ETV Bharat / bharat

Gold-Silver Price: સોનાના ભાવની સીધી અસર આવનારી લગ્ન સીઝન પર થશે, શું છે માર્કેટની સ્થિતિ?

author img

By

Published : Apr 12, 2023, 12:00 PM IST

વૈશ્વિક માર્કેટમાં સોનું સૌથી વધારે ચર્ચામાં હોય છે. સતત બદલી રહેલા સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઉછાળો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર આવનારી લગ્ન સીઝન પર થવાની છે.

Gold-Silver Price: સોનાના ભાવની સીધી અસર આવનારી લગ્ન સીઝન પર થશે, શું છે માર્કેટની સ્થિતિ?
Gold-Silver Price: સોનાના ભાવની સીધી અસર આવનારી લગ્ન સીઝન પર થશે, શું છે માર્કેટની સ્થિતિ?

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે કિમતી ધાતુઓની કિંમતોમાં થયેલા વધારા વચ્ચે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવ રૂપિયા 280 વધીને રૂપિયા 60,680 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા હતા. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 60,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત પણ 470 રૂપિયા વધીને 74,950 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ Railways News : RINL 55,000 વ્હીલ્સ સપ્લાય કરશે, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય રેલ્વેને સોંપવામાં આવ

ભાવ સ્થિર રહેશેઃ ફેડરલ રિઝર્વના પોલીસ દ્રષ્ટિકોણથી વેપારીઓ વધુ યુએસ મેક્રો ડેટાની રાહ જોઈ રહ્યા છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના કોમોડિટી રિસર્ચના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવનીત દામાણીના જણાવ્યા અનુસાર, કોમેક્સ પર વ્યાપક વલણ 1985-2010ની રેન્જમાં ડોલર અને સ્થાનિક મોરચે ભાવ રૂ. 59,800ની રેન્જમાં હોઈ શકે છે. 60,800 સુધી ભાવ રહી શકે છે. જેમાં એક સ્થિરતા જોવા મળી શકે છે.

માર્કેટ એક્સપર્ટનો મતઃ HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "દિલ્હી બજારમાં હાજર સોનાના ભાવ રૂપિયા 280 વધીને રૂપિયા 60,680 પ્રતિ 10 ગ્રામ થયા હતા." આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપથી વધીને ડૉલર 2,004 પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી પણ ઝડપથી વધીને ડૉલર 25.04 પ્રતિ ઔંસ પર પહોંચી હતી. રિલાયન્સ સિક્યોરિટીઝના સંશોધન વિશ્લેષક શ્રીરામ અય્યરે જણાવ્યું હતું કે, "યુએસમાં બોન્ડની ઉપજ ઓછી થવાને કારણે મંગળવારે કોમેક્સ (કોમોડિટી માર્કેટ) પર એશિયન વેપારમાં સોનાના ભાવમાં વધારો થયો હતો."

આ પણ વાંચોઃ Stock Market : શેરબજારમાં સાતમાં દિવસે તેજી, સેન્સેક્સ 311 પોઈન્ટ ઉછળી 60,000ની સપાટી

લગ્ન સીઝનને અસરઃ આવનારા દિવસોમાં લગ્ન સીઝન શરૂ થવાની છે. જોકે, સતત વધી રહેલા ભાવની એક અસર આ લગ્ન સીઝન ઉપર અવશ્ય જોવા મળશે. સતત વધી રહેલા ભાવને કારણે દરેકને નવું સોનું લેવું પોસાય એમ નથી. જોકે, ઘણા એવા પણ લોકો છે જેઓ જૂનુ સોનું આપીને નવા સોનામાં નવી ડીઝાઈન સાથે લેવાનું પસંદ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.