ETV Bharat / bharat

શાહજહાંએ તાજમહેલ માટે ટેન્ડર બહાર પાડ્યું ન હતું, ગોવાના પ્રધાન ગોવિંદ ગૌડેનું નિવેદન

author img

By

Published : Jul 14, 2022, 8:14 AM IST

કલા અને સંસ્કૃતિ પ્રધાન ગોવિંદ ગૌડેએ ગોવાની (Statement of Goa Minister Govind Gowde on Taj Mahal) કલા અકાદમી બિલ્ડિંગના નવીનીકરણના આદેશ પર તેમના વિભાગનો બચાવ (tender for the Taj Mahal ) કર્યો. તેમણે કહ્યું કે, શાહજહાંએ તાજમહેલના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડ્યું ન હતું.

taj mahal
taj mahal

પણજીઃ ગોવાના કલા અને સંસ્કૃતિ પ્રધાન ગોવિંદ ગૌડેએ (goa art and culture minister govind gaude ) તાજમહેલને લઈને એક વાહિયાત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે શાહજહાંએ તાજમહેલના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડ્યું ન હતું. ગોવિંદ ગૌડેએ પોતાના (Statement of Goa Minister Govind Gowde on Taj Mahal) વિભાગનો બચાવ કરવા માટે આ નિવેદન આપ્યું છે. તેમજ રાજધાની પણજીમાં કલા અકાદમી બિલ્ડિંગના રિનોવેશન માટે 49 કરોડ રૂપિયાના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે. જેના પર ગોવા ફોરવર્ડ પાર્ટીના ધારાસભ્ય વિજય સરદેસાઈ એ જાણવા માગતા હતા કે, આર્ટસ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટની કેટલીક પ્રક્રિયાઓને કેમ બાયપાસ કરવામાં આવી હતી, જ્યારે ઓર્ડર ફાળવવામાં (tender for the Taj Mahal) આવ્યો હતો.

આ પણ વાંચો: પોલીસ અધિકારીની 'સિંઘમ' સ્ટાઈલની મૂછોથી કોર્ટ થઈ નારાજ, કર્યો આવો નિર્દેશ

ટેન્ડર બહાર પાડ્યું ન હતું: રાજ્યના કલા અને સંસ્કૃતિ પ્રધાન ગોવિંદ ગૌડેએ પણજીમાં પ્રતિષ્ઠિત કલા અકાદમી બિલ્ડિંગના નવીનીકરણના કામ માટે ફાળવણીના કેસમાં તેમના વિભાગની કાર્યવાહીનો બચાવ કરતા એક ખૂબ જ વિચિત્ર નિવેદન આપ્યું છે. વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન બોલતા ગોવિંદ ગૌડેએ કહ્યું હતું કે, શાહજહાંએ તાજમહેલના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડ્યું ન હતું.

GFP ધારાસભ્યએ પ્રશ્નો ઉઠાવ્યા: ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP)ના ધારાસભ્ય વિજય સરદેસાઈએ ગોવા વિધાનસભાના ચોમાસા સત્રના પ્રશ્નકાળ દરમિયાન કલા અકાદમી બિલ્ડિંગના નવીનીકરણ માટે રૂ. 49 કરોડના વર્ક ઓર્ડરની ફાળવણી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, આર્ટ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટને ફાળવણી દરમિયાન શા માટે સાઇડલાઇન કરવામાં આવ્યું.

વિભાગની કાર્યવાહીનો બચાવ: આવી સ્થિતિમાં, તેમના વિભાગની કાર્યવાહીનો બચાવ કરતા, ગોવિંદ ગૌડેએ તાજમહેલ અને શાહજહાંનું ઉદાહરણ આપતા કહ્યું કે 'તાજમહેલ હંમેશા સુંદર રહે છે કારણ કે, શાહજહાંએ આગ્રામાં તેને બનાવવા માટે કોઈ ટેન્ડર બહાર પાડ્યું ન હતું.' તેણે વધુમાં કહ્યું કે, તેના સાથીઓએ આગ્રાનો તાજમહેલ જોયો જ હશે. જેનું બાંધકામ 1632માં શરૂ થયું હતું અને 1653માં પૂર્ણ થયું હતું પરંતુ તે આજે પણ સુંદર દેખાય છે.

આ પણ વાંચો: આજથી શરૂ થયો ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ, આ રીતે કરો પૂજા

બાંધકામ વિભાગના નિયમોનું ઉલ્લંઘન: ગોવિંદ ગૌડેએ કહ્યું કે તાજમહેલ 390 વર્ષથી એટલો જ સુંદર રહ્યો છે, કારણ કે શાહજહાંએ તાજમહેલ બનાવતી વખતે તેના માટે ટેન્ડર માંગ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે, GFP ધારાસભ્ય વિજય સરદેસાઈએ આરોપ લગાવ્યો છે કે, વિભાગે કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને ટેકટન બિલ્ડકોન્સ પ્રાઈવેટ લિમિટેડને નવીનીકરણનું કામ ફાળવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.