ETV Bharat / bharat

Gyanvapi Mosque Case: સમગ્ર કેસ જિલ્લા જજને ટ્રાંસફર કરી દેવાયો, શિવલીંગવાળો વિસ્તાર સીલ

author img

By

Published : May 20, 2022, 6:01 PM IST

જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Mosque dispute) સર્વે મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court Verdict) મહત્ત્વની સુનાવણી કરી છે. ત્રણ જજ, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચે સુનાવણી કરી છે. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચુડે એવું કહ્યું હતું કે, આ કેસની ગંભીરતાને ધ્યાને લઈને અમને એવું લાગે છે કે, આ મામલે જિલ્લા સ્તરના જજને સાંભળવા જોઈએ. (First Procedure by District Judge) આ મામલો કોઈ મેચ્યોર વ્યક્તિના હાથમાં જવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર કેસ જિલ્લા જજને ટ્રાંસફર કરી દીધો છે.

Gyanvapi Mosque Case: સમગ્ર કેસ જિલ્લા જજને ટ્રાંસફર કરી દેવાયો, શિવલીંગવાળો વિસ્તાર સીલ
Gyanvapi Mosque Case: સમગ્ર કેસ જિલ્લા જજને ટ્રાંસફર કરી દેવાયો, શિવલીંગવાળો વિસ્તાર સીલ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના વારાણસીના જાણીતા કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલી જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Mosque dispute 2022) પરિસરની વીડિયોગ્રાફી સર્વે અંગે સુપ્રીમ કોર્ટના જજે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ સર્વેના વિરોધમાં થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી (Hiring in Supreme Court) કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે જાહેર કરેલા આદેશમાં સમગ્ર કેસ જિલ્લા જજને (District Court Chief Justice) ટ્રાંફરસ કરી દેવાયો છે. આ સાથે એ પણ વાત કહેવામાં આવી છે કે, સુપ્રીમ કોર્ટ તરફથી તારીખ 17 મેના રોજ જે આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશ આઠ અઠવાડિયા સુધી લાગુ રહેશે.

આ પણ વાંચો: જ્ઞાનવાપી સંકુલના તળાવમાંથી તારકેશ્વર મહાદેવનું શિવલિંગ મળ્યું, વડમિત્ર વિજય શંકર રસ્તોગીનો દાવો

જિલ્લા જજના હાથમાં કેસ: હવે આ કેસની સુનાવણી જિલ્લા કોર્ટના જજ પૂરી કરશે. સુપ્રીમ કોર્ટે પોતાની સલાહ આપતા એવું કહ્યું કે, અમારો અંતિમ આદેશ યથાવત રાખવામાં આવે અને ડિસ્ટ્રિક્ટ જજને મામલાની સુનાવણી અંગે મંજૂરી આપવામાં આવે. જે તમામ પક્ષોના હિતની સુરક્ષા કરશે. વકીલ વૈદ્યનાથે એવું કહ્યું કે, મુસ્લિમ પક્ષની દલીલનો વ્યર્થ છે. આ અંગે કોર્ટ ફરી એકવખત વિચારણા કરી શકે. જે ખરા અર્થમાં યોગ્ય બની રહેશે. જ્યારે જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, જિલ્લા કોર્ટના જજ જ્યાં સુધી આ મામલાને સાંભળે છે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો આદેશ યથાવત રહી શકે છે. જેમાં અમે શિવલીંગને સુરક્ષિત રાખવા અને નમાજ અદા કરવા કોઈ વિધ્ન ઉભુ ન કરવામાં આવે એવી સ્પષ્ટતાક કરી છે.

મહત્ત્વનું છે કોર્ટનું વલણ: જસ્ટિસ ચંદ્રચુડે એવું કહ્યું કે, આ માટે અમે એવું વિચારી રહ્યા હતા કે, જિલ્લા જજ કેસની સુનાવણી કરે. જિલ્લા ન્યાયપાલિકાના તેઓ સિનિયર જજ છે. તેઓ જાણે છે કે, આયોગની રીપોર્ટ જેવા મુદ્દાઓ સાથે શું કરવાનું છે. સમગ્ર કેસને કેવી રીતે ટેકલ કરવાનો છે. અમે કોઈ વધારાનો આદેશ આપવા નથી માંગતા, શું કરવું જોઈએ એ અંગે અમે ચોખવટ નથી કરતા. વકીલ સાથે મુલાકાત કર્યા બાદ ઓર્ડર 7ના નિયમ 11 અંગે જસ્ટિસે ઉમેર્યું કે, આવા કેસમાં એક વખત જિલ્લા કોર્ટના જજને સાંભળવા જોઈએ. જિલ્લા જજ એક અનુભવી અને મહત્ત્વના અધિકારી છે. એમને સાંભળતા તમામ પક્ષકારોના હિતમાં રહેશે.

આ પણ વાંચો: જ્ઞાનવાપી વિવાદ: રિપોર્ટમાં મસ્જિદની દિવાલ પર શેષનાગનો ઉલ્લેખ, દેવતાઓની આર્ટવર્ક

વૈદ્યનાથે કહ્યું આવું: વૈદ્યનાથે એવું કહ્યું કે, ધાર્મિક સ્થિતિ અને કેરેક્ટરને લઈને જે રીપોર્ટ સામે આવ્યો છે. જિલ્લા કોર્ટે પહેલા આના પર વિચાર કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે, અમે એમને આદેશ ન કરી શકીએ. એમને આ કેસ એના વલણ અનુસાર ઉકેલવા માટે આપો. મુસ્લિમ પક્ષકારોના મુખ્ય વકીલ હુફૈઝા અહમદીએ કહ્યું હતું કે, હજુ સુધીમાં જે કોઈ આદેશ ટ્રાયલ કોર્ટ તરફથી કરાયા છે. તે માહોલને વધારે ખરાબ કરનારા છે. કમિશન તૈયાર કરવાથી લઈ અત્યાર સુધી જે આદેશ આવ્યા એ મામલા પરથી બીજા પક્ષકારો ગડબડ કરી શકે છે. અહમદીએ એવું કહ્યું કે, 500 વર્ષથી એ સ્થાનનો જે હેતું માટે ઉપયોગ થઈ રહ્યો છે એને યથાવત રાખવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.