ETV Bharat / bharat

હિમાચલના CM સુખવિંદર સિંહ કોરોના પોઝિટિવ, PM મોદીને નહીં મળે

author img

By

Published : Dec 19, 2022, 12:52 PM IST

હિમાચલના CM સુખવિંદર સિંહ કોરોના પોઝિટિવ, PM મોદીને નહીં મળે
હિમાચલના CM સુખવિંદર સિંહ કોરોના પોઝિટિવ, PM મોદીને નહીં મળે

હિમાચલના CM સુખવિંદર સિંહ સુખુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. (Himachal CM Sukhvinder Singh Corona positive )પીએમ મોદીને મળતા પહેલા તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે તેઓ ત્રણ દિવસ દિલ્હીમાં રહેશે.

શિમલા/દિલ્હી: હિમાચલના CM સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ આવ્યા છે. સીએમ સુખુ આ દિવસોમાં દિલ્હીના પ્રવાસે છે. ઉલ્લેખનીય છે કે, (Himachal CM Sukhvinder Singh Corona positive )CM સુખવિંદર સિંહ સુખુ 14 ડિસેમ્બરના રોજ દિલ્હીના પ્રવાસે ગયા હતા.

આ પણ વાંચોઃ ધુમ્મસનો કહેર! કરનાલ નેશનલ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત, 25 થી 30 વાહનોને નુકસાન

ભારત જોડો યાત્રામાં ભાગ લીધો: CM દિલ્હી ઉપરાંત રાજસ્થાન પણ ગયા હતા. જ્યાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે પહેલા તેઓ જયપુર અને પછી દૌસા ગયા હતા. સીએમ સુખુ ઉપરાંત ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રી, પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ અને હિમાચલ કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો.

કોરોના રિપોર્ટ પોઝિટિવ: આજે સીએમ સુખુએ પીએમ મોદી સાથે સૌજન્ય મુલાકાતનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. પીએમને મળતા પહેલા સીએમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પીએમને મળ્યા બાદ આજે સાંજ સુધીમાં સીએમ સુખવિંદર સિંહ સુખુ શિમલા પરત ફરવાના હતા, પરંતુ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હાલ દિલ્હીમાં જ રહેશે.

આ પણ વાંચોઃ રાજનાંદગાંવમાં પ્રેમિકા બની વિલન, પ્રેમીએ હત્યા કરી લાશ ડ્રમમાં ફેંકી દીધી

શિયાળુ સત્ર: હિમાચલ વિધાનસભાનું શિયાળુ સત્ર પણ 22 ડિસેમ્બરથી યોજાનાર છે. હિમાચલની નવી સરકારનું આ પ્રથમ વિધાનસભા સત્ર હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.