ETV Bharat / bharat

યુક્રેનમાં ફસાયેલા 240 ભારતીયોને લઈને પાંચમી ફ્લાઇટ દિલ્હી પહોંચી, વિદેશપ્રધાને આપી માહિતી

author img

By

Published : Feb 28, 2022, 9:55 AM IST

વિદેશપ્રધાન ડૉ એસ જયશંકરે સોમવારે જણાવ્યું (indian students in Ukraine) હતું કે, 249 ફસાયેલા ભારતીય નાગરિકોને લઈને પાંચમી ફ્લાઈટ રોમાનિયાના બુકારેસ્ટથી (Operation Ganga) ઓપરેશન ગંગા (Fifth flight with stranded Indians coming from Ukraine) હેઠળ દિલ્હી માટે રવાના થઈ છે.

240 ફસાયેલા ભારતીયોને લઈને પાંચમી ફ્લાઇટ બુકારેસ્ટથી દિલ્હી માટે રવાના : જયશંકર
240 ફસાયેલા ભારતીયોને લઈને પાંચમી ફ્લાઇટ બુકારેસ્ટથી દિલ્હી માટે રવાના : જયશંકર

નવી દિલ્હી: 249 ફસાયેલા ભારતીય નાગરિકોને લઈને પાંચમી ફ્લાઈટ રોમાનિયાના બુકારેસ્ટથી (Romanias Bucharest) ઓપરેશન ગંગા હેઠળ દિલ્હી પહોંચી છે. માહિતી વિદેશ પ્રધાન ડૉ એસ જયશંકરે (Fifth flight from Ukraine to India) સોમવારે માહિતી આપી હતી.

આ પણ વાંચો: Operation Ganga: યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 2,000 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા, સરકારનો દાવો

જયશંકરે ટ્વીટમાં જણાવ્યું હતું કે, "પાંચમી #OperationGanga ફ્લાઇટ, 249 ભારતીય નાગરિકોને લઈને, બુકારેસ્ટ (રોમાનિયા) થી દિલ્હી માટે રવાના (Fifth flight with stranded Indians coming from Ukraine) થઈ."

વિવિધ સરહદી ચોકીઓ પર પરિસ્થિતિ સંવેદનશીલ

યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલી કટોકટી વચ્ચે, કિવમાં ઇન્ડિયન એમ્બેસીએ ભારતીય નાગરિકોને સરહદ ચોકીઓ પર સરકારી અધિકારીઓ સાથે અગાઉથી સંકલન કર્યા વિના કોઈપણ સરહદી ચોકી પર જવા સામે સલાહ આપી છે. શનિવારે ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરીમાં, ઇન્ડિયન એમ્બેસીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિવિધ સરહદી ચોકીઓ પર પરિસ્થિતિ સંવેદનશીલ છે અને તે આપણા નાગરિકોના સંકલિત સ્થળાંતર માટે પડોશી દેશોમાં દૂતાવાસો સાથે સતત કામ કરી રહી છે.

યુક્રેનમાં તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી

"યુક્રેનમાં તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ સરહદી ચોકીઓ અને ઇન્ડિયન એમ્બેસી, કિવના ઇમરજન્સી નંબરો પરના ભારત સરકારના અધિકારીઓ સાથે અગાઉથી સંકલન કર્યા વિના કોઈપણ સરહદી ચોકીઓ પર ન જાય."

ભારતીય નાગરિકોને પાર કરવામાં મદદ કરવી વધુને વધુ મુશ્કેલ

"ઇન્ડિયન એમ્બેસીને તે ભારતીય નાગરિકોને પાર કરવામાં મદદ કરવી વધુને વધુ મુશ્કેલ બની રહી છે, જેઓ પૂર્વ સૂચના વિના સરહદી ચોકીઓ પર પહોંચે છે," તે ઉમેરે છે. એમ્બેસીએ ભારતીયોને યુક્રેનના પશ્ચિમી શહેરોમાં રહેવાની સલાહ આપી હતી જ્યાં પાણી, ખોરાક, રહેઠાણ અને મૂળભૂત સુવિધાઓની પહોંચ પ્રમાણમાં સુરક્ષિત છે.

આ પણ વાંચો: Ukraine crisis : ઓપરેશન ગંગામાં પાકિસ્તાન તરફથી પણ મળી મદદ, સાંભળો એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સના અનુભવ

યુક્રેન અને રશિયા વાતચીત માટે સ્થળ અને સમય અંગે ચર્ચા

રશિયન સૈન્ય યુક્રેનની રાજધાની શહેરમાં આગળ વધી રહ્યું છે. શુક્રવારે કિવના ભાગોમાં વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા કારણ કે, રશિયન દળો શહેરની નજીક આવ્યા હતા, પ્રત્યક્ષદર્શીઓના વિડીયોમાં યુક્રેનની રાજધાની શહેરમાં વિસ્ફોટ થઈ રહ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે, કારણ કે કેટલાક મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે યુક્રેન અને રશિયા વાતચીત માટે સ્થળ અને સમય અંગે ચર્ચા કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.