ETV Bharat / bharat

Discussion on Global Issues : વિદેશ પ્રધાન જયશંકરે અમેરિકા અને રશિયાના સમકક્ષો સાથે કરી વાતચીત

author img

By

Published : Jan 5, 2022, 1:18 PM IST

Discussion on Global Issues : વિદેશ પ્રધાન જયશંકરે અમેરિકા અને રશિયાના સમકક્ષો સાથે કરી વાતચીત
Discussion on Global Issues : વિદેશ પ્રધાન જયશંકરે અમેરિકા અને રશિયાના સમકક્ષો સાથે કરી વાતચીત

વિદેશ પ્રધાન એસ જયશંકરે(Foreign Minister Jaishankar) તેમના અમેરિકન સમકક્ષ એન્ટની બ્લિંકન અને રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ સાથે અલગ-અલગ ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા(Discussion on Global Issues) કરવામાં આવી હતી.

નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકરે(Foreign Minister Jaishankar) તેમના અમેરિકન સમકક્ષ એન્ટની બ્લિંકન(S Jaishankar talk with Antony Blinken) અને રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ સાથે અલગ-અલગ ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓની વ્યાપક શ્રેણી પર ચર્ચા(Discussion on Global Issues) કરવામાં આવી હતી.

ઈન્ડો-પેસિફિક સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા

જયશંકરે સોમવારે રાત્રે બ્લિંકન સાથેની વાતચીત દરમિયાન ઈન્ડો-પેસિફિક સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જ્યારે મંગળવારે લવરોવ સાથેની વાતચીત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની તાજેતરની મુલાકાત પછી થયેલી પ્રગતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

વિદેશ પ્રધાન બ્લિંકન સાથે જયશંકરે વ્યાપક ચર્ચા કરી

વિદેશ પ્રધાન જયશંકરે પોતાના ટ્વીટમાં કહ્યું, 'ગઈ રાત્રે વિદેશ પ્રધાન બ્લિંકન સાથે વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચા થઈ હતી. જેમાં ઈન્ડો-પેસિફિક સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓ અને મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ(Jaishankar Discusses Current Bilateral Issues) પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરવામાં આવી હતી. બંને દેશોના વિદેશ પ્રધાનઓ વચ્ચે આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે ભારત અને અમેરિકા વિદેશ અને રક્ષા પ્રધાનઓના સ્તરે ટુ પ્લસ ટુ મંત્રણાના(Two plus two Meeting) આગામી તબક્કાની તૈયારી કરી રહ્યા છે. ટુ પ્લસ ટુ વાટાઘાટો આ મહિનાના અંતમાં અથવા ફેબ્રુઆરીમાં વોશિંગ્ટનમાં યોજાશે તેવું માનવામાં આવે છે.

સતત સંપર્ક જાળવવા સંમતિ આપવામાં આવી

જયશંકરે અન્ય એક ટ્વિટમાં કહ્યું, રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ(S Jaishankar talks to Sergei Lavrov) સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપલે કરી. વાર્ષિક પરિષદ અને ટુ પ્લસ ટુ મીટિંગ પછી થયેલી પ્રગતિની ચર્ચા કરી. સતત સંપર્ક જાળવવા સંમતિ આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Two plus two summit: ભારત-રશિયા સંબંધો સ્થિર અને મજબૂત: વિદેશ પ્રધાન જયશંકર

આ પણ વાંચોઃ વિદેશ પ્રધાન એસ જયશંકર પાંચ દિવસના ઇઝરાયલ પ્રવાસે, જાણો આ કરશે કામ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.