ETV Bharat / bharat

S Jaishankar: એસ જયશંકરે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

author img

By

Published : Jul 10, 2023, 12:49 PM IST

Updated : Jul 10, 2023, 2:54 PM IST

24 જુલાઇના રોજ ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાશે. ત્યારે વિદેશ પ્રધાન એસ. જયશંકર રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. પરંતુ બે બેઠકને લઇને હજુ પણ સસ્પેન્સ યથાવત છે.

Etv Bharat
Etv Bharat

ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મળ્યું

ગાંધીનગર: 24 જુલાઇના રોજ ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાશે. વિદેશ પ્રધાન એસ. જયશંકર રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. આજે બપોરે 12.39 કલાકેના વિજય મુહૂર્તમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. 13 જુલાઈ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી
રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

એસ.જયશંકરે ઉમેદવારી નોંધાવી: એસ.જયશંકર ગઇકાલ રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકોમાંથી પ્રથમ બેઠક માટે આજે ફોર્મ ભર્યું હતું. એસ. જયશંકરના નામાંકન વખતે CM ભૂપેન્દ્ર પટેલ, સી આર પાટીલ સહિત 10 ટેકેદારો હાજર રહ્યા હતા. ફોર્મ ભરતા પહેલા એસ.જયશંકર ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય પ્રધાનમંડળમાં પણ ફેરફાર થવાનો છે ત્યારે અને આવનારી લોકસભાની ચૂંટણી બાબતની પણ પ્રાથમિક ચર્ચા થઈ હોય તેવી માહિતી સૂત્ર તરફથી પ્રાપ્ત થઈ રહી છે.

ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મળ્યું: રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યા પછી ડૉ એસ જયશંકર કહ્યું કે સૌ પ્રથમ હું પીએમ મોદી, ભાજપ નેતૃત્વ અને ગુજરાતના લોકો અને ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. ચાર વર્ષ પહેલા મને રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મળ્યું હતું. છેલ્લા 4 વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં થયેલા પરિવર્તનનો હિસ્સો બનવાની મને તક મળી. મને આશા છે કે આવનારા 4 વર્ષમાં જે પ્રગતિ થશે તેમાં યોગદાન આપી શકીશ.

પાડોશી દેશોમાં સુધારો આવ્યો: ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે પાડોશી દેશો જોડે છેલ્લા 9 વર્ષમાં પાડોશી દેશો સાથે સંબંધ સારો થયો છે. નેપાળ બાંગ્લાદેશ ભૂટાન જેવા દેશો વચ્ચે વ્યાપાર પણ વધ્યો છે. સંબંધમાં સુધારો આવ્યો છે. સુરક્ષાની વાત કરવામાં આવે તો દેશની સુરક્ષા પણ વધારો થયો છે. જ્યારે પાકિસ્તાનનું નામ દીધા વગર એસ. જયશંકરે નિવેદન આપ્યુ હતું કે એક પાડોશી દેશ એવો છે કે જે આતંકવાદ બાબતે પહેલેથી પડકાર હતો. અમે તેમનો મુકાબલો કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે મોદી સરકાર દેશને તમામ સમય સુરક્ષિત રાખી શકશે અને પાડોશી દેશોમાં પણ સુધારો આવ્યો છે.

બે બેઠકને લઇને હજુ પણ સસ્પેન્સ: રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જેમાં પશ્ચિમ બંગાળની 6, ગુજરાતની 3 અને ગોવાની 1 બેઠકનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભાજપની 8 બેઠકોમાંથી એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાનો કાર્યકાળ 18 ઓગસ્ટે પૂરો થશે. પરંતુ બે બેઠકને લઇને હજુ પણ સસ્પેન્સ યથાવત છે.

શક્તિસિંહ ગોહિલે શું કહ્યું: રાજ્ય સભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરશે કે નહીં તે બાબતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની દાવેદારી નહીં કરે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ પાસે ફક્ત 17 જ ધારાસભ્યો છે. અમારી પાસે પૂરતા પ્રમાણમાં સંખ્યા નથી. કોંગ્રેસ તોડ-જોડની રાજનીતિમાં માનતી નથી એટલે અમે ઉમેદવારો નહીં જાહેર કરીએ. રાજ્યસભાની ચૂંટણીમાં એક પક્ષ જોડે ઓછામાં ઓછા 45 ધારાસભ્ય હોવાનો નિયમ ફરજિયાત છે.

કોંગ્રેસ પક્ષ પાસે 17 ધારાસભ્યો: જેથી કોંગ્રેસ ઉમેદવાર જાહેર નહીં કરે. ગુજરાત વિધાનસભામાં ભાજપ પક્ષના 156 ધારાસભ્યો છે. કોંગ્રેસના ફક્ત 17 જેટલા જ ધારાસભ્યો છે. જો કોંગ્રેસને 5 જેટલા ધારાસભ્યો આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષના ધારાસભ્યનો ટેકો મળે તો પણ 25 જ ધારાસભ્ય કોંગ્રેસ તરફી જોવા મળે છે. આમ ફરીથી રાજ્યસભાની ત્રણેય બેઠકો ઉપર ભાજપનું જ પ્રતિનિધિત્વ જીતશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Rajya Sabha Election 2023 : ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં યોજાશે રાજ્યસભાની ચૂંટણી, રૂપાણી સરકારના પ્રધાનોને મળી શકે છે ટીકીટ

Rajya Sabha Elections : ગુજરાતની રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજય થવાની શક્યતા, નવા નામની ચર્ચા

Last Updated :Jul 10, 2023, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.