ETV Bharat / bharat

જ્ઞાનવાપી કેસ: ફાસ્ટ ટ્રેક કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો, આ ચાર મુદ્દાઓ પર સૌની નજર

author img

By

Published : May 30, 2022, 1:26 PM IST

વિશ્વ હિન્દુ વૈદિક મહાસંઘના (Vishva Hindu Vaidik Mahasangh) મહામંત્રી કિરનસિંહ તરફથી જ્ઞાનવાપી મામલે દાખલ કરવામાં આવેલી અરજી મુદ્દે મુસ્લિમ પક્ષકારોએ પ્રવેશ અટકાવવા, વજુખાનામાંથી મળી આવેલી શિવલિંગની નિયમિત પૂજાના અધિકાર અને જ્ઞાનવાપી પરિસરને હિન્દુ પક્ષને સોંપવા અંગેની મહત્ત્વની અરજી પર સિનિયર જજ સિવિલ ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જજ મહેન્દ્ર કુમાર પાંડેએ ચૂકાદો (Verdict Reserved) અનામત રાખ્યો છે.

જ્ઞાનવાપી કેસ: ફાસ્ટ ટ્રેક કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો, આ ચાર મુદ્દાઓ પર સૌની નજર
જ્ઞાનવાપી કેસ: ફાસ્ટ ટ્રેક કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો, આ ચાર મુદ્દાઓ પર સૌની નજર

વારાણસી: વિશ્વ હિન્દુ વૈદિક મહાસંઘના મહામંત્રી કિરનસિંહ તરફથી કોર્ટમાં (Court Case On Gyanvapi Mosque) જ્ઞાનવાપી મસ્જિદને લીઈને અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઈને મહત્ત્વના ત્રણ મુદ્દાઓ પર કોર્ટે ચૂકાદો અનામત (Verdict Reserved) મૂક્યો છે. આ ત્રણ મુદ્દાઓમાં મુસ્લિમ પક્ષકારોએ પ્રવેશ અટકાવવા, વજુખાનામાંથી મળી આવેલી શિવલિંગની નિયમિત પૂજાના અધિકાર અને જ્ઞાનવાપી પરિસરને હિન્દુ પક્ષને સોંપવાનો સમાવેશ થાય છે. આ કેસમાં હવે તારીખ 30ના રોજ બપોરે 4 વાગ્યા વધુ સુનાવણી શરૂ થશે. વૈદિક સનાતન સંઘ તરફથી ફાઈલ કરવામાં આવેલી (Court Applications for Gyanvapi) અરજીની એક નકલ મુસ્લિમ પક્ષકાર અંજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટીને પ્રાપ્ત થઈ છે.

આ પણ વાંચો: 2 વર્ષમાં બની 15 વરરાજાની દુલ્હન, સુહાગરાત પર વરરાજાઓ સાથે કરતી હતી આ ખાસ કામ

અખાડાનો હસ્તક્ષેપ: જિલ્લા કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991 હેઠળ સુનાવણી ચાલી રહી છે. તારીખ 26 મેના રોજ સુનાવણી દરમિયાન તેમણે મુસ્લિમ પક્ષમાં વાત કરી હતી. સુનાવણી ચાલુ રાખતા તારીખ 30 મેની નવી તારીખ આપવામાં આવી હતી. આ સંદર્ભે તારીખ 26 મેની સુનાવણીમાં શું ખાસ હતું અને 30 મેના રોજ શું થવાનું છે તેની માહિતી આસિસ્ટન્ટ કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહને આપી હતી. આ સાથે જ વિશ્વ હિન્દુ મહાસમિતિ અને નિર્મોહી અખાડા પણ આજે જ્ઞાનવાપી કેસમાં પક્ષકાર બનવા માટે સિવિલ કોર્ટમાં અરજી કરી શકે છે.

આ પણ વાંચો: મકાનમાલિકે યુવતીના ઘરમાં ઘુસી લમણે પિસ્તોલ તાંકી અને ન કરવાનુ કરી નાખ્યુ

આ મુદ્દાને કારણે સુનાવણી મહત્ત્વની: (1) શ્રૃંગાર ગૌરી કેસ પર જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ચર્ચા બાદ નિર્ણય આવી શકે છે. (2) પંચની કાર્યવાહી સંબંધિત વીડિયો અને ફોટોગ્રાફી તમામ પક્ષકારોને સોંપવામાં આવશે. (3) સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટની કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થશે. (4) જ્ઞાનવાપી સાથે જોડાયેલા અન્ય એક મામલામાં જ્ઞાનવાપીમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ (5) વજુખાનામાં મળેલા શિવલિંગની પૂજા અને જ્ઞાનવાપીની હિંદુઓને માલિકી આપવા અંગે સુનાવણી થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.