ETV Bharat / bharat

ભારતના ખેડૂતો : રાષ્ટ્રીય ખેડૂત દિવસ 2020

author img

By

Published : Dec 23, 2020, 11:24 AM IST

દર વર્ષે 23 ડિસેમ્બરના રોજ ‘કિસાન દિવસ’ અથવા ‘રાષ્ટ્રીય ખેડૂત દિવસ’ અથવા ‘કિસાન સન્માન દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણસીંગનો જન્મ થયો હતો.

ભારતના ખેડૂતો
ભારતના ખેડૂતો

“જો દેશમાં કૃષિ યોગ્ય રીતે ન થાય તો બીજુ કશુ જ યોગ્ય થવાની સંભાવના નથી.” – એમ. એસ. સ્વામીનાથન

ન્યૂઝ ડેસ્કઃ દર વર્ષે 23 ડિસેમ્બરના રોજ ‘કિસાન દિવસ’ અથવા ‘રાષ્ટ્રીય ખેડૂત દિવસ’ અથવા ‘કિસાન સન્માન દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણસીંગનો જન્મ થયો હતો.

આ દિવસે દેશના નેતાઓ પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણસીંગને તેમના જન્મદિવસ નિમીત્તે શ્રદ્ધાંજલી પાઠવે છે. નવી દિલ્હી ખાતે કિસાન ઘાટ પર આવેલી PMની સમાધીની દેશના નેતાઓ મુલાકાત પણ લે છે. 2001માં કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 23 ડિસેમ્બરને કિસાન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય કિસાન દિવસ

રાષ્ટ્રીય કિસાન દિવસ આપણી જમીનમાં ખેડૂતોના યોગદાનને બીરદાવવા માટે અને તેમને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. ભારત મુખ્યત્વે ખેતીપ્રધાન દેશ છે. કૃષિ અને તેને સંલગ્ન પ્રવૃતિઓ ભારતના ગામડાઓની વસ્તીના 80 ટકા વસ્તી માટે આવકનો સ્ત્રોત છે. જે દેશના ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટમાં (GDP) 14-15 ટકા જેટલુ યોગદાન આપે છે.

રાષ્ટ્રીય કિસાન દિવસ શા માટે ઉજવવામાં આવે છે ?

23 ડિસેમ્બરના રોજ જન્મેલા ભારતના પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણસીંહની જન્મજયંતિને બીરદાવવા માટે આ દિવસને ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ ખેડૂતોના નેતા તરીકે જાણીતા હતા અને સ્વતંત્રતા મળ્યા પહેલાથી સ્વતંત્રતા મળ્યા બાદના સમયગાળા દરમીયાન તેમણે દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના સુત્ર ‘જય જવાન, જય કિસાન’નું અનુસરણ કર્યું હતુ.

ચૌધરી ચરણ સીંહનું યોગદાન

  • ચૌધરી ચરણ સીંહે 28 જુલાઇ 1979થી 14 જાન્યુઆરી 1980 સુધી ભારતના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
  • તેમને ભારતના ખેડૂતોના નેતા માનવામાં આવતા હતા.
  • તેમણે પોતાના કાર્યકાળ દરમીયાન ખેડૂતોની સ્થીતિ સુધારવા માટે જરૂરી કેટલીક નિર્ણાયક નીતિઓ ઘડવાની પહેલ કરી હતી.
  • વર્ષ 1979માં તેમણે રજૂ કરેલું બજેટ ખેડૂતોની જરૂરીયાતોને પૂર્ણ કરનારૂ હતું તેમજ ખેડૂતોના હિત માટે જરૂરી કેટલીક મહત્વની નીતિઓ તેમાં સમવિષ્ટ હતી.
  • તેમણે રજૂ કરેલી આ નીતિઓથી દેશભરમાં ખેડૂતોનુ મનોબળ વધારવામાં મદદ મળી હતી.
  • તેમણે 1938માં સંસદમાં કૃષિ પેદાશ બજાર બીલ રજૂ કર્યુ હતું. આ બિલનો હેતુ વેપારીઓના શોષણ સામે ખેડૂતોના હિતોની રક્ષા કરવાનો હતો.
  • તેમણે જમીનદારી નાબૂદી કાયદો રજૂ કર્યો હતો.

