ETV Bharat / bharat

કેટલીક વસ્તુઓ શા માટે યાદ રહે છે અને કેટલીક ભૂલી જાવાય છે, સંશોધનમાં કારણ આવ્યુ સામે

author img

By

Published : Apr 20, 2022, 6:10 PM IST

આપણા રોજિંદા જીવનમાં ઘણું બધુ બને છે. સમય વીતવા સાથે એમાંથી અમુક બાબતો આપણને યાદ રહી જાય છે અને અમુક બાબતો આપણે ભૂલી જઈએ છીએ. અમુક ખાસ માનવ મગજના કોષો આપણી કેટલીક યાદોને યાદ રાખવા અને અમુકને ભૂલી જવા પાછળ વિશેષ ભૂમિકા ભજવે છે. તાજેતરના એક સંશોધનમાં, તે માનવ મગજના કોષો (Human brain cells) વિશે જાણવા મળ્યું છે જે વસ્તુઓને યાદ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કેટલીક વસ્તુઓ શા માટે યાદ રહે છે અને કેટલીક ભૂલી જાવાય છે, સંશોધનમાં કારણ આવ્યુ સામે
કેટલીક વસ્તુઓ શા માટે યાદ રહે છે અને કેટલીક ભૂલી જાવાય છે, સંશોધનમાં કારણ આવ્યુ સામે

ન્યૂઝ ડેસ્ક: યુએસમાં સીડર-સિનાઈ મેડિકલ સેન્ટરના (Cedar-Sinai Medical Center) સંશોધકોએ માનવ મગજના બે પ્રકારના કોષો શોધી કાઢ્યા છે જે આપણને વસ્તુઓ યાદ રાખવામાં મદદ કરે છે. નેચર ન્યુરોસાયન્સ જર્નલમાં (Journal of Nature Neuroscience) પ્રકાશિત થયેલા આ સંશોધનમાં સંશોધકોએ જણાવ્યું છે કે સંશોધનમાં જે માનવ મગજના કોષો મળી આવ્યા છે તે આપણા અનુભવો અને યાદોને અલગ-અલગ ભાગોમાં વહેંચવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેથી ભવિષ્યમાં તેઓને યાદ કરી શકાય.

આ પણ વાંચો: vegan diet and arthritis: અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, વીગન આહારનુ સેવન સંધિવાનો દુખાવો દૂર કરે છે

કેટલાંક ફંક્શન કોમ્પ્યુટર જેવાં : સંશોધનના પરિણામોમાં, સંશોધકોએ જણાવ્યું છે કે જ્યારે પણ આપણે કંઈક યાદ કરવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણા મગજના કેટલાક કોષો વધુ ઉત્સાહિત અને વધુ સક્રિય થઈ જાય છે. આમાંના કેટલાંક ફંક્શન કોમ્પ્યુટર જેવાં હોય છે, જે કોમ્પ્યુટરમાં અલગ-અલગ ફોલ્ડરમાં ફાઈલો સેવ થાય છે તેવી જ રીતે યાદોને આપણા મગજમાં રાખે છે. અને જ્યારે મગજના ઉક્ત કોષો ઉત્તેજિત થવા લાગે છે, ત્યારે માત્ર નવી ઘટનાઓ જ અલગ-અલગ સેગમેન્ટમાં સાચવવામાં આવતી નથી, પરંતુ ભૂતકાળમાં બનેલી કેટલીક સમાન ઘટનાઓ સાથે જોડાયેલી સુરક્ષિત યાદો તાજી થાય છે.

સંશોધનનો ઉદ્દેશ્ય: નોંધપાત્ર રીતે, આ સંશોધનમાં, સંશોધકોએ ડ્રગ-રેઝિસ્ટન્ટ એપિલેપ્સી દર્દીઓનો અભ્યાસ કર્યો હતો. આ સંશોધનનો એક ઉદ્દેશ્ય એ જાણવાનો હતો કે મગજના ન્યુરોન્સ યાદશક્તિ જાળવવામાં કેવી રીતે કામ કરે છે.

સંશોધન પરિણામો: સંશોધનના વરિષ્ઠ લેખક, ઉલી રુતિશૌસરે સંશોધનના તારણોમાં જણાવ્યું હતું કે સંશોધનમાં ભાગ લેનારાઓના મગજમાં ઈલેક્ટ્રોડ્સ સર્જિકલ રીતે સ્થાપિત કરવામાં આવ્યા હતા, જે તેમને એપિલેપ્ટિક હુમલાને ચિહ્નિત કરવામાં મદદ કરી શકે છે. આ પછી, દર્દીઓને ફિલ્મના કેટલાક દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા અને આ દરમિયાન તેમના મગજમાં વિવિધ ન્યુરોન્સની પ્રવૃત્તિ રેકોર્ડ કરવામાં આવી હતી. આમાં, તેમની જ્ઞાનાત્મક મર્યાદા, એટલે કે મગજની વિચારવાની અને સમજવાની મર્યાદાનો પણ વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

કેટલીક વસ્તુઓ શા માટે યાદ રહે છે અને કેટલીક ભૂલી જાવાય છે, સંશોધનમાં કારણ આવ્યુ સામે
કેટલીક વસ્તુઓ શા માટે યાદ રહે છે અને કેટલીક ભૂલી જાવાય છે, સંશોધનમાં કારણ આવ્યુ સામે

સંશોધકોના મતે: મૂવી જોતી વખતે, સહભાગીઓને તેમના મગજમાં બે ચેતાકોષોની ચોક્કસ પ્રવૃત્તિ અને અતિસક્રિયતા જોવા મળી હતી, જેને સંશોધકોએ બાઉન્ડ્રી સેલ અને ઇવેન્ટ સેલ નામ આપ્યું હતું. સંશોધનમાં, આ બે કોષો વધુ સક્રિય હોવાની સ્થિતિમાં તેમની પ્રતિક્રિયાઓનો પણ વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે જ્યારે બાઉન્ડ્રી અને ઈવેન્ટ સેલ બંનેની એક્ટિવિટી કોઈ ચોક્કસ અવસ્થામાં ચરમસીમાએ હોય છે ત્યારે બંને મગજમાં સિગ્નલ મોકલે છે ત્યારે મગજમાં નવી યાદો બનવા લાગે છે. સંશોધકોના મતે, બાઉન્ડ્રી સેલનું કાર્ય તમારા કમ્પ્યુટરમાં એક નવું ફોલ્ડર બનાવવા જેવું છે અને તેમાં સંબંધિત વિષય સાથે સંબંધિત ફાઇલને સાચવવા જેવું છે.

આ પણ વાંચો: Skin Care Tips: આ રીતે મુસાફરી દરમિયાન ત્વચાનું ધ્યાન રખી શકાશે, જૂઓ ટીપ્સ

સારવારમાં સંશોધનની સુસંગતતા: યાદશક્તિ સંબંધિત રોગોના સંબંધમાં આ સંશોધનની પ્રાસંગિકતા અંગે ઉલી રુતિશૌસરે જણાવ્યું હતું કે યાદશક્તિના વિકારની સારવાર માટે પહેલા યાદો બનાવવાની પ્રક્રિયાને સમજવી જરૂરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ સંશોધન સ્મૃતિઓ બનાવવાની પ્રક્રિયા વિશે જણાવે છે, તેથી તેના તારણો નિઃશંકપણે યાદશક્તિમાં ઘટાડો અથવા નબળાઇ જેવા રોગોની સારવારમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેમ કે ડિમેન્શિયા અને અલ્ઝાઈમર વગેરે અને તેમની સારવારમાં નવા રસ્તાઓ પણ ખોલી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.