ETV Bharat / bharat

ભારતીય ટીમ રિંકુ સિંહને ફિનિશર તરીકે જોઈ રહી છે : સબા કરીમ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 11:35 AM IST

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમનું માનવું છે કે, ભારતીય ટીમ આગામી વર્ષોમાં ભારતીય બેટિંગ યુનિટમાં રિંકુ સિંહને ફિનિશર તરીકે નીચલા ક્રમમાં સ્થાન આપવા માટે વિચારી રહી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે સૂર્યકુમાર યાદવને ભારતીય ટીમના ઉભરતા કેપ્ટન તરીકે સમર્થન આપ્યું હતું. સમા કરીમે ETV BHARAT ના નિષાદ બાપટ સાથે વિશેષ વાતચીત કરી હતી.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમ

હૈદરાબાદ : ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર સબા કરીમે ETV BHARAT સાથે વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભારતીય ટીમ રિંકુ સિંહને ભારતીય ટીમના ફિનિશર તરીકે જોઈ રહી છે અને તે મેન ઇન બ્લુ માટે તેની ભૂમિકા ખૂબ સક્ષમ રીતે નિભાવી શકે છે.

ભારત ઓસ્ટ્રેલિયા સામે સૌથી ટૂંકા ફોર્મેટમાં પાંચ મેચની દ્વિપક્ષીય સિરીઝ રમી રહ્યું છે. તેમાં હાલ ભારત 2-1 થી આગળ છે. રિંકુ સિંહે ભારતીય ટીમ માટે નિર્ણાયક ભૂમિકા ભજવી છે. ઉપરાંત 9 બોલમાં અણનમ 31 ફટકારીને સિરીઝની બીજી T20I માં સનસનાટીભર્યા પ્રદર્શનથી ભારતને પડકારજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી.

રિંકુ સિંહને ફિનિશર તરીકે તૈયાર કરી શકાય કે કેમ તે અંગે પૂછવામાં આવતા સબા કરીમે જણાવ્યું હતું કે, ડાબોડી બેટ્સમેન જવાબદારીને સક્ષમ રીતે નિભાવી શકે છે. ભારતીય ટીમ રિંકુ સિંહને ફિનિશર તરીકે જોઈ રહી છે અને તે પ્રથમ બેટિંગ કરતી વખતે તેમજ પડકારજનક લક્ષ્યનો પીછો કરતી વખતે અદ્ભુત પ્રદર્શન કરે છે. ટીમ મેનેજમેન્ટ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવા સમર્થન કરી રહ્યું છે.

સબા કરીમે વધુમાં જણાવ્યું કે, આગળ સાઉથ આફ્રિકા સિરીઝ જેવા કેટલાક મુશ્કેલ પડકારો છે અને તે રિંકુ સિંહ માટે એક મોટી કસોટી હશે, કારણ કે પ્લેઇંગ કંડીશન ભારતની પરિસ્થિતિ કરતા અલગ હશે. રિંકુ સિંહને વિવિધ પીચ સાથે અનુકૂલન સાધવું પડશે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન સ્થાનિક સર્કિટમાં તેનો અનુભવ કામમાં આવશે. ઉપરાંત તેની રમત પ્રત્યે જાગૃતિ વધારે છે. તે સ્ટ્રાઈક રોટેટ કરી શકે છે તેમજ મોટા શોટ પણ ફટકારી શકે છે. તેણે બતાવ્યું છે કે સ્લો પીચ પર તેને આક્રમક ફિનિશર બનાવે છે.

બંને ટીમ તેમના પ્રથમ પસંદગીના ખેલાડીઓની ગેરહાજરીમાં રમી રહી છે અને તેથી યુવા ખેલાડીઓની ટીમ સિરીઝ જીતવા માટે લડી રહી છે. સબા કરીમનું માનવું છે કે જમણા હાથના ફાસ્ટ બોલર નાથન એલિસ ઓસ્ટ્રેલિયન ટીમ માટે આંતરરાષ્ટ્રીય મેચોમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. તેઓએ કહ્યું કે, આમાંના મોટાભાગના ખેલાડીઓ અમુક સીઝનથી ઓસ્ટ્રેલિયન ટીમ સાથે છે. ઓપનર ટ્રેવિસ હેડ એક એવો ખેલાડી છે જેણે રેન્કમાં વધારો કર્યો છે. ઉપરાંત ટીમમાંથી અન્ય ત્રણ-ચાર ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન ક્રિકેટને આગળ લઈ જઈ શકે છે. નાથન એલિસ એવો ખેલાડી છે જે આવનારા વર્ષોમાં તેની અસરકારક બોલિંગથી પ્રભાવશાળી બનશે.