દેશના આર્થિક વિકાસમાં ખેતી મહત્વની ભૂમિકા ભજવે છે. વિશ્વ બેન્કના 2017ના રિપોર્ટ પ્રમાણે દેશમાં કુલ રોજગારીમાં 40 ટકા રોજગારી ખેતીમાંથી આવે છે. ભારતે 1947 પછી કૃષિક્ષેત્રે સૌથી વધુ રોજગારી ઉભી કરી છે અને તેના કારણે આ દિવસનું મહત્વ સમજવું આપણા માટે ખુબ જ જરૂરી છે.

ખેડૂતોની આત્મહત્યાના મુખ્ય કારણો

નેશનલ ક્રાઇમ રેકોર્ડસ્ બ્યુરોના એક્સીડેન્ટલ ડેથ એન્ડ સ્યુસાઇડ ઇન ઇન્ડીયા રીપોર્ટ 2019 પ્રમાણે દેશમાં કુલ આત્મહત્યાનો આંકડો એટલે કે કુલ 139,516માંથી 7.4 ટકા આત્મહત્યા, એટલે કે 10,281 લોકો ખેતી સાથે જોડાયેલા હતા.

2019માં 10,348 લોકોએ આત્મહત્યા કરી જે 2018ના આંકડા પ્રમાણે ઓછો હતો. જ્યારે કોઈ ખેડૂતો દ્વારા કરવામાં આવતી આત્મહત્યા પર નજર નાખે છે ત્યારે ખ્યાલ આવે છે કે 2019નો આંકડો 5,957 છે જે 2018ના આંકડા એટલે કે 5,763થી 3 ટકા વધુ છે. એટલે કે 2018થી 2019 વચ્ચે 3 ટકાનો વધારો થયો છે.

દેશના ટોચના 6 રાજ્યો – મહારાષ્ટ્ર (3,927 આત્મહત્યા), કર્ણાટક (1,992), આંધ્રપ્રદેશ (1,029), મધ્ય પ્રદેશ (541), છત્તીસગઢ (499) અને તેલંગાણા (499) આત્મહત્યાના આંકડા સામે આવ્યા છે જે કુલ આત્મહત્યાના 83 ટકા છે.

  • રોકાણની સગવડની અનુપસ્થીતિ અને વ્યાજના ઉંચા દર
  • ખેડૂતો પર ઉચું દેણુ
  • ન્યુનતમ ટેકાનો ભાવ (MSP) વધેલા ફુગાવાને ટેકો આપતો નથી.
  • કૃષિ ઇનપુટના ખર્ચમાં અપ્રમાણસર વધારો
  • હવામાનમાં આવતુ અણધાર્યુ પરીવર્તન અને કૃષિમાં થતુ નુકસાન
  • મર્યાદીત સમયમાં નાશ પામે તેવા પાક સાથે યોગ્ય સમયે બજાર સુધી પહોંચવામાં ખેડૂતોની અસમર્થતા
  • કૃષિ માટે સરકારે કરેલા કાર્યો અને કૃષિ ક્ષેત્રે સરકારની સિદ્ધીઓ

