ETV Bharat / bharat

ચંબાના સુઇલા ગામે અગ્નિકાંડમાં ઘરમાં સૂતેલા ચાર લોકો સાથે નવ પશુઓ બળીને ખાખ

author img

By

Published : Mar 29, 2021, 1:47 PM IST

ચંબાના ચુરાહમાં ભયંકર અગ્નિકાંડ સામે આવ્યો છે. રવિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ ચુરાહના સુઇલા ગામમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં 4 લોકો અને 9 પ્રાણીઓ જીવતા બળી ગયા હતા. હજી સુધી આગનું કારણ જાણવા મળ્યું નથી. દુ:ખ વ્યક્ત કરતાં મુખ્યપ્રધાન જયરામ ઠાકુર અને વિધાનસભાના ઉપાધ્યક્ષ હંસરાજે સત્તાધિશોએ પરિવારને તમામ શક્ય મદદ કરવાના આદેશો આપ્યા છે.

ચંબાના સુઇલા ગામે અગ્નિકાંડમાં ઘરમાં સૂતેલા ચાર લોકો સાથે નવ પશુઓ બળીને ખાખ
ચંબાના સુઇલા ગામે અગ્નિકાંડમાં ઘરમાં સૂતેલા ચાર લોકો સાથે નવ પશુઓ બળીને ખાખ

  • સુઇલા ગામે રવિવારે રાત્રે 11 વાગ્યે એક મકાનમાં આગ લાગી
  • ઘરમાં સૂતેલા ચાર લોકો સાથે નવ પશુઓ બળીને ખાખ
  • જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક રાહત માટેના આદેશો જારી

ચંબા: સુઇલા ગામે રવિવારે રાત્રે 11 વાગ્યે એક મકાનમાં આગ લાગી હતી. અકસ્માતમાં ઘરમાં સૂતેલા ચાર લોકો સાથે નવ પશુઓ બળીને ખાખ થઈ ગયા હતા. આગની બાતમી મળતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, મકાનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક રાહત માટેના આદેશો જારી કરવામાં આવ્યા છે.

શ્વાસની તકલીફને કારણે પરિવારના 4 સભ્યોના મોત

જ્યારે આગ લાગી ત્યારે ભારે વરસાદ પડ્તો હતો. આગની જાણ થતાંની સાથે જ પૂર્વ પ્રધાન અને વર્તમાન પ્રધાન સ્થળ પર ગયા હતા. લોકો આવ્યા ત્યાં સુધીમાં બધા જ મરી ગયા હતા. લોકો કહે છે કે, આગને કારણે ઘરમાં ધુમાડો હતો. જેના કારણે તમામનાં મોત નિપજ્યાં છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં મતદાન શરૂ થતા પહેલાં ચૂંટણી પંચના વાહનને આગ લગાવાઈ

મુખ્યપ્રધાને વહીવટીતંત્રને રાહતના આદેશો આપ્યા

મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે અકસ્માત અંગે થોડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, આ ખૂબ જ હ્રદયસ્પર્શી ઘટના છે. જેમાં એક જ પરિવારના ચાર લોકોનું મોત ગૂંગળામણના કારણે થયું હતું. તેમણે કહ્યું કે, જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક રાહતના આદેશો જારી કરવામાં આવ્યા છે.

ઘટનાનો સંપૂર્ણ અહેવાલ બનાવવામાં આવી રહ્યો છે

હિમાચલ પ્રદેશ વિધાનસભાના ઉપાધ્યક્ષ હંસરાજએ મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા વહીવટી તંત્રને તમામ શક્ય સહાય આપવા આદેશ પણ આપ્યો છે. SDM મનીષ ચૌધરી કહે છે કે, સુઇલામાં ગૂંગળામણ થતાં ચાર લોકોનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે 9 પશુઓનાં પણ મોત થયાં છે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશના દમોહ બસ સ્ટેન્ડમાં અગ્નિ તાંડવ , 7 બસ થઈ ખાખ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.