ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોએ વિવાદના પ્રસંગ ટાળવા માટે સમાધાનકારી નીતિ રાખવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 5:10 AM IST

Updated : Sep 25, 2023, 6:52 AM IST

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

અમદાવાદ : 25 સપ્ટેમ્બર 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે 25 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. ઓફિસમાં અગત્‍યના મુદ્દાઓ અંગે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. કામનું ભારણ વધે. પરિવારની બાબતમાં ઉંડો રસ લઇ સભ્‍યો સાથે વિચાર વિમર્શ કરશો. ગૃહસજાવટ માટે આયોજન કરશો. માતા સાથે વધારે નિકટતા અનુભવશો.

વૃષભ: ચંદ્ર આજે 25 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. વેપારીઓ માટે આજનો દિવસ શુભ છે. તેઓ નવાં આયોજનો હાથ ધરી શકશે. ઉપરાંત વ્‍યવસાયમાં નાણાંકીય લાભ પણ મેળવી શકશે. વિદેશ વસતા મિત્ર કે સ્‍વજનના સમાચાર આપને ભાવવિભોર કરશે. લાંબા અંતરની મુસાફરીના યોગ છે. યાત્રાધામની મુલાકાત પણ સંભવિત બને. વધુ પડતા કામનો બોજ થાક અને કંટાળાનો અનુભવ કરાવશે.

મિથુન: ચંદ્ર આજે 25 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપને બેકાબૂ ક્રોધ પર લગામ રાખવાની સલાહ છે. બદનામી અને નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવું આપના હિતમાં રહેશે. વધુ પડતા ખર્ચથી નાણાંભીડ અનુભવશો. કુટુંબીજનો અને ઓફિસમાં સહકર્મચારીઓ સાથે મનદુ:ખ કે વિવાદના પ્રસંગ ટાળવા માટે સમાધાનકારી નીતિ રાખવી, દરેકને આદર કરવો અને સૌને સહકાર આપવો.. બીમાર દર્દીએ નવી સારવાર અને ઓપરેશન ન કરાવવાની સલાહ છે. ઇશ્વરની આરાધના, જાપ તેમજ આધ્‍યાત્‍મ‍િકતા આપને શાંતિનો અનુભવ કરાવશે.

કર્ક: ચંદ્ર આજે 25 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજનો દિવસ સામાજિક અને વ્‍યાવસાયિક ક્ષેત્રે આપના માટે લાભદાયી પુરવાર થશે. મોજશોખના સાધનો ઉત્તમ વસ્‍ત્રાભૂષણ અને વાહનની ખરીદી કરશો. મોજમજા અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય પસાર થાય આ સાથે જ વિજાતીય વ્‍યક્તિ સાથેની રોમાંચિત મુલાકાતથી સુખ અનુભવશો. દાંપત્‍યજીવનમાં ઉત્‍કટ પ્રેમની અનુભૂતિ થાય. ભાગીદારીમાં લાભ થાય. પર્યટનની પણ શક્યતા છે.

સિંહ: ચંદ્ર આજે 25 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજે આપનું મન હળવું રહે અને શારીરિક રીતે સ્ફૂર્તિ જળવાય તે માટે કામકાજનું અતિ ભારણ લેવાના બદલે વિરામ લેવાનું પસંદ કરજો. આમ કરવાથી તમે આપ્તજનોને વધુ સમય આપી શકશો અને સંબંધોમાં પણ મીઠાશ ભળશે. એમ છતાં ઘરમાં શાંતિનું વાતાવરણ હોય રોજિંદા કામોમાં થોડો અવરોધ આવે પરંતુ થોડા પ્રયાસોથી તે ટાળી શકશો. વધારે પરિશ્રમ કર્યા બાદ અધિકારીઓ સાથે વાદવિવાદમાં પડવું નહીં.

કન્યા: ચંદ્ર આજે 25 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજના દિવસમાં મનમાં કોઈ સામાન્ય બાબતે ચિંતા થઈ શકે છે. નાની-નાની વાતો પર વધુ પડતા લાગણીશીલ થવું નહીં. પેટની સમસ્‍યાઓથી બચવા માટે ભોજન સમયસર લેવું અને અતિશય ભોજન ટાળવું. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં ઈચ્છિત સફળતા માટે મહેનત વધારવી પડશે. ઓચિંતો ધન ખર્ચ આવી પડે. બૌદ્ધિક ચર્ચાઓ અને વાટાઘાટોમાં હઠાગ્રહ છોડવાની સલાહ છે. પ્રિયજન સાથે મેળાપ થાય. વિજાતીય આકર્ષણ અનુભવશો. શેરસટ્ટાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવે છે.

