ETV Bharat / bharat

લખીમપુર હિંસા કેસમાં મુખ્ય આરોપી આશિષની જામીન પર હવે 15મી નવેમ્બરે સુનાવણી

author img

By

Published : Nov 3, 2021, 4:03 PM IST

લખીમપુર હિંસા(Lakhimpur violence) કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાની જામીન (Bail of Ashish Mishra)પરની સુનાવણી 15 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. જિલ્લા ન્યાયાધીશ આજે સેશન્સ કોર્ટમાં આ અંગે સુનાવણી કરી રહ્યા હતા. હવે આશિષ મિશ્રાની જામીન અરજી પર આગામી સુનાવણી 15 નવેમ્બરે થશે.

લખીમપુર હિંસા કેસમાં મુખ્ય આરોપી આશિષની જામીન પર હવે 15મી નવેમ્બરે સુનાવણી
લખીમપુર હિંસા કેસમાં મુખ્ય આરોપી આશિષની જામીન પર હવે 15મી નવેમ્બરે સુનાવણી

  • આશિષ મિશ્રાની જામીન પર બાબતે 15મી નવેમ્બરે સુનાવણી
  • તમામ દસ્તાવેજો આગામી સુનાવણી પર કોર્ટમાં ઉપલબ્ધ કરાવવાનો પણ આદેશ
  • બચાવ પક્ષ તરફથી કોર્ટમાં ક્રોસ કેસની સીડીની વિનંતી કરતા કોર્ટે આ વાતને ફગાવી દીધી

લખીમપુર ખેરી: લખીમપુર હિંસા(Lakhimpur violence) કેસના મુખ્ય આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા(Ashish Mishra)ની જામીન અરજી પર સુનાવણી હવે 15 નવેમ્બરે હાથ ધરવામાં આવશે. જેની સુનાવણી આજે જિલ્લા ન્યાયાધીશની કોર્ટ(LakhimpurJ udge's Court)માં થવાની હતી, પરંતુ જિલ્લા વકીલ મંડળમાં વકીલનું અવસાન થતાં એકત્રીકરણ થયું હતું અને સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.

કોર્ટમાં સુનાવણી હવે 15 નવેમ્બરે થશે

અન્ય બે આરોપી આશિષ પાંડે અને લવ કુશના જામીન અંગેની સુનાવણી પણ આજે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં થવાની હતી, પરંતુ સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. DGC અરવિંદ ત્રિપાઠીએ જણાવ્યું કે, કોર્ટમાં સુનાવણી હવે 15 નવેમ્બરે થશે. કોર્ટે કેસ ડાયરી અને ફોરેન્સિક રિપોર્ટ સહિતના તમામ દસ્તાવેજો આગામી સુનાવણી પર કોર્ટમાં ઉપલબ્ધ કરાવવાનો પણ આદેશ કર્યો છે

મુખ્ય આરોપી આશિષ મિશ્રા, આરોપી આશિષ પાંડે અને લવ કુશ રાણાની જામીન અરજી પર બુધવારે સુનાવણી થવાની હતી. પરતું જિલ્લા ન્યાયાધીશ મુકેશ મિશ્રાની કોર્ટમાં ફરિયાદ પક્ષ તરફથી જિલ્લા સરકારના એડવોકેટ ફૌજદારી અરવિંદ ત્રિપાઠી અને બચાવ પક્ષ તરફથી અવધેશ દુબે, અવધેશ સિંહ, રામ આશિષ મિશ્રા, ચંદ્ર મોહન સિંહ સહિત અનેક વકીલો હાજર રહ્યા હતા. પરતું ડિસ્ટ્રિક્ટ જજ મુકેશ મિશ્રાએ કેટલાક ફોરેન્સિક રિપોર્ટ્સ ન મળવાને કારણે જામીનની સુનાવણી માટે આગામી તારીખ 15 નવેમ્બર નક્કી કરી છે. આ સાથે તપાસ કર્તાને કોઈપણ સંજોગોમાં આ તારીખ સુધીમાં દસ્તાવેજો આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

બચાવ પક્ષના વકીલો કેસની સીડી માટે વિનંતી કરતાં કોર્ટે આ વાતને ફગાવી દીધી

બીજી તરફ બચાવ પક્ષ તરફથી અરજી કરવામાં આવી હતી, જેમાં ટીકુનિયાની ઘટનામાં માર્યા ગયેલા શ્યામ સુંદરના મોતના કેસમાં પોલીસ પાસેથી રિપોર્ટ માંગવા અપીલ કરવામાં આવી છે. બચાવ પક્ષે કોર્ટમાં અરજી કરી હતી કે શ્યામસુંદર પોલીસ કસ્ટડીમાં છે. આ માટે બચાવ પક્ષે કોર્ટમાં ફોટો પણ દાખલ કર્યો હતો પરંતુ ફરિયાદ પક્ષે વાંધો ઉઠાવ્યો હતો. ઉપરાત બચાવ પક્ષના વકીલોએ પણ કોર્ટમાં ક્રોસ કેસની સીડી માટે વિનંતી કરી હતી. પરતું કોર્ટે આ વાતને ફગાવી દીધી હતી. કોર્ટે આ મામલે પોલીસને 15 નવેમ્બર સુધી સ્પષ્ટતા અને રિપોર્ટ માટે પણ સમન્સ પાઠવ્યું છે.

ડીજીસી ક્રિમિનલ અરવિંદ ત્રિપાઠીએ જણાવ્યું કે કોર્ટે આ મામલે પોલીસ પાસેથી 15 નવેમ્બર સુધી સ્પષ્ટતા અને રિપોર્ટ પણ મંગાવ્યો છે. કોર્ટે આ કેસ સાથે સંબંધિત તમામ ફોરેન્સિક રિપોર્ટ, દસ્તાવેજો અને રિપોર્ટ 15 નવેમ્બરે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ લખીમપુર ખીરીમાં મોટો અકસ્માત: બોટ પલટી જતાં ઘાઘરામાં 10 લોકો ડૂબી ગયા, મુખ્યમંત્રીએ ધ્યાન આપ્યું

આ પણ વાંચોઃ વિરાટ કોહલીને ધમકી બાબતે DCW એ દિલ્હી પોલીસને નોટિસ ફટકારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.