ETV Bharat / bharat

આખરે મહુઆ મોઈત્રાનું સાંસદ પદ ગયું, લોકસભામાંથી બરતરફ કરાયા મોઈત્રા, તૃણમુલ કોંગ્રેસને મોટો ફટકો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2023, 3:25 PM IST

Updated : Dec 8, 2023, 3:45 PM IST

આખરે મહુઆ મોઈત્રાનું સાંસદ પદ ગયું
આખરે મહુઆ મોઈત્રાનું સાંસદ પદ ગયું

લોકસભાની એથિક્સ કમિટીએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાના કેસ પર રજૂ કરેલા અહેવાલને સ્વીકાર્યો હતો. ત્યાર બાદ મહુઆ મોઇત્રાને લોકસભામાંથી બરતરફ કરવાની સાથે જ તેમનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હી: TMCના સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે, એથિક્સ કમિટીએ તેમના કેસની એક રિપોર્ટ લોકસભામાં રજૂ કરી હતી જેનો લોકસભામાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે મહુઆ મોઇત્રાને લોકસભામાંથી બરતરફ કરવાની સાથે તેમનું સંસદ સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું છે, આપને જણાવી દઈએ કે, રિપોર્ટ પ્રેઝન્ટેશન પહેલા જ મહુઆએ કહ્યું હતું કે, હવે મહાભારતનું યુદ્ધ શરૂ થશે. એથિક્સ કમિટીના અધ્યક્ષ વિનોદ સોનકરે શુક્રવારે લોકસભામાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. સમગ્ર અહેવાલ 104 પાનાનો છે. આ રિપોર્ટમાં BSP સાંસદ દાનિશ અલી પર મીડિયામાં ખોટી રજૂઆત કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. એથિક્સ કમિટીના રિપોર્ટમાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની લોકસભાની સદસ્યતા રદ કરવાની માંગ કરવામાં આવી હતી.

  • #WATCH | Cash for query matter | TMC's Mahua Moitra expelled as a Member of the Lok Sabha; House adjourned till 11th December.

    Speaker Om Birla says, "...This House accepts the conclusions of the Committee that MP Mahua Moitra's conduct was immoral and indecent as an MP. So, it… pic.twitter.com/mUTKqPVQsG

    — ANI (@ANI) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સ્પીકરે શું કહ્યું- આ એક પીડાદાયક નિર્ણય છે, પરંતુ ક્યારેક તે કરવું પડે છે. અમે ગૃહમાં માન મર્યાદા જાળવવા માંગીએ છીએ, જેથી આપણી લોકશાહીની આગવી ઓળખ જળવાઈ રહે.

આરોપીઓને તેની સંપૂર્ણ વાત રજૂ કરવા માટેનો પુરતો સમય આપવામાં આવ્યો ન હતો, ન તો આરોપ લગાવનારાઓની પૂછપરછ કરવામાં આવી છે. એથિક્સ કમિટી નક્કી કરી શકતી નથી કે, તેને સંસદમાંથી બરતરફ કરવામાં આવે, હા સમિતિ ચોક્કસપણે ભલામણો કરી શકે છે. પરંતુ બરતરફ કરવાનો નિર્ણય ફક્ત ગૃહ જ કરી શકે છે.

  • Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury writes to Lok Sabha Speaker Om Birla over the Ethics Committee report on TMC MP Mahua Moitra.

    The letter reads, "I would request that Members may be given sufficient time of 3-4 days at least to study the report and prepare… pic.twitter.com/JAlPzImOiE

    — ANI (@ANI) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બીજી તરફ મહુઆ મોઈત્રાએ એથિક્સ કમિટી સહિત મોદી સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતાં, મોઈત્રાએ જણાવ્યું હતું કે, તેમને ખોટી રીતે પરેશાન કરવામા આવ્યા છે અને તેમના સંસદ સભ્ય પદ રદ્દ કરવાના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે.

  1. મહુઆ મોઇત્રા પર લોકસભાની એથિક્સ કમિટિનો રિપોર્ટ આજે રજૂ થવાની અપેક્ષા
  2. બીમારીની જેમ ફેલાઈ રહ્યો છે લિવ-ઈન-રિલેશનમાં રહેવાનો ટ્રેન્ડ: ભાજપ સાંસદ ધરમવીર સિંહ
Last Updated :Dec 8, 2023, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.