ETV Bharat / bharat

પુલિત્ઝર વિજેતા કાશ્મીરી ફોટો જર્નાલિસ્ટે કહ્યું કે મને અમેરિકા જતી અટકાવવામાં આવી

author img

By

Published : Oct 19, 2022, 11:46 AM IST

પુલિત્ઝર પુરસ્કાર વિજેતા કાશ્મીરી ફોટો જર્નાલિસ્ટ સના ઇર્શાદ મટ્ટૂએ (Journalist Sana Irshad Mattoo) મંગળવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે "માન્ય વિઝા અને ટિકિટ હોવા છતાં" તેમને દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ અમેરિકન ફ્લાઇટમાં બેસતા અટકાવામાં આવ્યા હતા.

પુલિત્ઝર વિજેતા કાશ્મીરી ફોટો જર્નાલિસ્ટે કહ્યું કે મને અમેરિકા જતી અટકાવવામાં આવી
પુલિત્ઝર વિજેતા કાશ્મીરી ફોટો જર્નાલિસ્ટે કહ્યું કે મને અમેરિકા જતી અટકાવવામાં આવી

નવી દિલ્હી પુલિત્ઝર પુરસ્કાર વિજેતા કાશ્મીરી ફોટો જર્નાલિસ્ટ સના ઇર્શાદ મટ્ટૂએ (Journalist Sana Irshad Mattoo)મંગળવારે જણાવ્યું હતું કે "માન્ય વિઝા અને ટિકિટ હોવા છતાં" તેને દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ અમેરિકન ફ્લાઇટમાં બેસવાથી અટકાવી હતી. 28 વર્ષીય સનાને કોવિડ-19 લગતા કવરેજ માટે ન્યૂઝ એજન્સી રોયટર્સ માટે પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ સોમવારે દિલ્હીથી ન્યુયોર્ક જવાના હતા.

ફ્લાઇટમાં બેસવાની મનાઇ પુલિત્ઝર પુરસ્કાર વિજેતા કાશ્મીરી ફોટો જર્નાલિસ્ટ સના ઇર્શાદ મટ્ટૂએ મંગળવારે જણાવ્યું હતું કે "માન્ય વિઝા અને ટિકિટ હોવા છતાં" તેમને દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ અમેરિકન ફ્લાઇટમાં બેસતા અટકાવ્યા હતા.

ચાર મહિનામાં આ બીજી વખત સનાએ ટ્વીટ કર્યું કે હું પુલિત્ઝર પુરસ્કાર પ્રાપ્ત કરવા ન્યુયોર્ક જઈ રહી હતી, પરંતુ મને દિલ્હી એરપોર્ટના ઈમિગ્રેશન ડેસ્ક પર રોકી દેવામાં આવી હતી. માન્ય યુએસ વિઝા અને ટિકિટ હોવા છતાં મને આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર જવા દેવામાં આવી ન હતી. તેણે દાવો કર્યો હતો કે છેલ્લા ચાર મહિનામાં આ બીજી વખત છે. જ્યારે તેને વિદેશ પ્રવાસ કરતા રોકવામાં આવ્યો છે. સનાએ કહ્યું કે આ બીજી વખત છે જ્યારે મને કોઈ કારણ વગર રોકવામાં આવી છે. થોડા મહિના પહેલા જે બન્યું તે પછી મને અનેક અધિકારીઓનો સંપર્ક કરવા છતાં કોઈ જવાબ મળ્યો ન હતો. તેણે કહ્યું કે આ એવોર્ડ સમારોહમાં હાજરી આપવાનો મારા માટે જીવનમાં એક વખતનો અવસર હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.