ETV Bharat / bharat

હિમાચલમાં ભૂસ્ખલન : 9 પર્યટકોના મોત, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને વ્યક્ત કર્યું દુ:ખ

author img

By

Published : Jul 25, 2021, 9:25 PM IST

હિમાચલમાં ભૂસ્ખલન
હિમાચલમાં ભૂસ્ખલન

હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લાના બટસેરી ગામના પહાડો પરથી ભૂસ્ખલન થતા 9 પર્યટકોના મોત નિપજ્યા છે અને ગામને પહાડો સાથે જોડતો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. પોલીસ હાલમાં તપાસ હાથ ધરી રહી છે.

  • હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનની ઘટના યથાવત
  • સતત બીજા દિવસે ભૂસ્ખલન થતા 9 પર્યટકોના મોત, 3 ઈજાગ્રસ્ત
  • ગામને પહાડો સાથે જોડતો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો
    જૂઓ ભૂસ્ખલનનો લાઈવ વીડિયો...

કિન્નોર (હિમાચલ પ્રદેશ) : બટસેરી ગામ પાસે ફરી એક વખત ભૂસ્ખલનની ઘટના બની છે. રવિવારે સાંજના સમયે પહાડનો એક ભાગ તૂટીને પડતા કુલ 9 પર્યટકોના મોત નિપજ્યા છે. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં ગામ અને પહાડોને જોડતો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે.

  • किन्नौर, हिमाचल प्रदेश में हुए भूस्खलन हादसे में कई लोगों की मृत्यु के समाचार से बहुत दुख हुआ। शोक संतप्त परिवारों के प्रति मैं गहरी संवेदना व्यक्त करता हूं और घायल हुए लोगों के शीघ्र स्वस्थ होने की कामना करता हूँ।

    — President of India (@rashtrapatibhvn) July 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • हिमाचल प्रदेश के किन्नौर में भूस्खलन से हुआ हादसा अत्यंत दुखद है। इसमें जान गंवाने वाले लोगों के परिजनों के प्रति मेरी हार्दिक संवेदनाएं। दुर्घटना में घायल हुए लोगों के इलाज की पूरी व्यवस्था की जा रही है। मैं उनके शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi

    — PMO India (@PMOIndia) July 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, કિન્નોરમાં ભૂસ્ખલનથી સર્જાયેલી દુર્ઘટના અત્યંત દુ:ખદ છે. આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિજનો માટે મારી સંવેદના છે. ઈજાગ્રસ્તોની સારવાર માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

મૃતકો અને ઈજાગ્રસ્તોની યાદી
મૃતકો અને ઈજાગ્રસ્તોની યાદી

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

મૃતકોમાં 4 લોકો રાજસ્થાનના, 2 છત્તીસગઢના, એક નાગપુરનો અને 2 વેસ્ટ દિલ્હીના હોવાનું સામે આવ્યું છે. જ્યારે 3 ઈજાગ્રસ્તો પૈકી એક વેસ્ટ દિલ્હી, એક પંજાબ અને એક સ્થાનિક રહીશ હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે પોલીસ વધુ જાનહાનિ તેમજ માલહાનિ અંગે તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.