ઉલ્લેખનિય છે કે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વિકેટકીપર સબા કરીમનો જન્મ પટનામાં થયો હતો. તેઓ 34 જેટલી ODI રમી ચૂક્યા છે. ઉપરાંત 7,310 ફર્સ્ટ ક્લાસ રન છે.

નિયમિત કેપ્ટન રોહિત શર્મા સહિત મોટાભાગના સિનિયર ખેલાડીઓને શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હોવાથી મુંબઈનો સૂર્યકુમાર યાદવ ટીમનું સુકાન સંભાળી રહ્યો છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ પર પ્રતિબિંબિત કરતા સબા કરીમે અભિપ્રાય આપ્યો કે, તે એક સારો કેપ્ટન રહ્યો છે અને તેની પ્રાથમિક સ્કિલ બેટિંગથી ડિલિવરી કરી રહ્યો છે. સૂર્યકુમાર મેદાન પર શાંત અને સહજ છે, જે ઉભરતા કેપ્ટનની ઓળખ છે. કેપ્ટન્સી એકસાથે નવું પરિમાણ છે. જ્યારે તમે રાજ્યસ્તરની કેપ્ટનશીપમાંથી આંતરરાષ્ટ્રીય કપ્તાનીમાં આગળ વધો છો ત્યારે ઘણા ફેરફાર થશે અને સૂર્યકુમારને થોડો સમય લાગશે. તેને શીખવા માટે ઘણું છે. તે બેટિંગમાં પણ પ્રભાવશાળી રહ્યો છે અને કેપ્ટન માટે તેની પ્રાથમિક સ્કિલથી પ્રદર્શન કરવું મહત્વપૂર્ણ છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે વર્તમાન પાંચ મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવવા માટે ભારતને સમર્થન આપતા જણાવ્યું કે, શ્રેણીની શરૂઆતમાં મેં અનુમાન લગાવ્યું હતું કે આ યુવા ભારતીય ટીમ દ્વિપક્ષીય શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે ટોચ પર આવશે. હું મારા મંતવ્ય સાથે વળગી રહીશ. જોકે ઓસ્ટ્રેલિયા છેલ્લી મેચમાં બાઉન્સ બેક થયું હતું. હું હજુ પણ માનું છું કે ભારત વિજેતા બનીને ઊભરી આવશે. તેઓ યુવા ટીમ છે, તેમની પાસે નવો કેપ્ટન છે અને ટીમના તમામ ખેલાડી આ તબક્કે પોતાને સાબિત કરવા માંગે છે.

સબા કરીમે જિયો સિનેમાને વિવિધ ભાષાઓમાં સિરીઝ પ્રસારિત કરવાની તેમની પહેલને સમર્થન આપતા અંતમાં કહ્યું કે, દરેક વ્યક્તિ તેમની મનપસંદ રમતને માતૃભાષામાં જોવા માટે ઉત્સાહિત છે. આ બધું ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન દરમિયાન શરૂ થયું હતું અને તે દર્શકોમાં ભારે હિટ રહી છે. બધી ભાષાઓમાં રમતને સમજવાની અને તેને દર્શકોને સમજાવાની ક્ષમતા હોય છે. Jio એ આ બધી ભાષાઓને એકસાથે લાવીને રિસ્પેક્ટ દર્શાવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને આગળ લઈ જવાના માર્ગ તરીકે ડીજીટલ ક્ષેત્ર એક મહાન પહેલ છે.

  1. રોહિત શર્મા અને વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે વનડે અને ટી-20માંથી થયા બહાર
  2. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, ત્રણેય ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન જોવા મળશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.