ધો-12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 15.32 ટકા પરિણામ

author img

By

Published : Aug 15, 2021, 5:32 PM IST

Updated : Aug 16, 2021, 9:59 AM IST

ધોરણ 12ના રીપીટર વિદ્યાર્થીઓનું સોમવારે જાહેર કરાશે પરિણામ

ધોરણ 10 અને ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ગત મહિને જ યોજાઇ હતી ત્યારે બોર્ડનાઆ વિદ્યાર્થીઓમાંથી ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઇ ગયું છે. રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું છે.15.32 ટકા પરિણામ જાહેર થયું છે.

  • આવતીકાલે ધોરણ 12 રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
  • બોર્ડની વેબસાઈટ પર જાહેર થયું પરિણામ
  • વિદ્યાર્થીઓને આગમી સપ્તાહમાં મળશે માર્કશીટ

ગાંધીનગર : રાજ્યમાં રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ગત જુલાઇ માસમાં યોજવામાં આવી હતી જેમાં ધોરણ-10 અને ધોરણ-12ની એકસાથે પરીક્ષાઓ લેવાઇ હતી. ધોરણ 12નું રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવાનો નિર્ણય ગુજરાત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે, ઘણા વિદ્યાર્થીઓ પરિણામની રાહ પણ જોઈ રહ્યા હતા કેમકે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તેવા રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયા બાદ હવે રીપીટર વિદ્યાર્થીઓનું ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે.

A ગ્રુપમાં 14.53 ટકા પરિણામ અને B ગ્રુપમાં 12.05 ટકા પરિણામ

વિદ્યાર્થીઓના પરિણામ પર નજર કરીએ તો A ગ્રુપમાં 14.53 ટકા પરિણામ અને B ગ્રુપમાં 12.05 ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે વિદ્યાર્થીનીઓના પરિણામ પર નજર કરીયે તો A ગ્રુપમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 20.84 ટકા પરિણામ અને B ગ્રુપનું પરિણામ 17.89 ટકા પરિણામ જાહેર થયું છે.

15.32 ટકા પરિણામ
15.32 ટકા પરિણામ

બોર્ડની વેબસાઈટ પર આ સમયે પરિણામ જાહેર થશે

બોર્ડની વેબસાઈટ પર 12ના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું. વિદ્યાર્થીઓ આજે સવારે 8 વાગ્યે પરિણામ જોઈ શકશે. બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર નાખીને પરિણામ જાણી શકશે. જોકે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ તો જોઈ શકશે પરંતુ વિદ્યાર્થીઓને આગમી સપ્તાહમાં માર્કશીટ મળશે. તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા રાજ્યની વિવિધ શાળાઓની સ્કૂલોને આ અંગેનો પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.

ધોરણ 12ના રીપીટર વિદ્યાર્થીઓનું સોમવારે જાહેર કરાશે પરિણામ
ધોરણ 12ના રીપીટર વિદ્યાર્થીઓનું સોમવારે જાહેર કરાશે પરિણામ

વિરોધ વચ્ચે લેવાઈ હતી પરીક્ષાઓ

કોરોનાને પગલે ગુજરાત સરકાર દ્વારા ધોરણ-10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું પરંતુ રીપીટર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ કરેલા વિરોધ બાદ પણ તેમની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે આ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યો છે. રેગ્યુલર વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન મળી ગયું છે પરંતુ રીપીટર વિદ્યાર્થીઓના પરીક્ષાના આધારે ગુણાંક ગણવામાં આવશે. રાજ્યમાં દરેક જિલ્લાઓ અને પાટનગરમાં લોકોએ અધિકારીઓ અને શિક્ષણપ્રધાનને આવેદનપત્ર આપ્યા હતા પરંતુ તે બાદ પણ તેમની પરીક્ષા યોજવામાં આવી હતી.

Last Updated :Aug 16, 2021, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.