ETV Bharat / bharat

કોણ છે અન્ના મણિ, જેમની યાદમાં ગૂગલે ખાસ બનાવ્યું ડૂડલ

author img

By

Published : Aug 23, 2022, 11:21 AM IST

સર્ચ એન્જિન ગૂગલ ભારતના પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી અન્ના મણિને તેમની 104મી જન્મજયંતિના અવસર પર વિશેષ ડૂડલ બનાવીને સન્માનિત કરી રહ્યું છે. હવામાનની આગાહીના ક્ષેત્રમાં અન્ના મણિનું ઘણું યોગદાન છે. Google Created Doodle In Memory of Anna Mani, Anna Mani 104th Birth Anniversary

કોણ છે અન્ના મણિ, જેમની યાદમાં ગૂગલે ખાસ બનાવ્યું ડૂડલ
કોણ છે અન્ના મણિ, જેમની યાદમાં ગૂગલે ખાસ બનાવ્યું ડૂડલ

નવી દિલ્હી સર્ચ એન્જિન ગૂગલે ભારતના પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી અન્ના મણિની 104મી જન્મજયંતિ (Anna Mani 104th Birth Anniversary) નિમિત્તે ખાસ ડૂડલ (Google Created Doodle In Memory of Anna Mani) બનાવ્યું છે. આ ડૂડલ દ્વારા ગૂગલ તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.

આ પણ વાંચો ગુજરાતની દિકરીનું વિશ્વ વિક્રમ, હિમાલય પર તિરંગો લહેરાવી પાઠવ્યો આ સંદેશ

અન્ના મણિનું હવામાનની આગાહીના ક્ષેત્રમાં મોટું યોગદાન ગૂગલે તેના હોમ પેજ પર અન્ના મણિની તસવીર દ્વારા તેમનું સન્માન કર્યું છે. 'ઇન્ડિયાઝ વેધર વુમન' તરીકે જાણીતા અન્ના મણિનું હવામાનની આગાહીના ક્ષેત્રમાં ઘણું મોટું યોગદાન છે.

કોણ છે અન્ના મણિ? અન્ના મણિનો જન્મ 23 ઓગસ્ટ 1918ના રોજ કેરળ રાજ્યના પીરુમેડુમાં થયો હતો. ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી અન્ના મણિને 'ભારતની હવામાનશાસ્ત્રી મહિલા' તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર, અન્ના મણિના પ્રયાસોને કારણે ભારતમાં હવામાનની આગાહી શક્ય બની છે. હવામાનશાસ્ત્રમાં અન્ના મણિના યોગદાનને માન આપવા માટે, ગૂગલે આજે 23 ઓગસ્ટ 2022ના રોજ તેમના 104મા જન્મદિવસ પર એક વિશેષ ડૂડલ સમર્પિત કર્યું છે.

અન્ના મણિનું ગૂગલ ડૂડલ બનાવ્યું અન્ના મણિએ 1939માં પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નાઈ (મદ્રાસ) માંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં સ્નાતક થયા હતા. આ પછી, તે ભૌતિકશાસ્ત્રના વધુ અભ્યાસ માટે 1945 માં લંડનની ઈમ્પિરિયલ કોલેજ પણ ગયા હતા. જ્યાંથી તેમણે હવામાનશાસ્ત્રના સાધનોની કુશળતા પ્રાપ્ત કરી હતી. જ્યારે અન્ના મણિ 1948માં ભારત પરત ફર્યા ત્યારે તેમણે હવામાન વિભાગમાં નોકરી શરૂ કરી હતી. તેમણે હવામાનશાસ્ત્રના સાધનોને લગતા ઘણા સંશોધન પત્રો પણ લખ્યા છે.

આ પણ વાંચો આર્યન ખાને ત્રણે ભાઈ બહેનના ફોટો કર્યા શેર, શાહરૂખે કરી આ કોમેન્ટ

ઇન્ડિયાઝ વેધર વુમન તરીકે જાણીતા હતા અન્ના મણિ 1969 માં અન્ના મણિને ભારતીય હવામાન વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અન્ના મણીએ બેંગ્લોરમાં એક વર્કશોપ પણ સ્થાપી જે ઓઝોન સ્તર પર સંશોધન કરવા ઉપરાંત પવનની ગતિ અને સૌર ઉર્જાનું માપન કરતી હતી. 1976 માં તે ભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટરના પદ પરથી નિવૃત્ત થયા હતા. અન્ના મણિનું 16 ઓગસ્ટ 2001ના રોજ તિરુવનંતપુરમમાં અવસાન થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.