ETV Bharat / bharat

Gunman in Malda School: બંગાળના માલદાની શાળામાં યુવકે પિસ્તોલ બતાવીને વિદ્યાર્થીઓને બંધક બનાવવાનો પ્રયાસ કર્યો!

author img

By

Published : Apr 26, 2023, 7:48 PM IST

gunman-enters-school-class-room-in-malda
gunman-enters-school-class-room-in-malda

બંગાળના માલદાની એક શાળામાં એક વ્યક્તિ અચાનક તેના ખિસ્સામાં પિસ્તોલ અને પેટ્રોલ બોમ્બ સાથે સજ્જ થઇ ઘુસી ગયો હતો. દેવ વલ્લભ નામનો એક વ્યક્તિ બુધવારે જૂના માલદાની મુચીયા ચંદ્રમોહન હાઇસ્કૂલમાં ધોરણ 7 ના વર્ગખંડમાં પ્રવેશ્યો અને બાળકોને બંધક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યારબાદ પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી હતી.

માલદા: પશ્ચિમ બંગાળના જૂના માલદાની મુચિયા ચંદ્રમોહન હાઈસ્કૂલમાં એક વ્યક્તિ બંદૂક સાથે ક્લાસરૂમમાં ઘુસી આવ્યો હતો. ક્લાસમાં ઘૂસીને 7 માં ધોરણના વિદ્યાર્થીઓને ધમકાવીને બંધક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. બાતમી મળતા જિલ્લા પોલીસ અધિકારીઓ શાળાએ દોડી આવ્યા હતા પોલીસે દેવ વલ્લભ નામના વ્યક્તિને પોતાની કસ્ટડીમાં લીધો છે. જાણવા મળ્યું છે કે આ વ્યક્તિની પત્ની રીટા વલ્લભ જૂની માલદા પંચાયત સમિતિના બીજેપી સભ્ય છે.

શું બની ઘટના?: બુધવારે બપોરે માલદાની મુચિયા ચંદ્રમોહન હાઈસ્કૂલમાં એક બંદૂકધારી અચાનક પિસ્તોલ લઈને ઘુસી ગયો હતો. તેની પાસે બે પેટ્રોલ બોમ્બ અને એક છરી પણ હતી. સાક્ષીઓએ જણાવ્યું હતું કે બંદૂકધારીએ વર્ગખંડમાં પ્રવેશ્યા પછી પ્રથમ શિક્ષકને ધમકી આપી હતી. આ પછી તેણે પિસ્તોલ ઉપાડી અને વિદ્યાર્થીઓને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી. આ પછી, તેને ક્લાસરૂમમાં ઉભા રહીને અસંગત રીતે વાત કરતા સાંભળવામાં આવ્યા. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પત્રકારોની ભીડ સાથે બંદૂકધારી પર કાબુ મેળવ્યો. બુધવારે, ઘટનાના એક કલાકમાં, મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને પોલીસ, પત્રકારો અને શાળાના શિક્ષકોની પ્રશંસા કરી. જો કે, તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે, "બંદૂકધારી ઓળખ પત્ર વગર શાળાના પરિસરમાં કેવી રીતે ઘુસ્યો?"

આ પણ વાંચો IED BLAST IN DANTEWADA : છત્તીસગઢમાં આઈઈડી બ્લાસ્ટમાં 11 પોલીસકર્મીઓ થયા શહિદ; અમિત શાહે બઘેલ સાથે વાત કરી

પોલીસે ગનમેનની ધરપકડ કરી: આ ઘટના બાદ પોલીસે ગનમેનની ધરપકડ કરી હતી. પાછળથી ખબર પડી કે એ વ્યક્તિનું નામ દેવ વલ્લભ છે. તેમનું ઘર જૂના માલદાના નેમુઆમાં છે. આ પહેલા પણ તે ઘણી વખત ફેસબુક પર વિવિધ ધમકીઓ આપતો જોવા મળ્યો છે. બુધવારે તેને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે, “મારી પત્ની ક્યાં છે? બધા કહે છે કે મારી પત્નીનું ચારિત્ર્ય ખરાબ છે, મારી પત્નીને કહેવામાં આવે છે કે તારા પતિનું ચારિત્ર્ય ખરાબ છે.'

આ પણ વાંચો Surat Crime: ઓનર કિલિંગના આક્ષેપ વચ્ચે કબરમાંથી યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો, પોસ્ટમોર્ટમ બાદ સત્ય આવશે બહાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.