૉક્ટર્સ માટે બની ઘાતકી
  • દેશમાં 730 ડૉક્ટર્સે ગુમાવ્યા જીવ
  • સૌથી વધારે ડૉક્ટર્સે બિહારમાં ગુમાવ્યા જીવ

હૈદરાબાદ: કોરોના સંક્રમણની બીજી લહેર ધીમે ધીમે ઓછી થઇ રહી છે પણ એપ્રિલ અમે મે મહિનામાં એક સમય એવો હતો કે રોજના લગભગ 4 લાખ કેસ સામે આવી રહ્યાં હતાં અને જ્યારે 24 ક્લાકમા 4,000 લોકોના મૃત્યુ થઇ રહ્યાં હતાં. જો કે કોરોનાની બીજી લહેરમાં અનેક ડૉક્ટર્સે પણ જીવ ગુમાવ્યા છે.

730 ડૉક્ટર્સે ગુમાવ્યા જીવ

IMA એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું છે કે કોરોના સંક્રમણની બીજી લહેરમાં સમગ્ર દેશમાં 730 ડૉક્ટર્સના મૃત્યુ થયા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ રાજ્યવાર એક સૂચી પણ જાહેર કરી છે.

કોરોનાની બીજી લહેરમાં 730 ડૉક્ટર્સે ગુમાવ્યો જીવ
કોરોનાની બીજી લહેરમાં 730 ડૉક્ટર્સે ગુમાવ્યો જીવ

બિહાર અને દિલ્હીમાં સૌથી વધુ ડૉક્ટર્સના મૃત્યુ

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ ડૉક્ટર્સના મૃત્યુ બિહારમાં થયા છે. બિહારમાં કુલ 115 ડૉક્ટર્સે જીવ ગુમાવ્યા છે જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં 109 ડૉક્ટર્સના મૃત્યુ થયા છે. ત્યાર પછી ઉત્તરપ્રદેશમાં 79,પશ્ચિમ બંગાળમાં 62, રાજસ્થાનમાં 43 ડૉક્ટર્સે જીવ ગુમાવ્યા છે.

રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ

IMA દ્વારા કોરોનાની બીજી લહેરમાં ડૉક્ટર્સના મૃત્યુ અંગેની માહિતી આપ્યા પછી રાહુલ ગાંધીએ પણ આ અંગે ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીએ મૃત્યુ પામેલા ડૉક્ટર્સના પરીવારજનોને સાંત્વના આપતા લખ્યું હતું કે કોરોના સંકટ કાળમાં બીજાના જીવ બચાવવા જતાં પોતાના જીવ જોખમમાં નાંખનારા ડૉક્ટર્સને મારા સલામ.

રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ
રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.