તુલા: ચંદ્ર આજે 25 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે આપ વધારે પડતા લાગણીશીલ બનશો તેના કારણે તમારું વલણ કોઈ બાબતે પક્ષપાતી ના થઈ જાય તેનું ધ્યાન રાખવું. વ્યવહારુ અભિગમ તમારા માટે વધુ બહેતર રહેશે. માતા સાથેના સંબંધોમાં વિનમ્રતા રાખવી અને તેમના માટે વધુ સમય ફાળવવો. મુસાફરી કરવાની હોય તો શક્ય હોય ત્યાં સુધી જાતે વાહન ચલાવવાનું ટાળજો. કૌટુંબિક અને જમીન મિલકતને લગતી ચર્ચાઓ છંછેડવી નહીં. પાણીથી સંભાળવું પડશે.

વૃશ્ચિક: ચંદ્ર આજે 25 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. કાર્ય સફળતા, આર્થિક લાભ અને ભાગ્‍ય વૃદ્ધિ માટે સારો દિવસ છે. નવા કાર્યની શરૂઆત પણ કરી શકો છો. ભાઇ ભાંડુઓનું વલણ આજે વધારે સહકારભર્યું અને પ્રેમાળ રહેશે. પ્રતિસ્‍પર્ધીઓને પછડાટ આપી શકશો. પ્રિયજન સાથે મિલન થતાં મન આનંદ અનુભવશે. નાની મુસાફરી થાય. આરોગ્‍ય જળવાઈ રહેશે.

ધન: ચંદ્ર આજે 25 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. દ્વિધાયુક્ત મનોસ્થિતિ વચ્ચે આજે કૌટુંબિક માહોલમાં પણ તણાવનો અહેસાસ થઈ શકે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ સાથે અને દરેક સ્થિતિમાંતમારું વર્તન નિષ્પક્ષ અને વ્યવહારું રાખવું પડશે. વધુ ધન ખર્ચની શક્યતા હોવાથી પૂર્વતૈયારી રાખવી. વિલંબથી કાર્યો પૂરા થાય. અગત્‍યનો કોઇ નિર્ણય લેવો આજે હિતાવહ નથી. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવાના પ્રયાસ કરવો પડશે. દૂર વસતા મિત્ર કે સ્‍નેહીના સમાચાર કે સંદેશવ્‍યવહાર આપને લાભદાયી નીવડશે.

મકર: ચંદ્ર આજે 25 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. ઇશ્વરના નામસ્‍મરણથી આપના દિવસનો શુભારંભ થશે. ધાર્મિક કાર્યો અને પૂજા પાઠ થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદમય વાતાવરણ રહે. આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડે. મિત્રો, સગાસંબંધીઓ તરફથી ભેટ સોગાદ મળે. શારીરિક માનસિક રીતે પ્રફુલ્લિત રહો. નોકરી વ્‍યવસાયમાં પણ અનુકૂળ પરિસ્થિતિ રહેશે. દાંપત્‍યજીવનમાં પરમસુખનો અનુભવ કરશો. પડવા વાગવાથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે.

કુંભ: ચંદ્ર આજે 25 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે કોઇના જામીન ન થવાની તેમજ કોઇ સાથે આર્થિક લેવડદેવડ ન કરવાની સલાહ છે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. શરીર અને મનની સ્‍વસ્‍થતા નહીં જળવાય. સ્‍વજનો સાથે મતભેદ ઉભા થાય. કોઇનું હિત કરવા જતાં આફતમાં મુકાઇ જાઓ તેવું બને. ગુસ્‍સાને કાબૂમાં રાખવો.

મીન: ચંદ્ર આજે 25 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. સામાજિક કાર્યોમાં કે પ્રસંગમાં ભાગ લેવાના સંજોગો સર્જાય. મિત્રો- સ્‍નેહીજનો સાથેની મુલાકાત મનને આનંદિત કરશે. સુંદર સ્‍થળે પર્યટનનું આયોજન થાય. શુભ સમાચાર મળે. પત્‍ની અને સંતાનો થકી લાભની પ્રાપ્તિ થાય. આકસ્મિક ધન પ્રાપ્તિની શક્યતા છે. વસ્‍તુઓ ખરીદવા માટે અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે.

Last Updated :Sep 25, 2023, 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.