ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Aug 16, 2021, 8:21 AM IST

Updated : Aug 16, 2021, 10:53 AM IST

અટલ બિહારી વાજપેયી

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018 ના રોજ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમને વર્ષ 2015 માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.ત્યારે વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ, અને ઉપરાષ્ટ્રપતિ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપાવમાં આવી હતી.

  • ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ
  • વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ
  • આજે ત્રીજી પૂર્ણયતિથિ

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને આજે ત્રીજી પુણ્યતિથિ છે.ત્યારે આજે સમગ્ર દેશ તેમને યાદ કરી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાનની યાદમાં અટલ સમાધિ ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત છે.અટલ બિહારી વાજપેયી નામ સાંભળતા જ મનમાં જેમના માટે આદર થાય એવા કેટલાક રાજપુરુષો ભારતને મળ્યા છે, એમાં વાજપેયીનો સમાવેશ કરવો જ પડે.

  • PM Narendra Modi, President Ram Nath Kovind, and Vice President Venkaiah Naidu pay tribute to former PM Atal Bihari Vajpayee on his death anniversary, at 'Atal Samadhi Sthal' in Delhi pic.twitter.com/vgZ36XPOns

    — ANI (@ANI) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">


અટલજીની વિચારશૈલી અને કાર્યશૈલી એટલી સ્વચ્છ, સ્પષ્ટ અને નિષ્પક્ષ રહી


ભારતીય રાજનીતિના નોખા-અનોખા મૂલ્યનિષ્ઠ રાજનેતા અટલ બિહારી વાજપેયી વચન, પ્રવચન અને આચરણના આદમકદ પુરુષ બની રહ્યા. અટલજીના પાંચ દશકાની લાંબી રાજકીય યાત્રા રાજનીતિ ક્ષેત્રે સૌ કોઈ માટે માર્ગદર્શક પ્રેણાદાયક અને વીચારદર્શક બની રહે તેવી ઉમદા છે. અટલજીની વિચારશૈલી અને કાર્યશૈલી એટલી સ્વચ્છ, સ્પષ્ટ અને નિષ્પક્ષ રહી છે કે, વિરોધી પક્ષના લોકોએ પણ વખાણવી પડી છે.

આ પણ વાંચો : મેઘાલયના મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને પેટ્રોલ બોમ્બ ફેકાયો

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં નિધન

પૂર્વ વડાપ્રધાન વાજપેયીનું 16 ઓગસ્ટ, 2018 ના રોજ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમને વર્ષ 2015 માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. અટલ બિહારી વાજપેયી એકમાત્ર નેતા હતા જેમણે જવાહરલાલ નહેરુ પછી ત્રણ વખત વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.પૂર્વ વડાપ્રધાન વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર, 1924 ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. અટલ સમાધિ સ્થાન 'સદૈવ અટલ' ખાતે કાર્યક્રમ સવારે 6.45 વાગ્યે શરૂ થયો છે. સમાધિ સ્થળ પર પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ સહિત તમામ નેતાઓએ તેમને આદરપૂર્વક યાદ કર્યા.

આ પણ વાંચો : ધોરણ 12ના રીપીટર વિદ્યાર્થીઓનું સોમવારે જાહેર કરાશે પરિણામ

પાકિસ્તાન તરફ વધુમાં વધુ શાંતિના પ્રયાસો અટલજીએ કર્યા

અટલજી પૂર્ણ રાષ્ટ્રભક્ત અને રાષ્ટ્રપ્રેમી હતાં. રાષ્ટ્રથી ઉપર તેમના માટે કશું ન હતું. કારગિલ યુદ્ધએ પણ સાબિત કર્યું કે અટલજી શાંતિકાળમાં જ નહીં, યુદ્ધકાળમાં પણ સશક્ત નેતૃત્વ કરી શકે છે. તેઓનું નિર્ભિક અને મક્કમ વ્યક્તિત્વ એ વાતની સાક્ષી પૂરે છે કે દુનિયામાં મહાસત્તા અમેરિકાના આમંત્રણને ઠુકરાવી, અમેરિકા વાતચીત કરવા જવાની સ્પષ્ટ ના પાડી હતી. 11 મે 1999 નો દિન ભારતના ઈતિહાસમાં સૂવર્ણ અક્ષરે લખાયું. આ દિવસ ભારતમાં વડાપ્રધાન પદે બિરાજમાન અટલ બિહારી વાજપેયીએ પોખરણમાં અણુ પરીક્ષણ માટે લીલીઝંડી આપી હતી. પાકિસ્તાન તરફ વધુમાં વધુ શાંતિના પ્રયાસો અટલજીએ કર્યા હતા. ભારતમાં બહુપક્ષીય રાજકારણમાં મોરચા સરકારની સંભાવનાઓ અને ક્ષમતાઓ આધીન લોકશાહીને મજબૂત કરવામાં અટલજીનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.

સદા એક આદર્શ તરીકે યાદ રાખવામાં આવશે

ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની ગણના સદીઓ સુધી એવા જૂજ નેતઓમાં થશે જેમને શિખર પર પહોંચ્યા પછી પણ પોતાની મૌલિક્તા અને સર્જનાત્મક્તા ગુમાવી ન હતી. અટલજીના વ્યક્તિત્વને તમામ વિચારોને, કાર્યોને, તેમના વ્યવહારોને અને તેમની સર્વસ્વિકૃતીને સદા એક આદર્શ તરીકે યાદ રાખવામાં આવશે.

પૂર્વ વડાપ્રધાનની પુણ્યતિથિ પર કાર્યક્રમ આયોજિત કરાયો

આ સાથે જ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પૂર્વ વડાપ્રધાનની પુણ્યતિથિ પર આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સવારે 10 વાગ્યે લોક ભવનમાં પૂર્વ વડાપ્રધાનની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે.

Last Updated :Aug 16, 2021, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.