ETV Bharat / bharat

Munawwar rana passed away: પ્રસિદ્ધ શાયર મુનવ્વર રાણાનું નિધન, લખનઉમાં લીધા અંતિમ શ્વાસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 15, 2024, 9:08 AM IST

Updated : Jan 15, 2024, 10:40 AM IST

પ્રખ્યાત કવિ અને શાયર મુનવ્વર રાણાનું 71 વર્ષની જૈફ વયે રવિવારે મોડી રાત્રે લખનૌના પીજીઆઈમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતા. તેમના નિધનથી તેમના ચાહકો અને સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રસિદ્ધ શાયર મુન્નવર રાણાનું નિધન
પ્રસિદ્ધ શાયર મુન્નવર રાણાનું નિધન

લખનઉ: પ્રખ્યાત કવિ અને શાયર મુનવ્વર રાણાનું 71 વર્ષની જૈફ વયે રવિવારે મોડી રાત્રે લખનૌના પીજીઆઈમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતા. તેમના નિધનથી તેમના ચાહકો અને સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કિડનીની બિમારીથી પીડિત: મુન્નવર રાણાના દિકરી સુમૈયા રાણાએ જણાવ્યું હતું કે, તેમના પિતા મુન્નવર રાણાનું અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવામાં આવતું હતું. તેઓ ક્રોનિક કિડની ડિસીઝથી પીડિત હતા. હાલમાં જ તેઓ ડાયાલિસિસ માટે ગયા હતા, ત્યારબાદ તેમને અચાનક છાતીમાં દુખાવો થયો હતો. ચેકઅપ કરાવ્યું તો તેમના ફેફસામાં ખૂબ જ પ્રવાહી નીકળ્યું હતું અને તેમને ન્યુમોનિયા થયો હતો. જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. મુનવ્વર રાણા દેશના જાણીતા કવિ અને શાયર હતા. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર અને માટી રતન પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા છે.

દિગ્ગજ શાયર-કવિ: છેલ્લા કેટલાક સમયથી તે પોતાના રાજકીય નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહ્યાં હતાં. હિન્દી, અવધી અને ઉર્દૂના કવિ મુનવ્વર રાણાની ઘણી રચનાઓ પ્રકાશિત થઈ ચુકી છે. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે, તેમણે દેશમાં અસહિષ્ણુતાનો આરોપ લગાવીને એવોર્ડ પરત કર્યા હતા. તેઓ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા હતા. મુનવ્વર રાણાની કવિતાઓની સૌથી નોંધપાત્ર વિશેષતા એ હતી કે તેઓ તેમની કવિતાઓમાં માતૃપ્રેમનો આદર હતો.

જન્મ અને ઉછેર: મુનવ્વર રાણાનો જન્મ 1952માં ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં થયો હતો, પરંતુ તેણે પોતાનું મોટાભાગનું જીવન કોલકાતામાં વિતાવ્યું હતું. તે પછી તે લખનઉ આવ્યા અને હુસૈનગંજ લાલકુઆં પાસેના ફ્લેટમાં રહેવા લાગ્યા. તેમણે પોતાની શાયરીમાં હિન્દી અને અવધી શબ્દોનો ઉપયોગ કર્યો હતો જોકે, તેઓ ફારસી અને અરબી શબ્દોનો ઉપયોગ ટાળતા હતાં. તેમની કવિતા ભારતીય શ્રોતાઓ માટે સુલભ બની. બિન-ઉર્દૂ વિસ્તારોમાં આયોજિત કવિ સંમેલનોમાં તેમની લોકપ્રિયતા ઘણી હતી. મુનવ્વર રાણાએ ઘણી ગઝલો લખી છે, તેમની લખવાની શૈલી અલગ છે. તેમના મોટા ભાગના શેરમાં તેમના પ્રેમનું કેન્દ્રબિંદુ તેમની માતા છે. તપન કુમાર પ્રધાન દ્વારા તેમની ઘણી ઉર્દૂ ગઝલોનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો છે.

Dr. Prabha Atre died: શાસ્ત્રીય ગાયિકા ડૉ. પ્રભા અત્રેનું હાર્ટએટેકથી નિધન, જાણીતા સિતારવાદક મંજુ મહેતાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Ustad Rashid Khan passes away : સંગીત સમ્રાટ ઉસ્તાદ રાશિદ ખાનનું લાંબી માંદગી બાદ થયું નિધન

Last Updated : Jan 15, 2024, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.