ETV Bharat / bharat

ગૂગલે સેમસંગની નવી વોચ માટે યૂટ્યૂબ મ્યૂઝિક વીયર ઓએસ એપ કરી લોન્ચ

author img

By

Published : Aug 28, 2021, 4:07 PM IST

ગૂગલે આખરે વિયર ઓએસ માટે યૂટ્યૂબ મ્યૂઝિક એપ જારી કરી છે અને નવી એપ માત્ર સેમસંગની બે નવી ઘડિયાળ ગેલેક્સી વોચ 4 અને ગેલેક્સી વોચ 4 ક્લાસિક પર કામ કરે છે.

સેમસંગની નવી વોચ
સેમસંગની નવી વોચ

  • ગૂગલે પુષ્ટિ કરી નથી કે, એપ્લિકેશન વિયર OS 3 ચલાવતા સ્માર્ટવોચ માટે વિશિષ્ટ રહેશે
  • ગૂગલે પુષ્ટિ કરી નથી કે, એપ્લિકેશનને જૂની વિયર OS સ્માર્ટવોચમાં લાવવાની યોજના ધરાવે છે
  • સેમસંગની નવી વોચ માટે યૂટ્યૂબ મ્યૂઝિક વીયર ઓએસ એપ થઇ જારી

નવી દિલ્હી-9 થી 5 ગૂગલ રિપોર્ટ મુજબ, Play Store પર ઉપલબ્ધ YouTube Musicનું Wear OS વર્ઝન, તમારી તમામ પ્લેલિસ્ટ, મિક્સ અને જાહેર છે, પ્લેબેક નિયંત્રણો સુધી પહોંચવાનું પ્રદાન કરે છે.

આ પણ વાંચો- એમેઝફિટ આવનાર દિવસોમાં લોન્ચ કરશે સ્માર્ટ વોચ

સંગીતને સીધુ સ્માર્ટવોચ પર ડાઉનલોડ કરવા અને પ્લેબેકને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે

YouTube Music Wear OS એપ્લિકેશન વપરાશકર્તાઓની ઘડિયાળ બ્લૂટૂથ ડિવાઇઝ સાથે કનેક્ટ હોય ત્યારે ગીતો સાંભળવા, સંગીતને સીધુ સ્માર્ટવોચ પર ડાઉનલોડ કરવા અને પ્લેબેકને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે.

ડાઉનલોડ શરૂ કરવા માટે એપ્લિકેશન પસંદ કરો

યુટ્યુબ મ્યુઝિક વિયર ઓએસ એપ ડાઉનલોડ કરવા માટે તમારે પહેલા વોચ પર ગૂગલ પ્લે સ્ટોર ખોલીને યુટ્યુબ મ્યુઝિક સર્ચ કરવું પડશે. ડાઉનલોડ શરૂ કરવા માટે એપ્લિકેશન પસંદ કરો. એકવાર ઇન્સ્ટોલેશન થઈ જાય પછી, કોઈપણ ખાતામાં લોગ ઇન કરી શકે છે અને સાંભળવાનું શરૂ કરી શકે છે.

આ પણ વાંચો- TESLA બાળકો માટે સ્માર્ટ વોચ લોન્ચ કરશે

સ્માર્ટવોચ ચાર્જર સાથે જોડાયેલી હશે ત્યારે જ ડાઉનલોડ કરી શકાશે

સ્માર્ટવોચ ચાર્જર સાથે જોડાયેલી હોય, ત્યારે જ ગીતો ડાઉનલોડ કરી શકાય છે. હાલમાં, ગૂગલે પુષ્ટિ કરી નથી કે તે એપ્લિકેશનને જૂની વિયર OS સ્માર્ટવોચમાં લાવવાની યોજના ધરાવે છે કે પછી એપ્લિકેશન વિયર OS 3 ચલાવતા સ્માર્ટવોચ માટે વિશિષ્ટ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.