ETV Bharat / bharat

Patana News: લાલુ યાદવ પરિવારના લેન્ડ ફોર જોબ મામલે આજે થશે સુનાવણી, ઈડીએ મજબૂત કેસ બનાવ્યો

author img

By

Published : Aug 7, 2023, 1:31 PM IST

લેન્ડ ફોર જોબ મામલે આજે સુનાવણી
લેન્ડ ફોર જોબ મામલે આજે સુનાવણી

દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટમાં આજે લાલુ યાદવ અને તેમના પરિવાર વિરૂદ્ધ લેન્ડ ફોર જોબ મામલે સુનાવણી થશે. લાલુ યાદવ કોર્ટમાં હાજર થઈ શકે છે. આ મામલામાં લાલુ યાદવ પરિવારની મુશ્કેલીઓ વધવાની પૂરી સંભાવના છે. સીબીઆઈએ સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરીને તેજસ્વી યાદવને પણ આરોપી બનાવ્યા છે. જાણો વધુ વિગતો

પટણાઃ આજે દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ વિરૂદ્ધ લેન્ડ ફોર જોબ મામલે સુનાવણી થશે. લાલુ યાદવ આ સુનાવણીમાં હાજર રહી શકે તે માટે અગાઉથી જ દિલ્હી પહોંચી ગયા છે. ઈડી દ્વારા તાજેતરમાં આ મામલે તપાસ દરમિયાન લાલુ પરિવારની 6 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે. આ મામલે આજે સુનાવણી થવાની છે.

આજે સુનાવણીઃ સીબીઆઈએ દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટમાં સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરીને બિહારના ઉપ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવને પણ આ કેસમાં આરોપી બનાવ્યા હતા. ગત 30 જુલાઈના રોજ અદાલતમાં બંને પક્ષોએ દલીલો રજૂ કરી હતી. ત્યારબાદ અદાલત દ્વારા આ કેસની સુનાવણી 7 ઓગષ્ટ સુધી ટાળવામાં આવી હતી.

યાદવ પરિવારની પ્રોપર્ટી એટેચઃ આપને જણાવીએ કે કેન્દ્રીય એજન્સી ઈડીએ લાલુ યાદવની પટણા, દિલ્હી અને ગાજિયાબાદ સ્થિત પ્રોપર્ટીને અટેચ કરી હતી. જેમાં લાલુ યાદવના પરિવારની કુલ 6 કરોડની સંપત્તિ જપ્ત થઈ હતી.આ જપ્ત સંપત્તિ પર સમગ્ર કેસ આધાર રાખે છે. લાલુ યાદવના પરિવાર પર અનેક ગેરકાયદેસર હોવાના આરોપો અગાઉ પણ સામે આવ્યા હતા. ગેરકાયદેસસર સંપત્તિ મામલે લાલુ યાદવ અને તેમના પરિવારના અનેક સભ્યોની ઈમેજ અવારનવાર ખરડાઈ ચૂકી છે. આવક કરતા વધુ સંપત્તિ અને ગેરકાયદેસર સંપત્તિના આરોપોના કેસમાંથી લાલુ યાદવ અને તેમનો પરિવાર કઈ રીતે બહાર આવશે તે તો આવનારો સમય જ કહેશે.

લાલુ પ્રાસદ દિલ્હી પહોંચ્યાઃ લાલુ પ્રસાદ આ કેસ લડવામાં કોઈ કચાશ બાકી રાખવા માંગતા નથી તેઓ રૂબરૂ સુનાવણીમાં હાજર રહેવા માટે દિલ્હી પહોંચી ગયા છે. તેમનું દિલ્હીમાં હોવાનું મુખ્ય કારણ સુનાવણીમાં રૂબરૂ ઉપસ્થિત થવાનું માનવામાં આવે છે. ઈડીએ આ કાર્યવાહી પીએમએલએ અંતર્ગત કરી હતી. આ મામલામાં લાલુ પરિવારની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે.

  1. IRCTC Scam: दिल्ली की राउज एवेन्यू कोर्ट में सुनवाई आज, लालू यादव समेत 16 लोगों के खिलाफ चार्ज फ्रेम करने पर दलील पूरी
  2. Defamation Complaint : બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે માનહાનિ કેસ કરનાર હરેશ મહેતા કોણ છે જાણો
  3. Bihar Politics : લોકસભા ચૂંટણીને લઈને નિવેદનબાજી શરુ, લાલુ પાસે વોટ મેળવવાની ક્ષમતા નથી સુશીલ મોદીએ કહ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.