વર્તમાન એપીએમસીનું યોગ્ય નેટવર્ક બનાવીને દેશભરમાં કૃષિપેદાશોનું એકસરખુ બજાર બનાવવા માટે એપ્રિલ 2016માં ધ ઇલેક્ટ્રીક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (e-NAM)ની શરૂઆત કરવામાં આવી. મે 2020 સુધીમાં તેમાં 16.6 મીલિયન ખેડૂતો અને 131,000 વેપારીઓએ નોંધણી કરાવેલી હતી. દેશમાં 1,000થી વધુ મંડી e-NAM સાથે જોડાયેલી છે અને 2021-22 સુધીમાં વધુ 22,000 મંડીની નોંધણી થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારે ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિ’ (PM-KISAN) નામથી કેન્દ્ર સ્તરે નવી યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ઉંચી આવક ધરાવતા કેટલાક પરીવારોને બાદ કરતા ખેડૂત પરિવારોને 4 મહિનાના 3 હફ્તામાં રૂપિયા 2000/- એમ કુલ 6000 રૂપિયા ચુકવવામાં આવે છે.

કેન્દ્ર સરકારે ‘પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના’ (PM-KMY) નામથી એક નવી યોજના શરૂ કરવાનું નક્કી કર્યુ છે. જે મોટી વયના ખેડૂતો માટે પેન્સનની સગવડ કરી આપતી સ્કિમ છે.

ખેડૂતોને ઇલેક્ટ્રોનીક, પારદર્શક અને સ્પર્ધાત્મક બજાર પુરૂં પાડવા માટે e-NAMની શરૂઆત કરવામાં આવી છે.

ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જેવી યોજના અમલી બનાવી જેથી ખાતરના તર્ક સંગત ઉપયોગને વેગ મળી શકે.

કૃષિની સમયરેખા

આઝાદી સમયે ગ્રામ્ય વિસ્તારની 80 ટકા જેટલી વસ્તી કૃષિ ક્ષેત્રમાં કામ કરતી હતી. એ સમયે ભારતનું કૃષિ ક્ષેત્રે ઉત્પાદન 5 મીલિયન ટન હતું. એ સમયે આ ઉત્પાદન આખા દેશની વસ્તીનું ભરણ પોષણ કરવા માટે પુરતુ નહોતું, જ્યારે 1950માં પહેલી પંચવર્ષીય યોજના લાગુ કરવામાં આવી ત્યારે ખેતીને કેન્દ્રમાં રાખવામાં આવી હતી.

1960માં સરકારે ડેમ બનાવ્યા, કેનાલના નેટવર્ક બનાવ્યા, એગ્રીકલ્ચરર ઇન્સ્ટીટ્યૂશન્સ બનાવી, બજારોની સંખ્યા વધારી તેમજ સારા બીજની આાયાતના રસ્તા ખુલ્લા મુક્યા. પરિણામે 1968માં દેશના ખેડૂતોએ 170 લાખ ટન ઘઉનું ઉત્પાદન કર્યુ. જે આઝાદી પછી પહેલી વાર 3 ગણુ વધુ અનાજ હતું.

1991ના આર્થિક સુધારા પછી સરકારે પોતાનુ ધ્યાન ખેતી માંથી અન્ય ક્ષેત્રો તરફ કેન્દ્રીત કર્યુ. ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમીક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ, OEDCનો છેલ્લો રિપોર્ટ જણાવે છે કે, ગત 2 દાયકામાં ભારતમાં કૃષિ ક્ષેત્રે આવકમાં કોઈ વધારો નોંધાયો નથી. 2001થી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આ સમયગાળામાં 77 લાખ ખેડૂતોનો ઘટાડો નોંધાયો છે. NCRBના અહેવાલ પ્રમાણે વર્ષ 1995 બાદથી ખેડૂતોની આત્મહત્યાનો આંકડો ત્રણ લાખને પાર પહોંચી ગયો છે.

ભારતમાં ખેડૂતો વીષે કેટલીક રસપ્રદ માહિતી

70 ટકા ગ્રામીણ પરીવારો હજુ પણ ખેતી પર આધારીત છે. જેમાંથી 82 ટકા ખેડૂતો નાના અને સીમાંત છે. 2017-18માં કુલ પાકનું ઉત્પાદન 275 મીલિયન ટન નોંધાયુ હતું.

