સીતાપુરઃ મોહમ્મદ ઝુબેરને યુપીની સીતાપુર કોર્ટમાં (mohd zubair sitapur caurt) રજૂ કરવામાં આવ્યો છે. તેની સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ઝુબૈર પર હિન્દુ સંતો વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવાનો અને ધાર્મિક લાગણી ભડકાવવાનો આરોપ છે.
આ પણ વાંચો- રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, આ જિલ્લામાં જોવા મળ્યો અદભૂત નજારો
હનુમાન ભક્ત નામના ટ્વિટર યુઝરે 19 જૂને ફરિયાદ (mohammed zubair case) કરી હતી કે, મોહમ્મદ ઝુબૈરની 2018ની ટ્વીટમાં ભગવાનનું અપમાન થયું છે. ઝુબૈરે તેની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, તેથી ઝુબૈર સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. આ પછી પોલીસે ઝુબેર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ઝુબૈર પર ધર્મ, જાતિ, જન્મ સ્થળ, ભાષા વગેરેના આધારે જુદા-જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.
આ પણ વાંચો- સરસ્વતી નદીમાં પુર આવતા સુપ્રસિદ્ધ પ્રાંચી તીર્થ માધવરજી પ્રભુનું મંદિર પાણીમાં જળમગ્ન
અગાઉ, 1 જૂનના રોજ સીતાપુર પોલીસ દ્વારા ખૈરાબાદ પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ હિંદુ સંતો-મહાત્માઓને નફરત ફેલાવનારા તરીકે બોલાવવા બદલ FIR નોંધવામાં આવી હતી. અધિક પોલીસ અધિક્ષક એમપી સિંહે જણાવ્યું હતું કે, સીતાપુર પોલીસે ખૈરાબાદમાં નોંધાયેલા કેસમાં મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ પ્રોડક્શન વોરંટ જારી કર્યું હતું અને ગુરુવારે સીતાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.