આકસ્મીક મૃત્યુ અને આત્મહત્યાના નેશનલ ક્રાઇમ રેકોર્ડસ્ બ્યુરો (NCRB)ના ડેટા પ્રમાણે 10,281 ખેડૂતોએ વર્ષ 2019માં આત્મહત્યા કરી જે વર્ષ 2018માં નોંધાયેલા આંકડા 10,357થી ઓછી હતી.

કેન્દ્રએ PM-KISANની જોગવાઈ કરતી વખતે 14.5 કરોડ ખેડૂત પરીવારોની ગણતરી કરી છે જેમાંથી ગત વર્ષે માત્ર 9 કરોડ પરીવારો જ મળી આવ્યા છે.

2015-16ની કૃષિ વસ્તી ગણતરી પ્રમાણે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ એટલે કે, 2.382 કરોડ ખેડૂત પરિવારો છે. ત્યાર બાદ બિહારમાં 1.641 કરોડ, મહારાષ્ટ્રમાં 1.529 કરોડ, મધ્ય પ્રદેશમાં 1.0 કરોડ, કર્ણાટકમાં 0.8 કરોડ, આંધ્ર પ્રદેશમાં 0.872 કરોડ, તમીલનાડૂમાં 0.794 કરોડ અને બાકીના ખેડૂત પરિવારો અન્ય રાજ્યોમાં છે.

2018ના કૃષિના આંકડા પ્રમાણે ભારતમાં લગભગ 118,808,780 મુખ્ય અને સીમાંત વાવેતર છે.

વર્ષ 2019-20 દરમીયાન 11.06 મીલિયન ડાંગર અને 4.06 મીલિયન ઘઉંના ઉત્પાદકોને એમએસપીનો ફાયદો થયો છે.

8 મીલિયન કે તેનાથી વધુ ખેડૂતો આજે ન્યુનત્તમ નક્કી કરેલા ભાવે દૂધ વેચી રહ્યા છે.

હજુ પણ આ ક્ષેત્રમાં શું કરવાની જરૂર છે ?

કેટલાક એગ્રીકેપ સ્ટાર્ટઅપથી કૃષિ પેદાશોમાં વધારો થઈ શકે છે.

પાકનો યોગ્ય ભાવ મેળવવા માટે સરકારે મંડીમાં વધારો કરવો જોઈએ.

ભારતમાં ખેતીના સાધનો અને તેને સંલગ્ન કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસની માંગ ઝડપથી વધી રહી છે.

ભારતના ખેડૂતની એક દિવસની સરેસાશ આવક માત્ર 214 રૂપિયા છે. ભારત સરકારે રોજીંદી આવકમાં વધારો થાય તેવા પગલા લેવા જોઈએ જેથી ગ્રામીણ વિસ્તારનો વિકાસ થઈ શકે.

આગામી દિવસોમાં....

2022 સુધીમાં ભારત ખેતીની આવક બમણી કરવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય પ્રાપ્ત કરે તેવી અપેક્ષા છે. સિંચાઈ સુવિધાઓ, વેરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજ જેવા કૃષિને સંલગ્ન માળખાકીય સુવિધાઓમાં વધેલા રોકાણને કારણે આગામી કેટલાક વર્ષોમાં ભારત કૃષિ ક્ષેત્રે વધુ સારી ગતિ પ્રાપ્ત કરશે તેવી સંભાવના છે. વળી અનુવાંશીક રીતે સુધરેલા પાકોનો ઉપયોગ વધતા ભારતના ખેડૂતોની ઉપજમાં વધારો થશે. વૈજ્ઞાનિકો દ્વારા કઠોળની વહેલી પાકતી જાતો મેળવવા અને લધુત્તમ ટેકાના ભાવમાં વધારાના પ્રયત્નોને લીધે ભારત આગામી કેટલાક વર્ષોમાં કઠોળમાં સ્વનિર્ભર બને તેવી અપેક્ષા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.